મિત્રો હવેથી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તુલા સંક્રાતિનો સમય શરૂ થઇ ગયો છે. તો તેની સાથે સાથે હવે વાતાવરણમાં ધીમી ધીમી ઠંડીની લહેર દેખાવા લાગશે. તેની સાથે હવે નદીઓના જળ પણ ચોખ્ખા થવા લાગશે. તો આ સમયગાળામાં લોકોમાં સકારાત્મક ઉર્જા પણ જોવા મળે છે. આ સમય શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારો હોય છે. પરંતુ આજે અમે તમને રાશિઓ વિશે જણાવશું. જેમાં અમુક રાશિઓ માટે આવનારો સમય થોડો સુમેળ ભર્યો હોય, તો બીજી બાજુ અમુક રાશિના જાતકો માટે આવનાર સમય શુભ પણ સાબિત થાય છે. જેના માટે આવનાર મહિનામાં ખુબ જ લાભ થશે. તો જાણો તમારી રાશિ અનુસાર તમારો આવનાર સમય શુભ છે ? જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મેષ રાશિ : આ રાશિના જાતકો માટે બીઝનેસ, વ્યવસાય અથવા નોકરી માટે ખુબ જ સારો સમય રહેશે. કોઈ કાર્યમાં વિઘ્ન અથવા બગડી ગયું હોય તો તે સફળ થશે. પરંતુ આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈના પ્રભાવમાં અથવા દબાવમાં આવવું નહિ. વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકો માટે આ સમયમાં લેણાદેણીની બાબતમાં ખુબ જ તકેદારી રાખવાની આવશ્યકતા છે. કોઈ ભૂલ થાય તો આર્થિક નુકશાન પણ ભોગવવું પડે. પરંતુ આ જાતકોને ધાર્મિક કાર્યને લઈને પ્રવાસ પણ કરવો પડે. પરંતુ આ સમયગાળામાં વૃષભ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં વધારો થશે.
મિથુન રાશિ : આ રાશિના જાતકોના નસીબનું ચક્ર પ્રબળ બની રહ્યું છે. તેમના જીવનમાં આવતા બધા જ શત્રુ દ્વારા કરવામાં આવતા કાવતરા નિષ્ફળ જશે. પરંતુ આ રાશિના જાતકોના જીવનમાં કોઈ નજીકનો મિત્ર કપટ અથવા તકલીફ કરાવી શકે.
કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોને આ મહિનાના અંતમાં બિનજરૂરી ખર્ચ થઈ શકે, પરંતુ આર્થિક, માનસિક રીતે શાંતિ પૂર્ણ જીવનનો અહેસાસ થાય. પરંતુ આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
સિંહ રાશિ : આ રાશિના જાતકોનો મનનો ઉત્સાહ વધશે, કેમ કે તેમના જીવનમાં કોઈ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે. વ્યવસાયને લઈને કોઈ પણ યોજના બનાવશો તે સંપૂર્ણ સફળ રહેશે. કોઈ મહાનુભાવોની નજીક અથવા તો સંપર્કમાં રહેવાથી ભવિષ્યમાં કોઈ ફાયદાકારક યોજનાનું અમલીકરણ કરવામાં આવે. કન્યા રાશિ : કન્યા રાશિના જાતકોએ હાલના સમયમાં દ્વિચક્રી વાહનને ધીમે અને કાળજી સાથે ચલાવવું જોઈએ. તેની સાથે આ જાતકોને ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે. નોકરી ધંધાનાં કોઈ કામમાં આ સમય દરમિયાન ભૂલો થયા કરે, માટે થોડું ધ્યાન રાખવું.
તુલા રાશિ : તુલા રાશિના જાતકોએ કોઈ પણ શત્રુ સાથે સમાધાન કરવું જોઈએ અને અંહકાર અને કડવાશનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર બાદ સંતાનોના સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન આપવાની જરૂર છે.
વૃશ્વિક રાશિ : આ રાશિના લોકો માટે શારીરિક, વેપાર અને સામાજિક રીતે આ સમય ખુબ જ શુભ સાબિત થશે. વિરોધીઓ સામે બદલો લેવા માટે પણ શુભ સમય છે, પરંતુ આ સમય દરમિયાન આ રાશિના જાતકોને માનસિક અશાંતિ અને અજંપો લગાતાર થયા કરે.
ધન રાશિ : સામાજિક જગ્યાઓ અથવા સ્થળો પર તમારા નામનું સ્તર વધશે. આ સમયમાં તમારી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરી અથવા જો બીઝનેસ કરો છો તો અણધાર્યો લાભ પણ મળી શકે.
મકર રાશિ : આ રાશિના જાતકો જો કોઈ મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છે તો થોડો સમય રાહ જુવો અને સાથે જો કોઈ ધંધામાં સાહસ કરવાના છો તો માર્યાદિત પ્રમાણમાં કરવું. પરંતુ આ સમયમાં આં રાશિના જાતકો માટે ચિંતા આવતી રહેશે. કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોના ભાગ્યનો ઉદય થશે, સમયમાં પરિવર્તન તેના જીવનમાં પણ બદલાવ લાવશે. પરંતુ સ્વાસ્થ્ય આકસ્મિક રીતે લથડી શકે. લાંબા પ્રવાસ પણ આ જાતકો માટે ફાયદકારક રહેશે.
મીન રાશિ : આ રાશિના જાતકોએ સંયમ અને સમજ સાથે દુશ્મનોનો સામનો કરવો પડશે. પોતાનું માન રાખવા માટે બને ત્યાં સુધી કોઈ પણ સાથે દલીલ કરવાનું ટાળો. પરંતુ જુના રોકાણ કરેલા હશે તેનાથી ફાયદો થશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google