મહિલાઓ પોતાના ઘરમાં વાસણ સાફ કરે છે. તેઓ વાસણને કોઈ કપડાથી દ્વારા ખસે છે અથવા તો અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ તે કરે છે. જો કે આજના સમયમાં મોટેભાગે મહિલાઓ સ્ક્રબર નો ઉપયોગ કરે છે. જે આપણને બજારમાં સરળતાથી મળી જાય છે. પણ અહી વાત એ છે કે આપણે ક્યાં પ્રકારના વાસણ માટે ક્યાં પ્રકારનું સ્ક્રબર વાપરવું જોઈએ. તે વાત પર ચર્ચા કરવાની છે.
જોકે ઘરમાં સ્ટીલના, પિત્તળના, પ્લાસ્ટીકના, કાચના, તાંબાના, એલ્યુમીનીયમના વગેરે વાસણો હોય છે. અને આપણે બધા પ્રકારના વાસણ માટે એક જ પ્રકારનું સ્ક્રબર વાપરીએ છીએ. પણ તમારે એ વાત જરૂરી છે કે ક્યાં પ્રકારના વાસણ માટે કેવા પ્રકારનું સ્ક્રબર વાપરવું જોઈએ. વાસણ ધોવાના સ્ક્રબર ઘણા પ્રકારના હોય છે. જણાવી દઈએ કે સ્ક્રબર આપણે વાસણ મુજબ યુઝ કરવા જોઈએ. આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યું સ્ક્રબર તમારા વાસણ માટે પરફેક્ટ છે.ખોટું પસંદ કરેલ સ્ક્રબર તમારા વાસણને પણ ખરાબ કરી શકે છે. એવામાં જ્યારે પણ તમે સ્ક્રબર લો છો તેનો ઉપયોગ બધા વાસણ પર ન કરવો. પહેલા જોઇ લો કે તે તમારા વાસણને ખરાબ તો નહીં કરે ને. સામાન્ય રીતે લોકો કિચનમાં એક કે બે પ્રકારના જ વાસણ ધોવાના સ્ક્રબરનો ઉપયોગ કરતાં હોય છે અને તેનાથી જ તેઓ રસોડાના બધા જ વાસણોને પણ ધુએ છે.
સ્ક્રબર તમને બીમાર પણ કરી શકે છે:- વાસણનો ઉપયોગ આપણા ઘરમાં ખૂબ વધારે થાય છે. એવામાં સાચું સ્ક્રબર પસંદ કરવું ખૂબ જરૂરી બની જાય છે, એવું એ માટે કારણ કે સ્ક્રબર તમને બીમાર પણ કરી શકે છે. સ્ક્રબરમાં રહેલ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ હોય છે.વાસણના પ્રકાર મુજબ પસંદ કરવું વાસણ ધોવાનું સ્ક્રબર:- સામાન્ય રીતે તમારા રસોડામાં સ્ટીલ, પ્લાસ્ટિક, લાકડા, તાંબા, કાચ જેવા વિભિન્ન ધાતુઓથી બનેલા વાસણ હોય છે. જેનો ઉપયોગ તમે અલગ અલગ પ્રકારના પકવાન બનાવવા અને ખાવાનું પીરસવા માટે કરતાં હશો. એ જ રીતે આ અલગ-અલગ પ્રકારના વાસણોને સ્વચ્છ રાખવા માટે અને ધોવા માટે અલગ-અલગ પ્રકારના વાસણ ધોવાનો કૂચો પસંદ કરવો જોઈએ.
લોઢાના વાસણ:- લોઢાના વાસણ પાણીના સંપર્કમાં આવવાથી તેમાં કાટ લાગી જાય છે. લોઢાના વાસણ સાફ કરવા માટે તમારે હંમેશા કઠોર બ્રશ વાળા સ્પંચની પસંદગી કરવી જોઈએ.સ્ટીલના વાસણ:- સ્ટીલના વાસણમાં ઘણી વખત કાટ લાગી જાય છે એવામાં તમે વિશેષ ધ્યાન રાખો કે સોફ્ટ સ્પંચ કે સ્ક્રબરની પસંદગી ન જ કરો તો સારું રહેશે. તે માટે તમારે કઠોર બ્રશ વાળું સ્ક્રબર જ રાખવું પડશે.
પ્લાસ્ટિકના વાસણ:- પાણીની બોટલ હોય કે લંચ બોક્સ. તે માટે મોટાભાગના લોકોની પસંદ પ્લાસ્ટિકના વાસણ જ હોય છે. જે અલગ-અલગ ડિઝાઇન અને અલગ-અલગ ક્વોલિટીમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. પ્લાસ્ટિકના વાસણ માટે તમે સોફ્ટ સ્પંચ બેસ્ટ સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો. તે તમારા વાસણને ખરાબ નહીં થવા દે.એલ્યુમિનિયમ, સ્ટીલ અને પિતળના વાસણ:- એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ સૌથી વધુ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે. એવામાં એલ્યુમિનિયમના વાસણ વારંવાર સાફ કરવાથી ખૂબ જલ્દીથી ઘડાઈ પણ જાય છે. જેનાથી એલ્યુમિનિયમના વાસણ ખૂબ જલ્દી ખરાબ તો થાય જ છે, સાથે જ તેની પરત રસોઈમાં મિક્સ થઈ શકે છે.
આ પ્રકારના વાસણ સાફ કરવા માટે તમે હાર્ડ સ્પંચ વાળા સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો. આમ તમારે વાસણનો પ્રકાર જોઇને તે પ્રમાણે સ્ક્રબર નો ઉપયોગ કરવો જોઈએ. નહિ તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન પણ પહોચાડી શકે છે. વાસણને સાફ રાખવા એ પણ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી