ઘણા લોકો પૂનર્જન્મને અંધ વિશ્વાસ માને છે તો. ઘણા લોકોનું એવું કહેવું છે કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર બાદ તેની આત્મા કોઈ પણ અન્ય જીવ રૂપે જન્મ લે છે, તો કોઈ લોકોનું એવું માનવું હોય છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ ફરી તે મનુષ્ય તરીકે જ પૂનર્જન્મ લે છે. પૂનર્જન્મના આ એવા સિદ્ધાંતો છે જેને કોઈ પ્રમાણિત નથી કરી શકતા. પૂનર્જન્મ વિશેની હકીકતના કોઈ આધારભૂત પુરાવા નથી મળતા. પરંતુ અમુક અભ્યાસ બાદ અમુક એવા સંકેતો મળેલા છે જે જણાવે છે કે તમારો આ પૂનર્જન્મ છે.
સૌથી પહેલો સંકેત આપણને સપનામાં દેખાય છે. મિત્રો સામાન્ય રીતે આપણને આપણી દિનચર્યા uસંબંધિત સપનાઓ આવતા હોય છે. તમે જે પણ લોકોને સપનામાં જુવો છો તેને તમે ક્યારેકને ક્યારેક તો જોયા હશે અથવા તો તમે મળ્યા હશો. પરંતુ તમારા સપનામાં તમે તમને એક જ રીતે વારંવાર મરતા જુઓ છો તો તે જણાવે છે કે તમારો પૂનર્જન્મ થયો છે અને કદાચ પાછલા જન્મમાં તમે તે રીતે મૃત્યુ પામ્યા હોવ. અથવા તો તમે તમારા સપનામાં કોઈ અજાણી વ્યક્તિને જુવો કે જેને તમે ક્યારેય મળ્યા ન હોવ તો તે તમારા પાછલા જન્મની યાદો હોય છે.
ત્યાર બાદ ઘણા લોકોના શરીર પર જન્મથી જ કોઈ નિશાન હોય છે. તે પણ આગલા જન્મની નિશાનની હોય છે. સામાન્ય રીતે આપણને વાગ્યું હોય તેના નિશાન હોય તે સામાન્ય હોય, પરંતુ અમુક નિશાન જન્મથી જ હોય છે. તેના વિશે એવું કહેવાય છે કે તેના પાછલા જન્મમાં કંઈ વાગ્યું હોય તેના નિશાન આ જન્મમાં ઉભરી આવે છે. એટલે આ પણ એક પુરાવો છે પુનર્જન્મનો.
ત્રીજું છે તમને ક્યારેય જીવનમાં કોઈ ઘટના બને અને તમને એવું લાગે કે આવી ઘટના પહેલા પણ તમારી સાથે બની ગઈ છે, પરંતુ જ્યારે હકીકતમાં આવી ઘટના પહેલા ક્યારેય તમારી સાથે બની જ ન હોય. પરંતુ જો વારંવાર આવું સ્મરણ થયા કરતુ હોય તો આવી ઘટનાઓ જણાવે છે કે તમારા પાછલા જન્મમાં એવી કોઈ ઘટના બની ગયેલી હોય શકે છે. જેના કારણે આપણને આ જન્મમાં તેવો અનુભવ થતો હોય છે.
ત્યાર બાદ ચોથો સંકેત છે કળા. હા મિત્રો, કોઈ વ્યક્તિ પોતાની જિંદગીમાં એક અભ્યાસ બાદ પોતાની મનપસંદ કળાનું જ્ઞાન મેળવે અને શીખે તે વાત અલગ છે. પરંતુ કોઈ બાળકો એવા હોય છે જે જન્મથી જ કોઈ કળાનું જ્ઞાન ધરાવતા હોય છે. જન્મથી જ તેમને ગીટાર વગાડતા કે કોઈ અન્ય વસ્તુ આવડતી હોય છે. તો કહેવાય છે કે તે કળા તેના પાછલા જન્મની હોય છે. જે આ જન્મમાં તેને ગોડ ગીફ્ટેડ હોય છે.
પાંચમો સંકેત છે ફોબિયા. ફોબિયા એટલે એક પ્રકારનો ભયંકર ડર. આપણા જીવનમાં તેના સંબંધિત કોઈ ઘટના ન બની હોય તેમ છતાં પણ આપણને અમુક વસ્તુથી ભયંકર ડર લાગે તો તેને ફોબિયા કહેવામાં આવે છે. ઘણા લોકોને ઊંચાઈથી ડર લાગતો હોય છે, તો કોઈને ઊંડા પાણીથી ડર લાગતો હોય છે. જ્યારે વર્તમાનમાં તેની સાથે કોઈ એવી ઘટના બની જ ન હોય. કહેવાય છે કે તે ફોબિયા વ્યક્તિમાં એટલે થાય છે કે કારણ કે પાછલા જન્મમાં તેની સાથે કોઈ એવી ઘટના બની ગઈ હોય છે. માટે આ જન્મમાં તેનથી ડર લાગતો હોય છે.
મિત્રો આ બધી વાતો એક અનુમાન આધારિત છે. જેની માત્ર અમારા થકી જાણકારી આપવામાં આવે છે. માટે આ એક અનુમાન છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો શું પુનર્જન્મ જેવું કંઈ હોય છે કે નહિ ?
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google