આપણા રસોડામાં જ ઘણા બધા રોગોની ઔષધિ રહેલી છે, જે પોષક તત્વથી ભરપુર છે. તેમાંથી એક લસણ પણ છે. જી હાં મિત્રો, લસણનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, લસણનું તેલ વાળ, સ્કિન અને ઓરલ હેલ્થ માટે પણ લાભદાયી છે. તો આજે અમે તમને આ લેખમાં લસણના અનેક ફાયદા વિશે જણાવશું, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે.
લસણ ફાયદા (Garlic Benefits) : લસણના સેવનથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે, સાથે બીપીની સમસ્યા દૂર રહે છે. બ્લડ પ્રશેર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે એક ડિમેન્શિયાના ભય ઘટાડવામાં લસણ મદદગાર નીવડે છે. અમુક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, લસણમાં હાજર સલ્ફર નામનું યૌગિક અમુક પ્રકારની કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડેન્ટ એજિંગથી બચાવવામાં મદદ કરે છે.ડાયાબિટિસ હોવાના ખતરાની સાથે તેની સાથે જોડાયેલ જોખમથી પણ ડરવાની જરૂર નથી. કારણ કે લસણમાં રહેલા એન્ટી ડાયાબેટીક ગુણ તમને સ્વાસ્થ્યને લગતી દરેક સમસ્યાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ગુણ ડાયાબિટીસના જોખમ કારકોને નષ્ટ કરી અને તેને આગળ વધવાથી રોકવામાં મદદ કરે છે. તે સાથે તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરી શકાય છે. તેથી જો તમે ડાયાબિટીસથી બચવા માંગો છો તો લસણનું સેવન કરો.
આ રીતે તૈયાર કરો લસણનું તેલ : તેના માટે જરૂરી સામગ્રીમાં 6 નંગ લસણની કળીઓ, અડધો કપ ઓલિવ ઓઈલ.
રીત : લસણની કળીઓને છોલીને નાના ટુકડા કરી લો. હવે મોટી અને ઊંડી કડાઈમાં ઓલિવ ઓઈલ નાખીને તેમાં લસણની કળીઓ નાખી અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ધીમી આંચ પર અમુક મિનિટ સુધી ગરમ કરો, પરંતુ લસણ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. હવે ગેસ બંધ કરીને અમુક મિનિટ સુધી ઠંડુ કરવા રાખી દો. હવે તેલને ગાળી લો અને કાચની બોટલમાં કોઈ વાસણમાં સ્ટોર કરીને રાખો.વાળ માટે લસણનું તેલ ફાયદાકારક : અનેક રિસર્ચ દ્વારા સાબિત થઈ ચુક્યું છે કે, લસણ વાળ માટે ફાયદાકારક છે. લસણને તમે ભોજનમાં પણ ખાઈ શકો છો. તેનાથી વાળને લાંબા કરવામાં મદદ કરે છે. કાચા લસણમાં ઉચ્ચ માત્રામાં વિટામીન અને ખનિજ પદાર્થ જેવા કે વિટામિન બી 6 અને સી, મેંગેનીઝ તથા સેલેનિયમ હોય છે. તે વાળને સ્વસ્થ બનાવવા માટે જરૂરી હોય છે. લસણમાં માઇક્રોબિયલ-રોધી અને ફંગલ- રોધી ગુણ હોય છે. જે વાળ માટે લાભદાયી છે. તે કિટાણુ અને બેક્ટેરિયાથી લડીને માથા પરની ત્વચા એટલે કે સ્કેલ્પને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
વર્ષ 2016 માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લસણ કેરાટિનોસાઇટ્સને યુવી કિરણોથી બચાવે છે અને તેમાં એન્ટી-એજિંગ યોગિક પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, કેરાટિનોસાઇટ્સ કેરોટિન બનાવનારી ત્વચાની કોશિકાઓ હોય છે. આ કોશિકાઓ ત્વચાની ઉપરની પરત પર હોય છે. જેમાં સ્કેલ્પ પણ સામેલ છે. આ હેર ફોલિકલ્સમાં પણ હોય છે.વર્ષ 2007 માં થયેલા રિસર્ચ અનુસાર, એલોપેસિયા એરીટાથી ગ્રસ્ત જેમાં ઓછા વાળ કે ટાલ હોય ત્યાં લસણની પેસ્ટ લગાવવામાં આવે તો તે જગ્યાએ વાળનો વિકાસ ફરી શરૂ થઈ જાય છે. એટલે વાળ ઉગવા લાગે છે.
લસણના તેલથી એરોમાથેરાપી લઈ એલોપેસિયા અથવા વાળને ખરતા અટકાવે છે. તમારા માથાની ત્વચામાં રક્ત પ્રવાહમાં સુધારો આવે છે. લસણની અમુક કળીઓ લો અને તેને ક્રશ કરીને દહીંમા મિક્સ કરી લો. આ મિશ્રણને વાળ પર લગાવો.ત્વચા માટે લસણ લાભદાયી : લસણના અર્ક અને તેલમાં અનેક ગુણો રહેલા છે. જે એન્ટીબાયોટિક અને એન્ટિસેપ્ટિક દવાઓને વિકલ્પના રૂપમાં લસણના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. લસણનું તેલ ત્વચા સંબંધિત સ્થિતિઓ જેવી કે એક્ને, સોરાયસિસ, ફંગસ, ધાધર, કરચલી, ઇચિંગ જેવા લક્ષણોને ઠીક કરવા પર અસરકારક છે. એથલીટ ફૂટ અને ધાધર પર રોજ લસણનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
ઓરલ હેલ્થ માટે લસણનું તેલ : લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે ફંગસ, વાયરસ અને બેક્ટેરિયા રોધક જેવા ગુણોથી યુક્ત હોય છે. આ તત્વ પેઢા સાથે જોડાયેલી બિમારીઓથી લડવામાં મદદ કરે છે. દાંતમાં કિટાણુ પેદા થતા બેડ બેક્ટેરિયાનું એલિસિન થતા રોકે છે.તમે બે ચપટી હળદરમાં જરૂર પ્રમાણે લસણનું તેલ મિક્સ કરીને ટૂથપેસ્ટ બનાવી લો. આ ટૂથપેસ્ટથી દાંતોને સાફ કરવાથી દાંતમાં થતો દુઃખાવો, છારી બાજવાની સમસ્યા બેક્ટેરિયલ સંક્રમણથી લડવામાં મદદ મળે છે. હળદરમાં એન્ટી માઇક્રોબિયલ અને સોજો રોકવાના ગુણ હોય છે. દિવસમાં ઓછામાં ઓછા બે વખત લસણના તેલથી બ્રશ કરવાથી જનજનાહટની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી