સવારે વહેલા ઉઠીને આ કાર્ય કરો, વજન ઘટશે આસાનીથી, સૌથી અસરકારક પદ્ધતિ…

મિત્રો દર વર્ષે 11 ઓકટોબર વિશ્વ મોટાપા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું કારણ લોકોના મોટાપા અને તેનાથી બચવા માટેના ઉપાયો જાગૃત કરવાનું છે. મોટાભાગે લોકો ખરાબ લાઈફસ્ટાઈલના કારણે મોટાપણાનો શિકાર બને છે. વજન ઓછું કરવા માટે બધી જ કોશિશો કર્યા બાદ પણ વજન ઓછું ન થતું હોય. 5 કિલોથી વજન ઓછો કરવો હોય કે 15 કિલો વજન ઓછું કરવું હોય, એ ખુબ જ ચુનોતી વાળું કામ છે. ઘણી વાર તો ડાયેટિંગ અથવા એક્સરસાઈઝ કરવા છતાં પણ વજન ઓછું ન થતું હોય.

તો આજે અમે તમને આ સમસ્યામાંથી છુટકારો મળે તેવા અમુક ઉપાય જણાવશું. જેને રોજ સવારે ઉઠીને કરવામાં તો તમે ખુબ જ આસાનીથી તમારો વજન ઘટાડી શકો.  આમ પણ સવારે વહેલા ઉઠવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે. પરંતુ જો અમે જે ટીપ્સ આજે તમને જણાવશું તેને તમે અપનાવશો અને સવારે એ ઉપાય કરશો તો તમારું વજન ખુબ જ આસાનીથી ઘટવા લાગશે. તો ચાલો જાણીએ  શું છે એ ઉપાય જેને સવારે કરવા જોઈએ. આખી રાત્રી દરમિયાન સુતા સમયે પાણી ન પીધું હોય અને જમવામાં પણ ગેપ રહી ગયો હોય છે. જેના કારણે ડીહાઈડ્રેશન થઇ જાય છે. એટલા માટે સવારે ઉઠીને સૌથી પહેલા ઓછામાં ઓછું બે ગ્લાસ સામાન્ય તાપમાન વાળું પાણી અવશ્ય પીવું જોઈએ. તેનાથી આપણા શરીરનો બધો જ કચરો મૂત્રમાર્ગ અને મળમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. જેનાથી આપણું શરીર વધતું અટકી જાય છે.

સવારે ખાલી પેટ પાણી પીવાના ઘણા ફાયદા થાય છે. તેનાથી શરીરમાં રહેલા ટોક્સીન બહાર નીકળી જાય છે, સાથે સાથે મેટાબોલીઝમ પણ મજબુત બને છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, જેટલું સારી રીતે મેટાબોલીઝમ કામ કરે છે એટલું જ જલ્દી આપણું વજન ઓછું થાય છે. માટે સવારે ખાલી પેટ અવશ્ય પાણી પીવું જોઈએ.

ત્યાર બાદ ગરમ પાણીમાં લીંબુ, મધ અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. તેમાં ભારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે. જે મેટાબોલીઝમને મજબુત બનાવે છે. માટે રોજ સવારે ઉઠીને ખાલી પેટ ઉપર જણાવેલ વસ્તુને પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી વજન ઉતારવા માટે ખુબ જ ફાયદો થાય છે.

મીઠા લીમડાના પાંદને ઉકાળેલું પાણી પીવું. પરંતુ જો તમે ઈચ્છો તો મીઠા લીમડાના પાંદને ચાવતા ચાવતા પણ ગરમ પાણી પીય શકો. આ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સીન બહાર નીકળી જાય છે. આ પાણીથી બ્લડ શુગરનું સ્તર પણ ઓછું થઈ જાય છે અને વજન પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. પરંતુ આ પ્રયોગ પણ સવારે ખાલી પેટ કરવાનો છે. ત્યાર બાદ પાણીમાં જીરું ઉકાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાનું. અથવા તો જીરા વાળું પાણી રાત્રે  પલાળી દેવાનું અને સવારે ઉઠીને ખાલી પેટ એ પાણી પીય જવાનું. આ પ્રયોગ કરવાથી જીરામાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ મેટાબોલીઝમને ખુબ જ ફાયદો પહોંચાડે છે.

તણાવથી બચવાની કોશિશ કરો. કેમ કે વધારે તણાવ લેવાથી પણ વજન વધે છે. તો મિત્રો તણાવને દુર કરવા માટે યોગ અને ધ્યાનથી સારો કોઈ રસ્તો નથી. માટે જો ધ્યાન કેન્દ્રિત બનાવવું હોય અને તણાવ ઓછો કરવો હોય ધ્યાન અથવા યોગા અવશ્ય કરવા જોઈએ.

મિત્રો ધ્યાન કરવાથી આપણા મગજનું સ્ટ્રેસ ઓછું થઈ જાય છે. એટલા માટે રોજ સવારે ઉઠીને  જો સમય ન માત્ર 10 મિનીટ મેડીટેશન કરી લો. જે તણાવને પણ ઓછો કરે છે અને સૌથી વધારે વજનને પણ ઘટાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સવારે વહેલા ઉઠીને આ કાર્ય કરો, વજન ઘટશે આસાનીથી, સૌથી અસરકારક પદ્ધતિ…”

Leave a Comment