અમુક જ એવા ઉત્સવ અથવા તો દેવી-દેવતાઓની પુજા-પાઠ હોય તે દરમિયાન ક્યારેક જ એવું બનતું હશે કે કપૂરનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. લગભગ મોટાભાગની પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂર પુજા-પાઠ સિવાય પણ કેટલીક ઘરેલું બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને આયુર્વેદમાં કપૂરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે કપૂર કેટલીક પ્રકારની બીમારીઓ માટે રામબાણ ઉપાય છે. પરંતુ, તેનો ઉપયોગ માત્ર પુજા-પાઠ અને બીમારીઓ દૂર કરવા માટે જ સીમિત નથી. કપૂરના ઉપયોગથી કેટલીક ઘરેલુ સમસ્યાઓનો હલ પણ કરી શકાય છે. આજે અમે તમને કપૂરના વધુ સારા ઉપયોગ કરવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરને ફ્રેશ રાખવાની સાથે જ કપડાને પણ ફ્રેશ રાખી શકશો. તો ચાલો જાણીએ કપૂરના કેટલા ફાયદા છે.રૂમ ફ્રેશનર :
સાચે, જ કપૂરને એક રૂમ ફ્રેશનરના રૂપમાં પણ વાપરી કરી શકાય છે. જો સાચી રીત પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે તો ઘરને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખી શકાય છે. આ માટે સૌ પ્રથમ કપૂરને પાવડરના રૂપમાં ફેરવી નાખો. આ પછી આ પાવડરમાં બે ચમચી લેવેન્ડર ઓઈલને ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી તેને એક સ્પ્રે બોટલમાં ભરી ઘરના બધા જ ખૂણાઓમાં તેને છાંટો. આવી રીતે કરવાથી તમારું ઘર સુગંધિત થઈ જશે.
ફ્રેશ કપડા : કપૂરના ઉપયોગથી કપડાને પણ ફ્રેશ રાખી શકાય છે. જેવી રીતે તમે કપડાને ફ્રેશ રાખવા માટે નેપ્થેલિનની ગોળીનો ઉપયોગ કરો છો, બસ તે જ પ્રકારે તમે કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે કપૂરને તમે બે ભાગમાં તોડી લો. તોડ્યા બાદ તેને ફ્રેશ સૂતરના કપડામાં અથવા તો પેપરમાં લપેટીને કાપડની વચ્ચે રાખી દો. આથી કપડાં પણ ફ્રેશ રહેશે અને કપડામાં કીડી-મકોડા પણ નહીં થાય અને સુગંધ પણ આવશે.કીડી-મકોડા :
આ બંને ટિપ્સ પછી ઘરમાં અથવા તો રસોડામાં રહેલા નાના-નાના કીડી-મકોડાને ભગાડવા માટે પણ કપૂરનો ઉપયોગ કરી શકો છો. ગરમીના દિવસોમાં ઘરમાં કેટલાક નાના-નાના જીવજંતુઓ ઉડતા હોય છે. તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે જો કપૂરનો ઉપયોગ કરવામાં આવે તો તે બેસ્ટ ઉપાય છે. આ માટે તમે કપૂરના પાવડરમાં બે ચમચી તજનો પાવડર અને પાણીને મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બધી જગ્યાઓ પર તેને છાંટો. આ મિશ્રણની તેજ સુગંધથી કીડા-મકોડા આસાનીથી ભાગી જશે.
કપૂર અને પાણી : કપૂરની આ ત્રણ ટિપ્સની સાથે જ પોતાને ફ્રેશ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે, રાત્રે સૂતા પહેલા ગમે તે વાસણમાં કપૂર અને પાણી રાખીને સુવાથી મન ફ્રેશ રહે છે. તેનો પ્રયોગ કરવાથી રાત્રે ખરાબ સપના પણ નથી આવતા. આજે પણ કેટલીક મહિલાઓ વાસ્તુદોષને દૂર કરવા માટે આ પ્રયોગ કરે છે. આ સિવાય ખંજવાળ, દાંતનો દુઃખાવો વગેરે જેવા કેટલાક કામોની માટે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.આમ તમે કપૂરનો ઉપયોગ કરીને કેટલીક બીમારીથી પોતાનો બચાવ કરી શકો છો. તેમજ કપૂરનો ઉપયોગ તમે શરદી હોય ત્યારે તેની પોટલી બનાવીને સુંઘવાથી પણ શરદીમાં રાહત મળે છે. આ પોટલીમાં તમારે અજમો, એલચી, અને કપૂરને ખાંડીને તેને કોઈ કોટનના કપડામાં ભરવાનું છે અને પછી આ પોટલીને વારંવાર સુંઘવાની છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી