આજે દરેક લોકો પોતાના વાળને સુપર, હેલ્દી, શાઈની, કાળા, લાંબા અને સિલ્કી ઈચ્છે છે. પરંતુ આજના સમયમાં કેમિકલ વાળી પ્રોડક્ટના કારણે વાળ થોડી વાર માટે જ સિલ્કી રહે છે. તો આજે આ લેખમાં અમે તમને વાળ સુંદર બનાવવા માટેની ઘરેલું ટીપ્સ વિશે જણાવશું. આ ઉપાય તમારા વાળને એટલા સુંદર બનાવી દેશે કે તમારું મન વારંવાર તમારા સિલ્કી અને શાઈની વાળને લહેરાવવાનું મન કરશે. ત્યાં સુધી કે લોકોને તમારા વાળને જોઈને ઈર્ષા થશે. કદાચ તમને વિશ્વાસ નહીં થતો હોય કે એવો ક્યો ઉપાય(રીત) હોય શકે છે જે નિર્જીવ વાળમાં જીવન ઉમેરી શકે છે. તો વિલંબ કર્યા વગર આ આર્ટિકલમાં બતાવેલ ઉપાયને વાંચો અને આ રીતને તમારા વાળ પર અજમાવીને જુઓ.
આ ઉપાયની સૌથી મોટી વાત એ છે કે, આ માટે તમારે બજારમાં મળતી પ્રોડક્ટ્સની જેમ વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. સાથે જ આ ઉપાયને અજમાવવા માટે વધારે જંજટની જરૂર નહિ પડે. વાળ એટલા નરમ થઈ જશે કે તેની મખમલી લાગણી તમને ફરીથી વાળ તરફ આકર્ષિત કરવાનું શરૂ કરશે.સાચે જ અમે આજે આ આર્ટિકલ દ્વારા વાળનો એક એવો ઉપાય શેર કરી રહ્યા છીએ જેનાથી તમારા વાળ સુપર શાઈની થઈ જશે. આ રીતથી તમારા વાળ વધારે સુંદર થઈ જશે અને તમને લાગશે કે આવી લાગણી તમારા વાળ સાથે તમને ક્યારેય પણ ન હતી. આવો જાણીએ આ રીતને બનાવવા અને લગાવવા માટેની રીત અને સાથે જ તેના ફાયદાઓ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
સામગ્રી : માઈલ્ડ શેમ્પૂ, લીમડાના ઝાડના પાન.
બનાવવાની રીત : લીમડાનું વૃક્ષ તમને સહેલાઇથી તમારા ઘરની આજુબાજુમાં મળી રહેશે. આ ટિપ્સને બનાવવા માટે લીમડાના પાનને તોડીને તેની ડાળખીને દૂર કરી દો. આ માટે તમારે 100 થી 150 પાનની જરૂર પડશે. જો તમારા વાળ વધારે લાંબા છે તો પાનની જરૂર વધારે પડી શકે છે. પછી પાનને સારી રીતે ધોઈ લો જેથી તેના પર લાગેલી ધૂળ-માટી સહેલાઈથી નીકળી જાય. સારું પરિણામ મેળવવા માટે તમારે તાજા લીમડાના પાનનો ઉપયોગ કરવો પડશે.સારી રીતે ધોયા બાદ લીમડાના પાનને થોડા કાપી લો. કાપ્યા પછી તેને મિક્સર જારમાં નાખીને થોડા પાનને સારી રીતે પીસીને તેની પેસ્ટ બનાવી લો. હવે તેને ગરણીની મદદથી ગાળી લો. આવું કરવાથી તેનું પાણી અલગ થઈ જશે અને આપણને લીમડાનું પાણી મળી જશે. હવે લીમડાના પાણીને એક વાસણમાં નાખીને ગેસ ઉપર ચડાવીને તેને અડધી મિનિટ સુધી ગરમ કરો. પછી તેને પૂરી રીતે ઠંડુ થવા માટે રાખી દો.
હવે એક વાસણમાં તમારી પસંદનું કોઈ પણ શેમ્પૂ લઈને તેમાં લીમડાનું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તમે ચાહો તો તમે તેને શેમ્પુની બોટલમાં મિક્સ કરીને પણ રાખી શકો છો. આમ તો જણાવવામાં આવ્યું છે કે, વાળમાં શેમ્પૂનો ઉપયોગ સિદ્ધો ન કરવો જોઈએ, પરંતુ તેમાં પાણી ઉમેરીને કરવો જોઈએ. તેમાં લીમડાના પાણીને ઉમેર્યું છે.ઉપયોગની રીત : આ મિશ્રણને તમારા માથા ઉપરની ચામડી પર ગોળ ગતિમાં લગાવો. જેટલું સારી રીતે તમે તેને તમારા વાળ પર લગાવશો તેટલી જ સારી રીતે તમારા વાળ સાફ થઈ જશે અને તમારા વાળ હેલ્દી થશે. થોડી વાર સુધી આમ જ છોડી દો. પછી વાળને પાણી દ્વારા સાફ કરી લો. તમે આ ઉપાયને એક દિવસ છોડીને એક દિવસ કરી શકો છો. તમે ન્હાવાની થોડી વાર પહેલા તેને તમારા વાળ પર લગાવી લો. આવું કરવાથી લીમડો તેનું કામ કરી લેશે અને વાળને સાફ કરતાં જ જુ, ખોડો, વગેરેને દૂર કરવાની કોશિશ કરશે અને વાળને શાઈની બનાવશે.
વાળ માટે લીમડાના ફાયદા : આ તમારા વાળને શાઈની, હેલ્દી આને મજબૂત બનાવે છે. વાળને મૂળથી સાફ કરે છે જેથી વાળને લગતી કેટલીક સમસ્યા દૂર થાય છે. લીમડાના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે વાળને ખરતા અટકાવવા માટે મદદરૂપ છે. લીમડાના પાંદડા વાળના રોમ અને તેના કાર્યોના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે અને તેનાથી વાળનો ગ્રોથ પણ ખુબ જ સારો થાય છે.લીમડામાં જંતુનાશક ગુણધર્મ હોય છે જેથી વાળમાં રહેલી જુ ને મારવાની ક્ષમતા છે. લીમડામાં વિભિન્ન પ્રકારના ફેટ વાળા એસિડ હોય છે જેવા કે લીનોલીક એસિડ, ઓલિક એસિડ અને સ્ટિયરીક એસિડ જે વાળને જાડા કરે છે અને ડ્રાય અને ડેમેજ વાળને શાયની બનાવે છે. તમે આ ઉપાય કરીને તમારા વાળને સુંદર બનાવી શકો છો. જો કે આ ઉપાય નેચરલી છે તેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી અને છતાં પણ આ રીત તમારા વાળ પર શુટ ન કરતી હોય તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી