મિત્રો, તમે જાણો જ છો કે આપણી સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 59 જેટલી ચાઈનીઝ એપ પર સંપૂર્ણ બંધ કરાઈ છે. આમ ભારત દ્વારા લેવાયલ આ પગલાથી ચીન ખુબ જ ભડકી ઉઠ્યું છે. જેની જાણકારી આપણને ચાઈનીજ મીડિયા દ્વારા મળે છે. જ્યાં ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો છે, તો બીજી બાજુ હવે લોકો દ્વારા ચાઈનીજ વસ્તુઓનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે.
આમ આપણે સરહદ પર ભલે ન જઈ શકીએ, પરંતુ ઘરમાં રહીને તેમાં પણ પોતાના મોબાઈલ દ્વારા જ આપણે દુશ્મન સામે લડી શકીએ છીએ. આમ કરવાથી સરહદ પર રહેલા આપણા જવાનોની હિંમત પણ વધશે. તો મિત્રો, રાષ્ટ્રના રક્ષણ માટે તેમજ દુશ્મનોને જવાબ આપવા માટે તમે પણ આજે જ પોતાના મોબાઈલમાંથી ચાઈનીજ એપ ડીલીટ કરી નાખો.
ભારતે ચીનને સબક શીખવાડવા માટે દેશમાંથી આખી દુનિયામાં જે સૌથી વધુ પ્રખ્યાત છે તેવી એપ ટીકટોક સહીત કુલ 59 જેટલી એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ ભારતના આ નિર્ણયથી ચીન ખુબ જ ગભરાઈ ગયું છે. આમ ચાઈનીઝ એપ ભારતમાં બંધ થવાથી ભલે ત્યાંની જિંગપીંગ સરકારે કોઈ રીએક્શન ન આપ્યું હોય, પરંતુ ચીનના મીડિયા જરૂરથી પ્રતિક્રિયા આપી છે. ચીન સરકારના ન્યુઝપેપર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના રીપોર્ટ અનુસાર ભારત પણ અમેરિકાની જેમ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને અમેરિકાની જેમ જ બહાનું શોધે છે. આ સિવાય ન્યૂઝપેપરમાં એવું પણ કહ્યું છે કે, આ રીતે માંલવેયર, ટ્રોજન હોર્સ, રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો બતાવવો એ એક બુદ્ધિહીન વાત છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, અમેરિકાએ પણ આવી જ રીતે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે ભારતના આ પગલાનો જવાબ આપતા ચીની મીડીયાએ એવું કહ્યું કે, આમ કરવાથી ભારતની અર્થવ્યવસ્થા પર જ અસર થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર પણ કોમેન્ટ આવવા લાગી છે અને લોકો પણ ખુબ આનંદ સાથે કોમેન્ટ શેર કરે છે. જ્યારે ટીકટોકના પ્રમુખે એમ પણ જણાવ્યું કે ‘અમે આદેશનું પાલન કરી રહ્યા છીએ, સાથે અમે સરકારી એજન્સીઓને પણ મળી રહ્યા છીએ, જેથી કરીને અમે અમારી સફાઈ આપી શકીએ.
આ સિવાય ટીકટોકના પ્રમુખે પોતાની સફાઈમાં એવું પણ કહ્યું કે, ટીકટોક ભારત સરકારનું સમ્માન કરે છે. અમે ક્યારેય કોઈ પણ ભારતીય લોકોનો ડેટા ચીની સરકારને આપ્યો નથી, ન ક્યારેય કોઈ અન્ય દેશને આપ્યો છે. ટીકટોકે સમગ્ર ભારતમાં એક લોક તાંત્રિકનું કામ કર્યું છે. તે ભારતનું કુલ 14 ભાષામાં ઉપલબ્ધ છે. જો અમને કોઈ પણ વ્યક્તિનો ડેટા આપવાનું કહેવામાં આવે તો પણ અમે એ નહિ કરીએ. લાખો-કરોડો લોકો ટીકટોકનો યુઝ કરે છે. જ્યારે કંપનીનો એવો દાવો પણ છે કે ઘણા લોકો તો ઈન્ટરનેટને પહેલી વખત યુઝ કરી રહ્યા છે.
જ્યારે એક બાજુ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાગ્યો છે તો બીજી બાજુ લોકો સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા એવા સવાલો પણ પૂછી રહ્યા છે કે ટીકટોક પર પ્રતિબંધ લાગ્યો છે તો હજી પણ પ્લે સ્ટોરમાં તે કેમ દેખાય છે. હજુ પણ લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા છે. તો પછી તેના પણ પ્રતિબંધ કેમ લાગ્યો છે?જ્યારે ભારતે આ નિર્ણય લીધો તેના પર ટીકટોકના એક પ્રવક્તા એ કહ્યું છે કે, ભારતે 59 ચાઈનીઝ પર અંતરિમ પ્રતિબંધ લગાડ્યો છે. બાઈટડાન્સના માત્ર 2000 લોકો જ ભારતમાં નિયમોને અનુસાર ચાલી રહ્યા છે. જ્યારે ઘણી ભારતીય કંપનીઓએ ભારત સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જ્યારે અન્ય એક કંપનીએ એવું જણાવ્યું છે કે ભારતનું આ પગલું તેના માટે બજાર ખોલી દેશે. જ્યારે ભારતીય સોશિયલ નેટવર્ક શેયરચેટ એ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આમ ભારતમાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાગવાથી ચાઈનીઝ સરકાર ખુબ જ પરેશાન થઈ ગઈ છે. જેની જાણકારી ચીની મીડિયા દ્વારા સાફ-સાફ નજર આવે છે.