મિત્રો આજે ટેકનોલોજી ખરેખર ખુબ જ આગળ વધી ગઈ છે. પરંતુ આજે અમે તમને એક એવી અદ્દભુત વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી જશો. મિત્રો લગભગ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેના શરીરને તુરંત તેના ધર્મ પ્રમાણે વિધિ કરવા આવે અને તેનો નિકાલ કરવામાં આવે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિનું મસ્તક 176 વર્ષથી બોટલમાં બંધ છે. મિત્રો જાણીને આપણને આશ્વર્ય થાય, કેમ કે વ્યક્તિ મૃત્યુ બાદ 24 કલાકમાં માનવ શરીર મુવ ન થઇ શકે. પરંતુ આ વ્યક્તિનું મસ્તક તો 176 વર્ષથી એક જ બોટલમાં બંધ જોવા મળે છે. તો ચાલો જાણીએ આખી વાત.
એક આદમીનું કાપેલું મસ્તક છેલ્લા 176 વર્ષથી બોટલમાં બંધ છે. જાણીને કોઈ પણ વ્યક્તિને નવાઈ લાગે, પરંતુ આ વાત એકદમ સત્ય અને હકીકત છે. પોર્ટુગલ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતો diago alves (ડાયગો) નામના એક વ્યક્તિનુંમસ્ત છેલ્લા 176 વર્ષથી બોટલમાં એક કેમિકલ સાથે સંભાળીને રાખવામાં આવ્યું છે.diago alves નો જન્મ 1810 માં થયો હતો. તે મૂળ રૂપે સ્પેનનો રહેવાસી હતો, પરંતુ નોકરીની તલાશમાં તે પોર્ટુગલના એક શહેરમાં આવ્યો. પરંતુ તેને નોકરી ન મળી. તે બેરોજગાર રહેવા લાગ્યો અને ખુબ જ પરેશાન પણ રહેવા લાગ્યો. ત્યાર બાદ તેણે અપરાધની દુનિયામાં પગ મુક્યો.
ત્યાર બાદ Diago ખુબ જ મોટો ખૂંખાર અપરાધી બન્યો. તેણે ઘણા લોકો પર લુંટફાટ કરી અને ઘણા લોકોના મૃત્યુ પણ કરી નાખ્યા. ત્યાર બાદ એક બાદ એક ગુના કરવા લાગ્યો અને Diago સીરીયલ કિલર બની ગયો. પરંતુ Diago મોટા ભાગે કિસાનને જ શિકાર બનાવતો હતો. જ્યારે કોઈ કિસાન પોતાનો સમાન બજારમાં વહેંચીને ઘરે પરત ફરતો હોય ત્યારે ડાયગો તેને રસ્તામાં જ લુંટી લેતો અને તેનું મૃત્યુ પણ કરી નાખતો. ત્યાર બાદ તે લાશોને નદીમાં ફેંકી દેતો.
જ્યારે કિસાનોની ગાયબ થવાની સંખ્યા વધવા લાગી તો પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવું સામે આવ્યું કે કોઈ સીરીયલ કિલર કિસાનોની હત્યા કરીને તેની લાશોને નદીમાં ફેંકી દે છે. પોલીસે જ્યારે હત્યારાની તલાશ શરૂ કરી ત્યાર ડાયગો હરકતમાં આવ્યો. પરંતુ ત્યારે ડાયગો સમજી ગયો હતો કે પોલીસ હવે ગમે ત્યારે તેની પાસે આવી શકે છે.
તેવામાં ડાયગો લગભગ ત્રણ વર્ષ માટે અન્ડર ગ્રાઉન્ડ થઇ ગયો. ત્રણ વર્ષ બાદ મામલો થોડો ઠંડો પડી ગયો ત્યારે ડાયગોએ ફરી લુંટફાટ અને હત્યાના કારનામાં શરૂ કરી દીધા. પરંતુ આ વખતે તેણે એક ભૂલ કરી નાખી. તેણે એક ડોક્ટરની હત્યા કરી નાખી અને પોલીસના હાથમાં આવી ગયો. પોલીસે તેને પકડી પણ લીધો અને કોર્ટ દ્વારા તેને ફાંસીની સજા પણ આપી દેવામાં આવી.
તે દિવસોમાં ડાયગો ખુબ જ ચર્ચામાં હતો. એટલા માટે અમુક વૈજ્ઞાનિકોએ કોર્ટને અપીલ કરી કે, તેને ડાયગોનું મસ્તક કાપીને આપી દેવામાં આવે. તેનાથી તેના મગજ પર અમુક રીચર્સ કરવામાં આવે. તેના મગજ પર રીચર્સ કરીને એ જાણવામાં આવે કે તે કેટલો ક્રૂર હતો અને શા માટે હતો. આ બાબતને લઈને કોર્ટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી અને Diago નું મસ્તક કાપીને વૈજ્ઞાનિકોને આપી દેવામાં આવ્યું. તેનું મસ્તક આજે પણ University of Lisbon માં જોવા મળે છે. જેને આજે 176 વર્ષ થયા છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google