જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. ઘરમાંથી તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર થઇ જશે

જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. થઇ જશે વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર….

મિત્રો આપણે વાત કરીએ તો પ્રાચીનકાળથી જ આપણા સમાજમાં  ધનનું ખુબ જ મહત્વ રહ્યું છે. મિત્રો આજકાલ બધા લોકોને પૈસાની સખત જરૂર હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ અમુક સમયે આપણને તેનું યોગ્ય ફળ નથી મળતું હોતું. આજે ઘરની બહાર નીકળતાની સાથે જ પૈસાની જરૂર આપણને પડતી હોય છે. તો તેના માટે આજે અમે તમને એક વસ્તુ ટીપ્સ વિશે જણાવશું. જે ખુબ જ મહત્વની છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો દરેક વ્યક્તિનું પોતાનું એક સ્વપન હોય એક પોતાનું ઘર, ગાડી વગેરે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે ગમે એટલી મહેનત કરવા છતાં પૈસા ઘરમાં ટકતા નથી હોતા. જેના કારણે માણસે મહેનત વધારે કરાવી પડતી હોય છે. પરંતુ મિત્ર આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ઘરની સ્ત્રીઓં લક્ષ્મી સમાન હોય છે અને જે ઘરમાં સારી રહેણીકરણી અને સંસ્કાર હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. શાસ્ત્રોમાં ઘણા બધા લક્ષણ કહેવામાં આવ્યા છે જેમાં સ્ત્રી પોતાના ઘર અને ગૃહસ્થીને ખુશાલ રાખવા ઘણાં પ્રયત્નો કરે છે. આ ઉપરાંત જ્યોતિષ અનુસાર આપણા ગ્રહ હોય કે નક્ષત્ર હોય, આ બધાનો પ્રભાવ પણ આપણા ઘર અને જીવન પર પડતો છે. સાથે સાથે વાસ્તુમાં પણ ઘણી એવી વસ્તુ હોય છે  જેનું પાલન ન થાય તો ઘરના બધા કામ બગડે છે અને ઘરમાં પૈસાની ઘટ આવવા લાગે છે અને ક્યાં વપરાય છે તેનો ખ્યાલ પણ રેહતો નથી.

આપણા જીવનમાં નેગેટીવ અને પોઝીટીવ બે એનર્જીનો પ્રભાવ હોય છે. પરંતુ ઘણી વાર આપણા ઘરમાં નેગેટીવ એનર્જીના કારણે વાસ્તુદોષ આવી જતો હોય તો આપણને ખબર પણ નથી હોતી. અને આ કારણોસર ઘરની નાની નાની વાત ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે. 

સૌથી પહેલા આપણે વાત કરીએ ઘરનાં મુખ્ય દરવાજાની જ્યાંથી ફક્ત આપણે આવન-જાવન જ નથી કરતા, પરંતુ આપણા ઘરની પોઝીટીવ અને નેગેટીવ એનર્જી પણ  મઘરના મુખ્ય દરવાજામાંથી જ પ્રવેશ કરે છે. માટે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં ઘરની લક્ષ્મીને આમંત્રિત કરવા બધા રસ્તાઓ જણાવ્યા છે. એ રસ્તાઓ દ્વારા તમે તમારા ઘરમાં પોઝીટીવ ઉર્જાને સ્થાપિત કરી શકો છો.  અમે તમને વાસ્તુશાસ્ત્રને લગતી થોડી ટીપ્સ વિશે જણાવશું. જેનાથી તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને કાયમ રાખી શકો. ખુબ આસન રીતથી તમે ટીપ્સનો ઉપયોગ કરી તમારા ઘરમાં સુખ-શાંતિ લાવવા ખુબ ઉપયોગી બનશે.

સૌથી પહેલા વાત કરીએ મુખ્ય દરવાજાની તો તમારા ઘરની સામે કઈ પણ ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ.  જેનો પડછાયો તમારા ઘર પર પડતો હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે. પરંતુ જો કોઈ ઓપ્શન્સ ન હોય તો તમારા ઘરના મુખ્યદ્વાર પર રોજ સ્વસ્તિક બનાવો અથવા તો  મોટું તાબા અથવા પિતળનું સ્વસ્તિક તમે મુખ્યદ્વાર પર લટકાવી દો. તેનાથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે.

આપણા ઘરને નકારાત્મક ઉર્જાથી દુર રાખવા માટે ઘરની આસપાસ અથવા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. કેમ એક તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય એવું માનવામાં આવે છે. જ્યાં ઈશ્વરીય શક્તિ હોય ત્યાં દૈત્ય શક્તિ ક્યારેય પણ ટકી નથી શકતી. એટલા માટે ઘરના આંગણમાં તુલસીનો છોડ હોવો ખુબ જ આવશ્યક છે. આપણી હજારો વર્ષો જૂની સંસ્કૃતિમાં તુલસીને એક ઔષધી માનવામાં આવી છે. માટે તુલસીનો છોડ આપણા ઘરમાં સુખ અને શાંતિ બનાવી રાખે છે.

મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો દરવાજો કંઈ દિશામાં છે તે પણ આપણા જીવનને ખુબ જ અસર કરે છે અને જો દ્વાર દોષ હોય તો તે પણ આપણા ઘરને નુકસાન કરે છે. જેમ કે જો દક્ષીણ ખૂણામાં તમારું ઘર કે તેનો મુખ્ય દરવાજો હોય તો તે ખુબ જ નુકશાન કરાવે છે. માટે ક્યારેય પણ દક્ષીણ દિશા તરફ મકાનનો અને મુખ્ય દરવાજો ન  હોવો જોઈએ. જેમ કે દક્ષિણ ખૂણામાં પોસીબલ હોય તો પંચમુખી બાલાજીનો ફોટો અથવા સ્વસ્તિક ચિન્હ મૂકી શકો.

એ ઉપરાંત સોના તથા ચાંદીનું પણ ધાર્મિક રીતે મહત્વ આંકવામાં આવ્યું છે. ઘરમાં તથા મંદિરમાં આ પ્રકારની ધાતુઓ હોવી ખુબ જ જરૂરી છે. શક્ય હોય તો સોનાનાં અથવા ચાંદીના સિક્કા મંદિરમાં મુકવા જોઈએ. સોનું અને ચાંદી આપણા ઘરમાં રહેલ નકારાત્મકને ભગાવે છે.

છેલ્લી વાત ઘરના રંગો મિત્રો, રંગ કરાવતી વખતે લાલ, લીલા તથા સફેદ રંગ અવશ્ય મુકવા જોઈએ કારણ કે શાસ્ત્રોમાં આ રંગોને પવિત્ર માનવામાં આવ્યા છે. તો મિત્રો આ હતી કેટલીક વાસ્તુને લગતી માહિતી જેને ધ્યાનમાં લઇ ને તમે વસ્તુદોષોથી બચી શકો અને હમેશાં સુખી સંપન્ન રહી શકો.

Leave a Comment