મિત્રો, તમે ફળ કે શાકભાજી તો ઘરે ધોઈને જ ખાતા હશો. કારણ કે અત્યારે અથવા તો ગમે ત્યારે ફળ કે શાકભાજી હંમેશા ધોઈને જ ખાવા જોઈએ. પરંતુ શું તમે એ જાણો છો કે આ ફળો અને શાકભાજીને ધોવા છતાં પણ તેમાં રહેલ કીટનાશક દવાનું પ્રમાણ રહી જાય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો.
ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ પરંતુ જો તેમાં રહેલ આ કીટનાશક દવાનું પ્રમાણ વધુ હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. તેથી ક્યાં ફળોમાં કે શાકભાજીમાં કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાનું પ્રમાણ રહેલ છે અને તેને તમે કેવી રીતે દુર કરી શકો છો, તેના અંગે એક ખુબ જ ઊંડાણ પૂર્વકની શોધ કરવામાં આવી. બજારમાં વહેંચાતા કોઈ પણ ફળ કે શાકભાજીમાં જંતુનાશક દવાનું પ્રમાણ હોય જ છે. જેને તમે જો સતત 15 સેકંડ માટે પણ વહેતા પાણીમાં ધોવો તો પણ તેમાં રહેલ દવાનું પ્રમાણ નથી જતું. તો પછી આપણે ફળ કે શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ કે નહિ ? આ પ્રશ્ન ઉદ્દભવે છે. આ મતે ખુબ રીસર્ચ કર્યા બાદ એ જાણી શકાયું છે કે ફળ અને શાકભાજીમાંથી કેવી રીતે જંતુનાશક દવાને દુર કરી શકાય.
આજે દુનિયામાં વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે ફળ અને શાકભાજીમાં દવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી લોકોને ખોરાકની જરૂરિયાત પૂરી પાડવા માટે ખેતરોમાં ફળ કે શાકભાજી ઉગાડવા માટે દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવા જંતુઓને તો નાશ કરે જ છે, પરંતુ સાથે સાથે તે જંતુનાશક દવા માણસના પેટમાં જવાથી તેને પણ નુકસાન કરે છે.
આમ ફળ અને શાકભાજીમાં જંતુનાશક દવા પેટમાં જવાથી માણસને ઘણા પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે. જેવી કે ફ્રુડ પોઈઝન, હોર્મોન્સમાં ફેરફાર, સ્કીન પ્રોબ્લેમ, હેર ર્પ્રોબ્લેમ, મગજ, કીડની, હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ફળો અને શાકભાજીમાંથી જંતુનાશક દવાને કાઢવી ખુબ જરૂરી છે. તેના માટેનો એક ખાસ ઉપાય છે જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું.
તમે કોઈ પણ જગ્યા કે પછી શાક માર્કેટમાં ખરીદી કરવા જાવ છો, તેમાં મુખ્યત્વે 3 પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી પહેલું છે Ripening agents, જે મોટાભાગે કેળા કે કેરી જેવા ફળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સમાન્ય રીતે આ agents નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, તેનાથી ફળો જલ્દી પાકી જાય અને સિઝન પહેલા જ આ ફળો માર્કેટમાં આવવા લાગે.જ્યારે બીજા પ્રકારના કેમિકલ agents માં આવે Coating agents. આ agents નો ઉપયોગ સફરજન, દ્રાક્ષ અથવા તો બધા જ પ્રકારના વિદેશી ફળોમાં તેનો ઉપયોગ થાય છે. આ agents નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે, જેથી કરીને આ ફળોને ટ્રાન્સપોર્ટ કરવામાં લગતા સમયમાં તે તાજા રહી શકે. અને ત્રીજો agents છે pesticide. જે ખુબ જ ખતરનાક કેમિકલ છે. આ agents નો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે એક કે તેને વૃક્ષની નીચે જ નાખવામાં આવે છે. જેના કારણે તે વૃક્ષના પાન, ફળ અને જડ સુધી પહોંચી જાય. જ્યારે બીજી રીત ખુબ જ ખતરનાક છે. જેને ફળ કે શાકભાજીની ઉપર જ છાંટવામાં આવે છે. આ બધા કેમિકલથી બચી શકાય છે. એ માટે જરૂરી છે કે તમે સિઝન પહેલા કોઈ પણ ફળ કે શાકભાજી ન ખાવો. જે સીજનમાં જે ફળ કે શાક આવે તેનો જ ઉપયોગ કરો. તેમજ બને ત્યાં સુધી વિદેશી ફળ કે શાક ઓછું ખાવો. આ રીતે તમે ભારતીય ખેડૂતની પણ મદદ કરી શકો છો. તેમજ દેશી વસ્તુઓની માંગ પણ વધશે.
ફળ કે શાકભાજીમાંથી જંતુનાશક દવાને દુર કરવા માટેનો સૌથી સહેલો ઉપાય એ છે કે, તમે જ્યારે પણ બજારમાંથી ફળ કે શાકભાજી લાવો છો તેને પહેલા તો એક મોટા વાસણમાં કાઢી લો. પછી તેમાં પાણી ભરી લો. હવે તેમાં એક ચમચી જેટલો બેન્કિંગ સોડા નાખો. ત્યાર બાદ તેને 15 થી 20 મિનીટ સુધી એમ જ રહેવા દો. હવે તેને ચોખા પાણીથી સારી રીતે ધોઈ નાખો. આમ બેન્કિંગ સોડાના ઉપયોગથી ફળ કે શાકભાજીમાં રહેલ pesticide 98% જેટલો નાશ પામે છે. જે ખુબ જ કારગર ઉપાય સાબિત થાય છે.
આમ આ સૌથી સહેલો અને સસ્તો ઉપાય છે પરંતુ આ સિવાય પણ ઘણી રીતે પણ ફળ કે શાકમાંથી pesticide દુર કરી શકાય છે. જ્યારે પણ શાકમાં કોબી કે ડુંગળીનો ઉપયોગ કરો છો ત્યારે તમારે તેમનું ઉપરનું પડ કાઢી નાખો. પછી જ તેને બેકિંગ સોડાના પાણીમાં નાખો. આ સિવાય જ્યારે તમે કોઈ એવા ફળને ખાવાના છો જેની છાલનો ઉપયોગ તમે નથી કરવાના તો તમારે પહેલા તો તેની છાલ કાઢી પછી બેન્કિંગ સોડામાં નાખો અને પછી તેને ખાઈ શકો છો. જ્યારે તમે કોઈ સબ્જીને ખાવો છો તેને પહેલા તો સારી રીતે ગેસ પર ચડાવીને ખાઈ શકો છો. કારણ કે મોટાભાગના જંતુનાશકો સબ્જી ચડવામાં ઉડી જતા હોય છે. જો કે કોઈ પણ ફળ અકે શાકમાંથી 100% pesticide કાઢી નથી શકાતું પણ આ રીતે ઘણી હદ સુધી તેમાંથી કાઢી શકાય છે.
આ ઉપરાંત ઘણા એવા ફળો પણ છે, જેના પણ ખુબ વધુ પ્રમાણમાં pesticide નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કેરી. કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ બજારમાં કેરી આવવા લાગે છે. આ સિવાય કેળાની જરૂરત પૂરી કરવા માટે તેના પર પણ વધુ પડતા pesticide નો ઉપયોગ કરવામાં આવે છે. તેની સામે ઘણી એવી શાકભાજી પણ છે જેમાં પણ pesticide નો ખુબ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જમીનમાં ઉગતી શાકભાજી ડુંગળી, બટેટા, શક્કરીયા વગેરેમાં pesticide નો ઉપયોગ બહુ ઓછો થાય છે. આ સિવાય લીલા શાકભાજી જેવી કે વિવિધ મેથી, પાલક અને તાંજોરમાં pesticide નો ઓછો ઉપયોગ થાય છે.
આમ તમે બને ત્યાં સુધી સીજાનનું જ ફળ કે શાકભાજી ખાવાનો આગ્રહ રાખો. વિદેશી ફળ કે શાકનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો. ડુંગળી કે કોબી અથવા ફળની ઉપરની છાલ કાઢીને બેકિંગ સોડામાં નાખો, શાકને બનાવતી વખતે તેને ઉપરથી ઢાંકવું નહિ. જે ફળ કે શાકમાં pesticide નો ઓછો ઉપયોગ થાય તેવો ઉપયોગ કરો. આ સિવાય તમે ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ કરી શકો છો.