જ્યારે કોઈ ઉપરી અધિકારી તેની નીચેના માણસ પર દંડ ફટકારે તે તો સમજી શકાય છે, પરંતુ જો કોઈ ઉપરી અધિકારી પોતાને જ દંડ આપે તો આપણને થોડું આશ્ચર્ય થાય છે. તો આજે અમે તમને એક એવી ઘટના અંગે વાત જણાવશું. જ્યાં એક ઉપરી અધિકારીએ પોતાને જ દંડ આપ્યો અને તેથી વિશેષ એ છે કે તેની પાછળ રહેલું કારણ ખુબ જ રસપ્રદ છે. તો આજે આ લેખમાં તમને તેના વિશે ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ શા માટે અધિકારીએ ખુદને જ દંડ આપ્યો.
જો કોઈ કલેક્ટર તેના કર્મચારીઓ પર દંડ આપે તો તે સમજી શકાય તેવું છે, પરંતુ જો કલેક્ટર કર્મચારીઓની સાથે સાથે પોતાની જાત પર પણ દંડ આપે તો આ બાબત સમજણથી બહાર છે. તો ચાલો જાણીએ આખી ઘટનાની વાસ્તવિકતા વિશે.
આગળ વાત કરીએ તો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કલેક્ટર અજયશંકર પાંડેએ તેના કર્મચારીઓને અને પોતાને એમ સામૂહિક રીતે પાણીના કચરા માટે 10,000 રૂપિયા દંડ ફટકાર્યો છે.
કલેક્ટર કચેરીમાં પાણીની ટાંકી ભરાઈ ગઈ હતી, ત્યાર બાદ કલેક્ટરને પાણી પડતા અવાજ સંભળાયો હતો. જ્યારે કલેક્ટર પૂછ્યું કે આ પાણીની ટાંકીમાથી પાણી કેટલા સમયથી વહી જતું હતું. કલેક્ટરે આ સવાલ પૂછતા જ ત્યાંના કર્મચારીઓએ કહ્યું કે છેલ્લી 10 મિનિટથી, પછી વેડફાઇ રહ્યું હતું. ત્યારબાદ કલેક્ટર અન્ય કાર્યવાહી કરી અને પાણીનો બગાડ કરવા બદલ કર્મચારીઓને અને પોતાને દંડ ફટકારી દીધો હતો.
ચાલો અમે તમને આગળ જણાવી દઈએ કે, કલેક્ટર અજયશંકર પાંડે સમયના ખુબ જ નિયમિત અને ચુસ્ત અધિકારી છે. તે પોતે જ પોતાની ઓફિસ સાફ કરે છે. આ સાથે તેઓ સવારે 9:30 વાગ્યે ઓફિસ પણ પહોંચી જાય છે. પોતાના કામને લઈને ખુબ જ સજાગ રહે છે.
અજયશંકર પાંડે રાબેતા મુજબ સમયસર તેમની ઓફિસે પહોંચ્યા. પછી પોતાની ઓફિસ સાફ કર્યા પછી, તેઓ રેસ્ટરૂપ પર પહોંચ્યા. જ્યાં તેઓએ પાણી પડવાનો અવાજ સંભાળ્યો. તેમણે ત્યાં ઉપસ્થિત ઓફિસના અન્ય કર્મચારીઓને બોલાવીને પૂછ્યું કે આ અવાજ ક્યાંથી આવે છે ?આ અંગે ઓફિસના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, બાકીના ફોર્મની પાછળ પાણીની ટાંકી ભરેલી છે અને તે ઓવરફ્લો થઈ ગઈ છે. જેના પર કલેક્ટર અજયશંકર પાંડે એ પૂછ્યું કે, તે ક્યારે ઓવરફ્લો થઈ છે. ત્યારે એમ કહેવામાં આવ્યું કે લગભગ 10 મિનિટથી ઓવરફ્લો થઈ છે.
ત્યારબાદ કલેક્ટર અને કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને (કચેરીમાં બેઠેલા અધિકારીઓ) પાણીનો બગાડ જોતાં જ સામૂહિક રૂપે 10,000 ની ગણતરી કરી દંડ ફટકાર્યો હતો. એમ પણ કહ્યું કે, પાણીનો ઓવરફ્લો 1 મિનિટનો હોય કે 1 કલાકનો એ એક જ બાબત છે. આથી દરેકે દંડ ચૂકવવો પડશે, જેમાં કોઈ બહાનું નહીં ચાલે.
આ સાથે જ કલેક્ટર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, જળસંચય કલેક્ટર કચેરીમાં બેઠેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી છે. પાણીનો બગાડ થતો અટકાવો એ દરેકની ફરજ છે. તેથી આ દંડ મને પણ લાગુ પડે છે.
કલેક્ટર અજયશંકર પાંડેએ પાણીના થતાં બગાડ માટે કોઈ એકને દોષ નથી આપ્યો, પરંતુ તેને માટે દરેકને જવાબદાર માન્યા છે. આ પાણીની ટાંકી ભરાતા થયેલો પાણીના બગાડ માટે કલેક્ટર કચેરીમાં બેઠેલા તમામ લોકોના પગારમાંથી પૈસા કાપવાની સૂચના આપી.દંડના રૂપમાં 30 અધિકારીઓ પાસેથી 100-100 રૂપિયા, 100 કર્મચારીઓ પાસેથી 70-70 રૂપિયા લેવામાં આવશે. જે કુલ મળીને 10 હજાર રૂપિયા થાય છે. આ સંપૂર્ણ રકમ જળ સંરક્ષણ વિભાગમાં જમા કરાશે. જેનો જળસંચયના કામોમાં ખર્ચ થશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google