જે પ્રકારની આપણે જીવનશૈલી જીવી રહ્યા છીએ, તેને અનુસરતા કમરનો દુઃખાવો, પીઠનો દુઃખાવો, કરોડરજ્જૂનો દુઃખાવો, હિપ્સની આસપાસ પીડા, છાતીમાં તકલીફ વગેરે ગુમાવવી એ સામાન્ય છે. તેની પાછળ અનેક કારણ હોય શકે છે. જેમ કે શારીરિક ગતિમાં ખામી અથવા વધારે શારીરિક કાર્ય કરવું, સાચી રીતે ન બેસવું, માંસપેશિયોમાં તણાવ, અસંતુલિત ખોરાક વગેરે. તેવામાં જો પીઠમાં દુઃખાવો થાય તો રોજિંદા જિંદગીના કાર્યમાં પણ બાધા ઉત્પન્ન થાય છે.
તેથી જ સમય રહેતા તેને ઠીક કરવું એ ખુબ જ જરૂરી છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન છો, તો આ માટે તમને કેટલાક કુદરતી ઉપાયો કામ આવી શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી કેટલાક એવા ઉપાયોને જણાવશું કે, જેની મદદથી તમે કમરના દુઃખાવાથી રાહત મેળવી શકશો. તો ચાલો જાણીએ વધુમાં માહિતી.ઘઉંથી કમરનો દુઃખાવો દૂર કરો : ઘઉંનું સેવન લગભગ દરેકના ઘરોમાં કરવામાં આવે છે. તેમજ ઘઉં કમરના દુઃખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે ઘઉની અંદર એવા કમ્પાઉન્ડ હોય છે, જે એનાલ્જેસિક પ્રભાવને પેદા કરે છે અને તે પીઠના દુઃખાવાને દૂર કરે છે. આ માટે તમે મુઠ્ઠી ભરીને ઘઉંને આખી રાત સુધી પલાળીને રાખો અને સવારે પાણીમાંથી કાઢી લો. હવે તેની અંદર ધાણા પાવડર અને ખસખસ ઉમેરો. હવે એક કપ દૂધને તેમાં ઉમેરીને ઉકાળો. જ્યારે પેસ્ટ ધાટી થઈ જાય, એ પછી તેનું સેવન કરો. આમ કરવાથી તમને આરામ મળશે.
પીઠના દુઃખાવા માટે લસણનો ઉપયોગ : લસણનું સેવન કરવાથી પણ પીઠના દુઃખાવામાં રાહત મળે છે. તેવામાં તમે દરરોજ ખાલી પેટે 2 થી 3 લસણની કળીનું સેવન કરો. આ સિવાય તમે લસણના તેલથી માલીશ પણ કરી શકો છો. હવે સવાલ એ છે કે, લસણનું તેલ કંઈ રીતે બનાવાય છે ? તો આ માટે તમે તલનું તેલ, સરસવનું તેલ અને નારિયળના તેલની અંદર 8 થી 10 લસણની કળીને નાખીને તેને ગરમ કરો. જ્યારે આ કળી સારી રીતે શેકાય જાય અને લસણનો રંગ ભૂરો થઈ જાય, એ પછી તે તેલને ગાળી લો અને ઠંડુ થવા દો. હવે આ તેલ દ્વારા પીઠ પર મસાજ કરો. પછી ગરમ પાણી વડે તમે ન્હાઈ લો.કમરના દુઃખાવા માટે સિંધાલુણ મીઠુંનો ઉપયોગ : કમરનો દુઃખાવો તો દૂર કરે છે સિંધાલુણ મીઠું, પરંતુ સાથે જ તે સોજાને પણ દૂર કરે છે. આ માટે તમે સિંધાલુણ મીઠાની ધાટી પેસ્ટ બનાવો અને ગરમ પાણીમાં ઉમેરો અને આ મિશ્રણને પ્રભાવિત સ્થાન પર લગાવો. આમ કરવાથી તમને દુઃખાવો તો ઓછો થશે, સાથે જ સોજો પણ દૂર થઈ જશે. આ સિવાય તમે સિંધાલુણ મીઠાને નહાવાના પાણીમાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો છો.
પીઠના દુઃખાવા માટે બરફનો ઉપયોગ :
બરફનો ઉપયોગ કરવાથી પણ પીઠના દુઃખાવામાં રાહત મળે છે. તમને જણાવી દઈએ કે, કોલ્ડ કંપ્રેસ બરફ પીઠના દુઃખાવાને દૂર કરે છે. આ કરવા માટે તમે બરફને ક્રશ કરો અને તેને એક પ્લાસ્ટીકની બેગની અંદર નાખો. આ પછી તમે તેને એક કપડાંની અંદર લપેટો અને કોલ્ડ કંપ્રેસને પ્રભાવિત જગ્યા પર લગાવો. ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી તમે પ્રભાવિત ક્ષેત્રમાં લગાવીને દૂર કરો. આવું તમે દિવસમાં 3 થી 4 વાર કરી શકો છો. જે લોકો કોલ્ડ કંપ્રેસનો ઉપયોગ કરવા માંગતા નથી, તે લોકો હોર્ટ કંપ્રેસનો ઉપયોગ પણ કરી શકે છે.ખસખસના ઉપયોગથી કમરનો દુઃખાવો દૂર કરવાની રીત : તેના ઉપયોગથી પેટના દુઃખાવાને પણ દૂર કરી શકાય છે. તેની અંદર અનેક પોષકતત્વો હાજર હોય છે, જે સ્વાસ્થ્યની અનેક સમસ્યાથી દૂર કરવામાં મદદ કરે છે. તેવામાં તમે ખસખસના બીજને મીક્ષ્યરમાં પીસીને આ મિશ્રણને દિવસમાં 1 થી 2 વાર સેવન કરી શકો છો. તમે ખસખસને દૂધની સાથે અથવા દૂધનું સેવન કર્યા પછી પણ ખાય શકો છો. પેટના દુઃખાવામાં રાહત મળે છે.
તુલસીના ઉપયોગથી કમરના દુઃખાવો દુર કરવાની રીત :
તુલસીના પાંદડા કમરના દુઃખાવા માટે ખુબ જ ઉપયોગી છે. તેવામાં તમે 8 થી 10 તુલસીના પાંદડાને 1 કપ પાણીની અંદર નાખો અને ગેસ પર ઉકળવા દો. આ પાંદડાએ ત્યાં સુધી ઉકાળો, કે જ્યાં સુધી તે પાણી અડધું ન થઈ જાય. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને મીઠું ઉમેરો. આ બનાવેલ મિશ્રણનું સેવન કરો, તેનાથી તમને આરામ મળશે.આદુંથી કમરના દુઃખાવાને દૂર કરો : તમને જણાવી દઈએ કે, આદુંની અંદર સોજાનીરોધી ગુણ હોય છે, જે કમરના દુઃખાવાની સાથે સોજાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ બનાવવા માટે આદુંની પેસ્ટને તૈયાર કરો અને તેને પ્રભાવિત સ્થાન પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય એટલે તેને સાફ પાણી વડે ધોઈ લો. અને આ પછી નિલગિરીનું તેલ લગાવો. તમને આરામ મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Sir muje kamre me bahut Darden hota hay Mene report biy karvaya hay pare kushe nahi Nikla to Kiya Karu