( આ આર્ટિકલ વસ્તુ શાસ્ત્રની દર્ષ્ટિએ લખ્યો છે તો વાસ્તુમાં માનવ વાળા અને જ્ઞાનમાં વધારો થાય એવા લોકો જ વાંચે તેવી વિનંતી.. અમારો ઉદ્દેશ્ય કોઈ અંધશ્રદ્ધા કે ખોટા ન્યુઝ પ્રકાશિત કરવાનો નથી. )
મીઠું એ એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં જોવા મળે છે. પણ તે માત્ર રસોઈના કામમાં જ ઉપયોગમાં નથી આવતું. તેના બીજા અનેક ફાયદાઓ છે. જે આપણા ઘરની સુખ શાંતિ સાથે જોડાયેલ છે. આ માટે તમારે મીઠાને ખાવાની જરૂર નથી પણ તેનો આ રીતે ઉપયોગ કરવાનો છે.
ચપટી મીઠાના પણ ઘણા ફાયદાઓ હોય શકે છે. જે જાણીને તમે ચોંકી જશો. હવે કદાચ તમને આ અંધવિશ્વાસની વાત લાગશે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ શાંતિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.ગરીબી દૂર કરવા માટે : અઠવાડિયામાં એક વખત ગુરુવારને છોડીને પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી દો. આ પ્રકારથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.
ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે : ઘરમાં ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈ તેમાં પાણી અને મીઠું મિક્સ કરીને ઘરના નૈઋત્ય ખૂણામાં મૂકી દો અને તેની પાછળ એક લાલ રંગનો બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સુકાય જાય તો તે ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી નાખી દો.
ધન પ્રાપ્તિ અને આવક વધારવા માટે : મીઠાને કાંચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. તેનાથી ઘરની આવક શુદ્ધ થવા લાગશે અને ઘરમાં આવક બનેલી રહેશે. તેનાથી મીઠામાં સુગંધ બની રહેશે સાથે જ આ ઉપાયથી ધનની કમી નહિ થાય.બાથરૂમ અને ટોયલેટ દોષથી મુક્તિ : મીઠું એ દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટેનું રસાયણ છે. એક કાંચના વાસણમાં સમુદ્રી મીઠું ભરો અને આ વાસણને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી પણ બાથરૂમથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ટોયલેટમાં કાંચના વાસણમાં કરકરું મીઠું ભરીને રાખો, 15 દિવસ પછી બદલી નાખો, પહેલાનું મીઠું ટોયલેટમાં જવા દો. જો કોઈ કારણથી ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો તેના દરવાજા પર રોઅરીંગ લાયનનો ફોટો મૂકી દો.
વાસ્તુદોષ દૂર કરો મીઠાથી : મળેલું વાસ્તુદોષ હોય તો તમે તેને બદલી નથી શકતા. મનમાં ઉદાસી, ભય, ચિંતા, હોવાથી બંને હાથમાં સાબુત મીઠું ભરીને થોડી વાર રહેવા દો, પછી વોશ બેસીનમાં નાખીને પાણી રેડી દો. મીઠું ગમે ત્યાં ન ફેંકો.
નજર ઉતારવા માટે : જો તમને અથવા કોઈ બાળકને કોઈની નજર લાગી ગઈ છે તો સાત વખત ચપટી મીઠું તેના પરથી ઉતારીને વહેતા પાણીમાં જવા દો. તેનાથી નજર દોષ દૂર થાય છે. વ્યક્તિગત બાધા માટે પીસેલું મીઠું લઈને સાંજે પોતાના માથા પરથી ત્રણ વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી દો. આવું ત્રણ દિવસ કરો અને જો આરામ ન મળે તો મીઠાને માથા પરથી ઉતારીને શૌચાલય માં નાખી દો. નિશ્ચિત રૂપે લાભ મળશે.શનિના દુષ્પ્રભાવથી બચાવે : જો ભોજન કરતી વખતે તમને દાળ અથવા સબ્જીમાં મીઠું ઓછું લાગે તો ઉપરથી મીઠું ન નાખો. તેવામાં કાળું મીઠું અને મરચું ઓછું હોવા પર કાળા મરીનો ઉપયોગ કરો. જો તમે આવું નહિ કરો તો તેનાથી શનિનો દુષ્પ્રભાવ શરૂ થઈ જશે.
કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો : જો કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સમુદ્રી અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ભોજનમાં ન કરો. પરંતુ સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમે રક્તચાપની સમસ્યાથી પણ બચી શકશો.
મનની બેચેની દૂર કરવા : જો તમારું મન ખુબ જ અશાંત છે, ખુબ જ વિચારો આવ્યા કરે છે, કોઈ પ્રકારની ચિંતાથી ગ્રસ્ત રહો છો, તો તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. મીઠા વાળા પાણીથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થશે સાથે જ મનની બેચેની પણ દૂર થઈ જશે.ગૃહ કલેશથી બચવા માટે : જો પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મનભેદ છે અથવા તો ગૃહ કલેશ છે અથવા કોઈ પ્રકારની માનસિક અશાંતિ છે તો સિંધાલુણ મીઠું અથવા આખા મીઠાનો એક કટકો શયનકક્ષના એક ખૂણામાં મુકો દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ કટકાને મહિના પછી બદલી નાખો, અને બીજો કટકો મૂકી દો.
રોગથી મુક્તિ મેળવવા માટે : સુતી વખતે માથું પૂર્વ દિશામાં રાખો. તમારી સુવાની જગ્યામાં એક વાટકામાં થોડું સિંધાલુણ મુકો. તેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે. રોગથી બચવા માટે સાધારણ મીઠાનો ઓછો ઉપયોગ કરો. તેની જગ્યાએ સિંધાલુણ મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેના માથા પાસે એક વાસણમાં મીઠું રાખો. એક અઠવાડિયા પછી તે મીઠું બદલી નાખો. ધીમે ધીમે તેની તબિયત સારી થવા લાગશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી