બજાર નીચે જઈ રહ્યું છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. અમેરિકા કેન્દ્રીય બેન્ક (યુ.એસ ફેડ) દ્વારા વ્યાજ દરમાં આક્રમક રૂપે વધારાની બીકે ચાલતા વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ જોવા મળ્યું. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદી સૂચક આંક સેન્સેક્સ 767 અંકના ઘટાડા સાથે 57,424.07 પર ખુલ્યું.
શરૂઆતી કારોબારમાં પણ આ ઘટાડો બનેલો જ રહ્યો. જોકે બજારમાં ઘટાડાની વચ્ચે પણ એક સ્ટોક રોકેટ બનેલો છે. આ સ્ટોક પોતાના અપર સર્કિટ પર લાગેલો છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટ ફોલિયોમાં પણ આ સ્ટોક સામેલ રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ આના વિશે.1) જાણો કયો છે શેર:- આજે શેર બજાર નબળું હોવા છતાં રાકેશ ઝુનઝુનવાલા ના સમર્થન વાળો ડીબી રીયલ્ટી શેરો એ અપર સર્કિટને અસર કરી છે. સોમવારે ડીબી રીયલ્ટી નો શેર 108 રૂપિયા પર ખુલ્યો. ત્યારબાદ આ 5 ટકા વધીને 113.15 ના પોતાના અપર સર્કિટ પર પહોંચી ગયો. શુક્રવારે, ડીબી રિયલ્ટીએ તેની પેટાકંપની ડીબી મેનના સંપૂર્ણ સંપાદન વિશે ભારતીય શેર બજાર ને જાણ કરી હતી, જેમાં કંપની પાસે પહેલેથી જ 91 % ભાગીદારી હતી. હવે ‘ડીબી મેન’ એ ‘ડીબી રિયલ્ટી’ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
2) ડીબી રિયલ્ટીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી:- એપ્રિલથી જૂન 2022ના સમયગાળા માટે ડીબી રિયલ્ટી શેરધારક પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલાએ તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના નામે આ રિયલ એસ્ટેટ કંપનીમાં રોકાણ કર્યું હતું. જૂન ત્રિમાસિક ના શેરધારક ના પેટર્નમાં, રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 50 લાખ શેર અથવા કંપનીમાં 1.73 ટકા ની ભાગીદારી હતી. રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાની ભાગીદારી સ્થિર રાખી હતી કારણ કે રેખા ઝુનઝુનવાલાની પાસે જાન્યુઆરીથી માર્ચ 2022 ત્રણ માસ માટે કંપનીના શેર ધારક પેટર્નમાં 50 લાખ ડીબી રીયલ્ટી શેર હતા.3) રોકાણકારોને આપ્યું જોરદાર વળતર:- રેખા ઝુનઝુનવાલાની માલિકીના આ શેરે દર વર્ષ ના (YTD) સમયમાં શેરધારકોના નાણાં બમણા કર્યા છે. ડીબી રિયલ્ટી શેર ની કિંમત લગભગ 49 રૂપિયાથી વધીને આજે 113.15 ના સ્તર પર પહોંચી ગઈ છે, જે 2022 માં લગભગ 130% ની વૃદ્ધિ નોંધવામાં આવી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી