15 કરોડના આ ભેંસાને લોકો જુવે છે ખુબ જ આશ્ચર્યથી.. તે પીવે છે 1 કિલો ઘી અને ખાય છે બદામ.

દુનિયાની અવનવી વાતો જાણીને સામાન્ય રીતે આપણને આશ્વર્ય થાય. પરંતુ આ દુનિયામાં ક્યારેક એવી વાતો સામે આવતી હોય છે કે જેને જાણીને આપણને સામે હોવા છતાં પણ વિશ્વાસ ન આવે, કે દુનિયામાં આવું પણ બની શકે ! તો આજે અમે તમને એક એવી જ આશ્ચર્ય પમાડે તેવી વાત જણાવશું. મિત્રો, એક એવો ભેંસો છે, જે 1 કિલો ઘી પી જાય છે અને બદામ પણ ખાય છે. પરંતુ સૌથી વિસ્મય પમાડે તે વાત તો એ છે કે આ ભેંસો પૂરા 15 કરોડનો છે. ચાલો તો જાણીએ આ 15 કરોડના ભેંસા વિશે વિસ્તારથી.

આ વાત સાંભળી તમને નવાઈ લાગશે, પરંતુ આ વખતે રાજસ્થાનના પુષ્કર નામા ગામમાં વિશ્વના સૌથી મોટા પશુઓના મેળામાં એક ભેંસો ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ભેંસાનું નામ ભીમા છે. આ સિવાય મળતી માહિતી મુજબ આ ભેંસાની કિંમત આશરે 15 કરોડ હોવાનું જણાય રહ્યું છે. તેનું કારણ એ છે કે 6 વર્ષમાં આ ભેંસાનું કદ સારું એવું થઈ ગયું છે. તેના કદ અને તેની કાઠીના કારણે તેની આટલી તગડી કિંમત આંકવામાં આવે છે. જ્યારે તેના માલિક જવાહર જહાંગિરે ભેંસા વિશે જણાવ્યું હતું કે, મુરા જાતિના આ ભેંસાનું વજન આશરે 1300 કિલો જેટલું છે. દર મહિને તેના ખાવા-પીવાની કિંમત લગભગ 1.25 લાખ રૂપિયા થઈ જાય છે. જેને ખુબ જ ચાવચેતી સાથે સાચવવો પડે છે. તેની દરેક સારસંભાળ બારીકી સાથે કરવામાં આવે છે.

આ ઉપરાંત ભેંસાના માલિકે કહ્યું હતું કે, જો કોઈ ભીમાનો આહાર સાંભળશે તો તે ભાગ્યે જ તેના ખોરાક વિશે માનશે. કેમ કે તે દરરોજ લગભગ એક કિલો ઘી, અડધો કિલો માખણ, મધ, દૂધ અને કાજુ-બદામ જ ખાય છે. તેના આવા ભારે ખોરાક પર તેની કિંમત લગભગ 1.25 લાખ રૂપિયા રાખવામા આવી છે. આ સિવાય તેમાં એક કિલો સરસવના તેલથી માલિશ પણ કરવામાં આવે છે.

તેના વિશે જાણવા મળતી વધુ માહિતી અનુસાર 4 લોકો તેની સંભાળ લેવામાં રોકાયેલા છે. ભીમો 6 વર્ષનો છે અને આ ઉંમરે આ ભેંસો અન્ય ભેંસાની તુલનામાં ઘણી મોટો અને ખાસી ઊંચાઈ મેળવી ચૂક્યો છે. આ ભેંસાની હાઇટ લગભગ 6 ફૂટ અને લંબાઈ 14 ફૂટ છે. જે દેખાવમાં ખુબ જ વિશાળ લાગે છે. ખરેખર, આ ભેંસાનો ઉપયોગ ભેંસની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે થાય છે. જેથી કરીને વધુ દૂધ દેવાવાળી ભેંસની ઉત્પતિ થઈ શકે. તેથી, આ ભેંસાની કિંમત 15 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment