રસોડામાં વઘારથી, ગંદી અને ચીકણી થયેલી બારીની ગ્રીલ, કાંચ, ટાઈલ્સ, પંખો, વગેરે થઈ જશે એકદમ સાફ, લગાવો ફક્ત આ એક વસ્તુ. ઓછી મહેનતે થઈ જશે નવા જેવું ક્લીન.

રસોડાની સાફ-સફાઈ પર લગભગ દરેક જણ ધ્યાન આપે છે. ખાસ કરીને મહિલાઓ રસોડાની સફાઈ નિયમિત સમય પર કરતી  હોય છે કારણ કે તેમનો વધુ સમય રસોડામાં જ પસાર થાય છે. મહિલાઓ ગેસ, બારી, જાળી, વાસણ વગેરે સિવાય ટાઇલ્સની સફાઈ નિયમિત રૂપે કરતી હોય છે. પરંતુ રસોડામાં એવા અનેક ભાગ હોય છે જેને સાફ કરવા ખૂબ જ જરૂરી હોય છે. 

જમવાનું બનાવવાના કારણે રસોડાની બારીની ગ્રીલ પર ગંદકીનો એક મોટો થર જામી જાય છે. જેને ઘણી બધી મહિલાઓને સાફ કરવામાં મુશ્કેલી થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી કેટલીક ટિપ્સ અને હેક્સ જણાવીશું જેને ફોલો કરીને તમે રસોડાની બારીની ચીકણી ગ્રીલને સરળતાથી સાફ કરી શકો. તો આવો જાણીએ.1) સૌથી પહેલા કરો આ કામ:- રસોડાની બારીની ગ્રીલને સાફ કરતા પહેલા તમારે એક બે ટિપ્સને ફોલો કરવી જોઈએ.જેમ કે સૌથી પહેલા એક સ્પ્રે બોટલમાં પાણી ભરી લો. ત્યારબાદ ગ્રીલ પર તેનો છંટકાવ કરી દો, અને દસ મિનિટ બાદ કપડાથી લૂછી લો. તેનાથી ગ્રીલ પર ચોટેલી ધૂળ માટી સાફ થઈ જશે.

2) બેકિંગ સોડા:- જમવાનું બનાવવા કે ઘરની સફાઈમાં તમે એકવાર નહીં પરંતુ અનેકવાર બેકિંગ સોડા નો ઉપયોગ કર્યો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ચીકણી ગ્રીલ ને પણ સરળતાથી સાફ કરી શકે છે. આના ઉપયોગથી લોખંડની ગ્રીલમાં લાગેલી કોઈપણ પ્રકારના કાટને પણ સરળતાથી સાફ કરે છે.ફોલો કરો આ સ્ટેપ.સૌથી પહેલા બે કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને ગ્રીલ પર છંટકાવ કરો. લગભગ 10 મિનિટ માટે છોડી દો. દસ મિનિટ બાદ સેન્ડ પેપર થી ઘસીને સાફ કરી લો અને પાણીથી ધોઈ લો. તમે જોશો કે બારીની ગ્રીલ પહેલાની જેમ ચમકી રહી છે.

3) બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોક્સાઈડના મિશ્રણનો કરો ઉપયોગ:- બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઈડના મિશ્રણને તમે કિચન ટાઇલ્સ, કિચન સીંક વગેરે સાફ કર્યા સિવાય ચીકણી બારીની ગ્રીલને પણ સરળતાથી સાફ કરી શકો છો.

તેના માટે ફોલો કરો આ સ્ટેપ:- તેના માટે એક લીટર પાણીમાં બે ચમચી બેકિંગ સોડાને નાખીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં એક ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ ને પણ નાખીને મિક્સ કરી લો અને તેને સેટ થવા માટે થોડીવાર માટે છોડી દો. દસ મિનિટ બાદ સ્પ્રે બોટલમાં ભરીને બારીની ગ્રીલ પર છંટકાવ કરો અને થોડીવાર પછી ક્લિનિંગ બ્રશથી સાફ કરી લો. આનાથી બારીમાં લાગેલો કાટ પણ સાફ થઈ જાય છે.4) આ વાતોનું રાખો ધ્યાન:- લગભગ એવું જોવા મળે છે કે અનેક ઘરોમાં બારીની ગ્રીલ લોખંડની હોય છે. એવામાં પ્રયત્ન કરવો કે ગ્રીલ પર વધારે પાણી ન પડે કારણ કે તેનાથી લોખંડમાં ખૂબ જ ઝડપથી કાટ લાગે છે. ઘણા ઘરોમાં જોવા મળે છે કે ગેસને બારીની સામે જ રાખવામાં આવે છે. એવામાં તેલ, શાક વગેરેના ડાઘા લાગવાના કારણે ગ્રીલ ચીકણી થઈ જાય છે.

એવામાં ગેસને બારીથી થોડો દૂર રાખવો. તેમજ આ ઉપાયથી તમે રસોડાની ગંદી થયેલી ટાઈલ્સ, પંખો, કાચની બારીને પણ સાફ કરી શકો છો. તેમજ લોખંડની ગ્રીલ હોય તો અઠવાડિયામાં એકથી બે વાર બારીની સફાઈ જરૂર કરવી જોઈએ. તેનાથી કાટ લાગવાનો ડર નથી રહેતો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment