મિત્રો તમે ખાંડનો ઉપયોગ તો કરતા જ હશો. તેમજ ખાંડનો વિશેષ ઉપયોગ તો આપણે ચા બનાવવા માટે રોજ કરીએ છીએ. તેમજ રસોઈ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. પણ ઘણી એવી વસ્તુઓ પણ છે જેનો આપણે રસોઈમાં પણ ઉપયોગ કરીએ જ છીએ સાથે તેના બીજા અનેક ઉપયોગ પણ હોય છે. આવી જ એક વસ્તુમાં ખાંડ છે, જેનો ઉપયોગ તમે સફાઈ કામ માટે પણ કરી શકો છો. તમે વિચારશો કે આ કંઈ રીતે બની શકે. ચાલો તો અમે તમને આ વિશે વિસ્તારથી જણાવી દઈએ. તો ચાલો જાણીએ સફાઈ માટે ખાંડનો ઉપયોગ કેમ કરવો.
સામાન્ય રીતે ખાંડનો ઉપયોગ ચા, કોફી તેમજ મીઠાઈ બનાવવા માટે કરીએ છીએ. આમ દરેક ઘરમાં રસોઈ ઘરમાં મળતી આ ખાંડનો ઉપયોગ તમે સ્કીન કેયર પ્રોડક્ટના રૂપમાં કરી શકો છો. પણ શું તમે તેના અન્ય ઉપયોગ વિશે ક્યારેય સાંભળ્યું છે ? જો તમને કોઈ એમ કહે કે, ખાંડનો ઉપયોગ તમે સફાઈ કામ માટે પણ કરી શકો છો. આ સાંભળીને નિશ્ચિત રૂપે તમે આશ્ચર્યચકિત થઈ જશો. પણ આ વાત સાચી છે. તમે તેનો ઉપયોગ ઘરને સાફ રાખવા માટે પણ કરી શકો છો. ચાલો તો ખાંડના આ પ્રયોગ અંગે જાણી લઈએ.
વાસણની સફાઈ માટે : અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હશે કે, મીઠાના પ્રયોગથી તમે ખુબ ઘાટા દાગ કાઢી શકો છો પણ વાસણને ચમકાવવા માટે તમે ખાંડનો પ્રયોગ પણ કરી શકો છો. આ માટે 4 મોટા ચમચા ખાંડ અને એક મોટો ચમચો બેકિંગ સોડાનું મિશ્રણ કરી લો. બંનેમાં અડધો કપ પાણી નાખી દો. આ મિશ્રણથી તમે વાસણની સફાઈ કરી શકો છો. તાંબા અને પિત્તળના વાસણ પણ તેનાથી ચમકી ઉઠે છે.
ચાંદીને ચમકાવો : ચાંદીનો સામાન જો કાળો પડી ગયો છે તો તેને ચમકાવવા માટે 3 ચમચી ખાંડમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. અને જે જગ્યાએ દાગ હોય ત્યાં આ મિશ્રણ લગાવો. ચાંદીના વાસણ કે જ્વેલરીને પણ તેનાથી સ્ક્રબ કરી શકો છો, અને આમ ચાંદી ચમકી ઉઠશે.
કાટના દાગ પણ તેનાથી સાફ થઈ જશે : જો તમારા કપડામાં લોખંડના કાટના દાગ પડી ગયા છે તો તમે એક વાટકામાં 2 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નીચોવી મિશ્રણ તૈયાર કરી લો. જે જગ્યાએ દાગ હોય ત્યાં આ મિશ્રણ લગાવો અને ઘસો. પછી થોડી વાર રહેવા દો. હવે તેને પાણીથી ધોઈ નાખો. દાગ ચાલ્યો જશે.
ફ્લોર ક્લીનીંગ : જો તમે તમારા ઘરના ફર્શને ચમકાવવા માંગો છો તો તે માટે પણ ખાંડનો ઉપયોગ કરી શકો છો. આ માટે અડધા કપ ખાંડમાં 2 ચમચી સિરકા મિક્સ કરો. અને આ મિશ્રણને પાણીમાં નાખીને તેનાથી પોતા કરો. તમારી લાદી ચમકવા લાગશે. તેમજ તેનાથી તમે રસોઈઘર અને ટોયલેટની ગંદી થઈ ગયેલી લાદીને પણ ચમકાવી શકો છો.
કપડાના દાગ દુર કરે છે : કપડા પણ લાગેલા ઊંડા દાગને પણ ખાંડની મદદથી સાફ કરી શકાય છે. આ માટે 2 ચમચી ખાંડમાં 1 ચમચી ટામેટાનું જ્યુસ કે પ્યુરી મિક્સ કરી લો અને તેમાં અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી લો. હવે તેને જે જગ્યાએ દાગ છે ત્યાં લગાવી લો. અને થોડીવાર પછી તેને સાફ કરી નાખો. પણ તેના ઉપયોગ પહેલા એ જોઈ લો કે તમારા કપડાનો રંગ તો ઉતરતો નથી ને. પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
આમ તમે ખાંડની મદદથી અનેક કપડા, વાસણ ચાંદી તેમજ ફર્શના દાગ દુર કરીને તેને ચમકાવી શકો છો. આથી આજે જ આનો ઉપયોગ કરી જુઓ.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…