જો જીવનમાં કંઈ કરી બતાવવા માંગો છો તો આ 4 વાત મનમાં બેસારી દો… ક્યારેય કોઈ નહિ અટકાવી શકે.
મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ કંઈકને કંઈક કરવા માંગતો હોય છે. આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ સફળ થવા માંગતો હોય છે. સફળ થવા માટે લોકો અથાક પ્રયાસો પણ કરતા હોય છે. પરંતુ અમુક લોકો સફળ થાય છે તો અમુક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે સફળ ન પણ થઇ શકે. પરંતુ આજે અમે એવી ચાર નીતિ જણાવશું જે તમને સતત ખુબ જ ઝડપથી પ્રગતિના માર્ગ પર દોરશે અને એક સમયે તમને જીવનમાં ખુબ જ સફળ બનાવશે. તો ચાલો જાણીએ તે અચૂક અને અમુલ્ય નીતિઓ.
આ નીતિમાં જણાવ્યું છે કે હંમેશા બુદ્ધિમાન વ્યક્તિ જ સૌથી વધારે બળવાન હોય છે. એટલે કે જે વ્યક્તિ પાસે બુદ્ધિ વધારે હોય છે એ સૌથી વધારે બળવાન હોય છે. તમે દુનિયાના કોઈ પણ બળવાન વ્યક્તિની વાત કરો હંમેશા તે પોતાની બુદ્ધિથી જ આગળ આવ્યો હશે. તેથી સફળ અને ધનવાન થવા માટે બુદ્ધિ જ વ્યક્તિનું ખરું બળ છે અને જેની પાસે બુદ્ધિ હોય છે તેની આસપાસ બળ પણ રહેતું હોય છે. સૌથી વધારે પૈસા વાળા લોકો ખુબ જ બળવાન હોય એવું લોકો કહેતા હોય છે. પરંતુ તેની પાછળનું સાચું કારણ છે તે વ્યક્તિની બુદ્ધિ. એટલા માટે બુદ્ધિને તેજ અને બળવાન બનાવવામાં આવે તો વ્યક્તિ આપોઆપ બુદ્ધિજીવી અને બળવાન બંને બની જાય છે. પરંતુ હવે પ્રશ્ન આવે કે બુદ્ધિજીવી બળવાન કેવી રીતે બનવું ? તો મિત્રો તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પુસ્તક વાંચન. આ ઉપાયથી બુદ્ધિનો વિકાસ ખુબ ઝડપથી થાય છે.
ત્યાર બાદ સફળ થવા માટે ઉત્તમ વ્યક્તિ બનવું ખુબ જ મહત્વનું છે. આ સંસારમાં ખોટા લોકો તેમજ નીચા વિચારો ધરાવતા લોકો જીવનમાં સૌથી વધારે ધનને મહત્વ આપતા હોય છે. આવા લોકોને કોઈ પણ રીતે માત્ર ધન જ મેળવવું હોય છે. તે ધન મેળવવા માટે કોઈ પણ વ્યક્તિને દગો પણ આપી શકે છે. પરંતુ એક ઉત્તમ વ્યક્તિત્વ પોતાના જીવનમાં ધન અને માન સમ્માન બંનેને મહત્વ આપે છે. કારણ કે એક સમયે ધનની કિંમત પણ ઘટી જાય છે પરંતુ માન સમ્માનની કિંમત ક્યારેય ઘટતી નથી. તો મિત્રો જો તમારે પણ જીવનમાં ખુબ જ સફળ થવું છે તો સત્યના માર્ગે ચાલીને સફળતા મેળવવી જોઈએ. જેના કારણે જીવનભર તમે એક સમ્માન ભર્યું જીવન વિતાવી શકો.
સફળતા મેળવવા માટે ત્રીજી મહત્વની વસ્તુ છે આત્મબળ, એટલે કે વિલપાવર. મિત્રો જીવનમાં સફળ થવા માટે સૌથી મહત્વનું છે આત્મબળ. આત્મબળ વગર વ્યક્તિ ગમે તેટલો બળવાન હોય, તો પણ એ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. તો બીજી બાજુ જો કોઈ નાનામાં નાનો વ્યક્તિ પણ આત્મબળ દ્વારા સફળ થઇ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ દશરથ માંજી કે જે એક વૃદ્ધ અને સામાન્ય માણસ હતો. પરંતુ તેણે પોતાના દ્રઢ અને અડગ આત્મબળથી માત્ર એક હથોડી અને છીણીની મદદથી પહાડો વચ્ચેથી પણ રસ્તો બનાવ્યો હતો. તેથી મિત્રો તમે જો સફળ થવા માંગો છો તો તમે જે પ્રયત્નો કરી રહ્યા છો, તેના પ્રત્યે તમારામાં ખુબ જ આત્મબળ હોવું જોઈએ. જો આત્મબળ હશે તો કોઈપણ વ્યક્તિ તમને સફળ થતા ક્યારેય પણ અટકાવી નહિ શકે.
ચોથા નિયમમાં જણાવે છે કે આ સમયમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પર અંધવિશ્વાસન કરવો જોઈએ. મિત્રો ઉદાહરણ તરીકે કહીએ તો પહેલા આપણે એવું કહેવામાં આવતું કે હિન્દી-ચીની, ભાઈ-ભાઈ, પરંતુ આઝાદી પછી ભારતે ચીનને પોતાનો મિત્ર દેશ માન્યો, પરંતુ ચીને જ દગાથી વર્ષ 1962 માં ભારત પર વાર કર્યો હતો અને પરિણામે ભારતની અમુક જમીનનો હિસ્સો હજુ પણ ચીનના કબ્જામાં છે. આ બધું બન્યું એક અંધ વિશ્વાસના કારણે. “હિન્દી-ચીની, ભાઈ-ભાઈ” અભિયાનથી ભારતે ચીન પર ખુબ જ ભારોસો કર્યો હતો. તેથી ક્યારેય કોઈ પર અંધ વિશ્વાસ કરીને તેને આપણા રાઝ ન જણાવવા જોઈએ. કારણ કે તે વ્યક્તિ અન્ય વ્યક્તિને પણ આપણા રાઝ જણાવી શકે છે. જો તેને કોઈ લાલચ આપે તો તેની સામે આપણા રાઝ પણ ખોલી શકે છે.
તો મિત્રો તમે જીવનમાં સફળ થવા માટે પ્રયત્નો કરો તેની સાથે સાથે જો આ ચાર નિયમોનું પાલન કરશો તો તમને સફળ થતા કોઈ નહિ અટકાવી શકે.