છાશ એ ભારતીય ભોજનનું એક ખાસ અંગ છે. તે લોકોને ભોજનની સાથે આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભોજન કર્યા પછી તેને પીવાથી ખોરાક જલ્દી પચી જાય છે અને પેટને થોડી ઠંડક થાય છે. સાથે જ તે એ લોકો માટે પણ ફાયદાકારક છે જેને પેટને લગતી કોઈ પરેશાની છે. જેમ કે ઘણા લોકોને ભોજન કર્યા પછી તરત જ ગેસ, અપચો થતો હોય છે.
તેમના માટે રાત્રે સુતા પહેલા ગરમ દુધની જગ્યાએ છાશ પીવી ખુબ જ સારી છે. જો છાશની સાથે ત્રિફળાને મિક્સ કરીને પીવામાં આવે તો કબજિયાત અને અપચો માટે તે એક આયુર્વેદિક ઉપચારના રૂપમાં કામ કરે છે. ચાલો તો જાણી લઈએ તેના અન્ય ફાયદાઓ વિશે.કેવી રીતે તૈયાર કરવી ત્રિફળા છાશ : ત્રિફળાના ચૂર્ણને 1 કલાક માટે એક કપ પાણીમાં પલાળી રાખો, છાશ, કાળું મીઠું, ખાંડ, પીસેલો ફુદીનો.
બનાવવાની રીત : ત્રિફળા છાશ બનાવવા માટે પલાળેલા ત્રિફળા ચૂર્ણને લો અને તેમાં છાશ મિક્સ કરો. તેમાં પીસેલો ફુદીનો નાખો, કાળું મીઠું અને ખાંડ નાખો. તેને ફ્રિજમાં રાખી મુકો. હવે સુતા પહેલા એક ગ્લાસ ત્રિફળા છાશ પીવો. સવાર થતા જ તમારું પેટ સાફ આવી જશે અને તમને આરામ મળશે. તો હવે જાણીએ ત્રિફળા છાશ પીવાના ફાયદાઓ.પેટ : ત્રિફળા પેટને શાંત કરે છે. જ્યારે તમે તેને પીવો છો તે તમાર પાચનને શાંત કરે છે. આ છાશમાં ત્રિફળા સિવાય તેમાં મિક્સ કરવામાં આવતું કાળું મીઠું, જીરું, લીમડો, અને અન્ય મસાલો પેટને શાંત કરવામાં મદદ કરે છે. અને મસાલેદાર કોઈ પણ વસ્તુ ખાવાથી થતી પેટની જલન શાંત થાય છે.
વધારાના ફેટ : ભારે ભોજન કર્યા પછી ત્રિફળા છાશ પીવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે. ત્રિફળા શરીરના વિષાક્ત પદાર્થ બહાર કાઢીને પેટ, નાના આંતરડા અને મોટા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે એક કોલોન ટોનરના રૂપમાં કામ કરે છે અને કોલનના ઉતકોને મજબુત કરવા માટે અને ટોનીંગમાં મદદ કરે છે. તે બદલામાં વ્યક્તિના વજન પર કંટ્રોલ કરે છે.કોલેસ્ટ્રોલ : આ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે અને પાચનતંત્રના સોજા સામે લડવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘણું ઓછુ કરે છે. અને સોજાને ઓછો કરીને ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ છાશમાં આદુ, કાળા મરી, અને અન્ય મસાલા પાચનમાં સુધારો કરવામાં અને ખાધા પછી ભોજનને હળવું કરે છે. આ સિવાય છાશ તેલ અથવા ઘી જેવા ફેટ પદાર્થને ઓછા કરવામાં મદદ કરે છે.
કબજિયાત : આદુ, કાળા મરી, જીરું, અને ત્રિફળા આ છાશને ખુબ જ ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. તે પેટમાં એક હલચલ પેદા કરે છે. જેનાથી તમારું પેટ સાફ થવામાં તે મદદ કરે છે. જે લોકોને લાંબા સમયથી કબજિયાત અને અપચો જેવી પરેશાન રહે છે, તેમણે રાત્રે સુતા પહેલા આ છાશ જરૂર પીવી જોઈએ. સાથે જ આ છાશ ઇલેક્ટ્રોલાઈટ્સ અને પાણીથી ભરપુર હોય છે, તેનાથી પેટ સાફ થવામાં મદદ મળે છે.આ રીતે ત્રિફળા છાશ ઘણા પ્રકારે ફાયદાઓ આપે છે. આ સિવાય આ છાશ કેલ્શિયમનો પણ એક સારો એવો સ્ત્રોત છે. આથી જે લોકો દૂધ પીવાનું પસંદ નથી કરતા તેમણે આ છાશ પીવાનું શરૂ કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી