મોટાભાગના લોકો વિભિન્ન કારણોના કારણે કાળો દોરો બાંધતા હોય છે. મોટાભાગે લોકો કાળા દોરાને પગ, ગળું, હાથનું કાંડું અને કમર પર બાંધતા હોય છે. તો અમુક લોકો કાળા દોરાને સજાવટના રૂપે પણ પ્રયોગમાં લેતા હોય છે. તો અમુક લોકો ખરાબ નજરથી બચવા માટે અથવા તો ટોણા ટોટકા માટે કાળો દોરો બાંધતા હોય છે. પરંતુ મિત્રો જો આપણે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો કાળો દોરો આપણને મેલી શક્તિ અને નજરથી બચાવી રાખે છે.
તમને જણાવી દઈએ કે કાળા રંગનો દોરો માત્ર ખરાબ નજરથી જ નથી બચાવતો, પરંતુ તે શનિ ગ્રહને પણ મજબુત બનાવે છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે, અડધી જાણકારીના કારણે કરવામાં આવેલું કામ પરેશાનીનું કારણ બની જતું હોય. તો મિત્રો કાળા દોરા વિશે પણ કંઈક આવી જ માન્યતા છે. તો આજે અમે તમને જણાવશું કે 12 રાશિ માંથી 2 રાશિઓ એવી હોય છે, જેના માટે કાળો દોરો પહેરવો અનુકુળ નથી માનવામાં આવતો. પરંતુ અમુક રાશિઓ માટે કાળો દોરો લાભકારક પણ સાબિત થાય છે. માટે જાણો આ લેખમાં કંઈ બે રાશીઓએ કાળો દોરો ન પહેરવો જોઈએ. સૌથી પહેલા છે મેષ રાશિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના સ્વામી મંગળ હોય છે. માટે મંગળ દેવતાને કાળો રંગ બિલકુલ પણ પસંદ નથી હોતો. જો મેષ રાશિના લોકો કાળા રંગનો ટીકો અથવા કાળા રંગનો દોરો બાંધે તેના જીવનમાં પરેશાની અવારનવાર આવતી રહે છે. મેષ રાશિના જાતકો કાળા રંગનો દોરો પહેરે એટલે તેનો મતલબ થાય તેના જીવનમાં બેચેની, દુઃખ અને અસફળતા આવી જવી. આ કારણે મેષ રાશિના લોકોને કાળો દોરો પહેરવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ મેષ રાશિના જાતકો માટે લાલ રંગને શુભ માનવામાં આવે છે. જો તે લાલ રંગનો દોરો અથવા ટીકો કરે તો તેના ભાગ્યમાં વધારો થાય છે અને મેષ રાશિના જાતકો માટે શુભ ફળ રૂપ બને છે.
વૃશ્વિક રાશિ : વૃશ્વિક રાશિના લોકોએ ભૂલથી પણ કાળા રંગનો દોરો ન બાંધવો જોઈએ. કેમ કે આ રાશિનો સ્વામી પણ મંગળ હોય છે. જો આ રાશિના જાતક કાળા રંગનો ઉપયોગ કરે, તો તેના બનતા કામ બગડી જાય તેવી સંભાવના રહે છે. જીવનમાં ધનની કમી થવાની પણ શરૂ થઇ જાય છે. આ રાશિના લોકોએ પણ લાલ રંગની વસ્તુ પહેરવી જોઈએ. તે તેના માટે શુભ માનવામાં આવે છે.
તો મિત્રો હવે અમે જણાવશું કે કંઈ રાશિના જાતકો માટે કાળો દોરો પહેરવો શુભ રહે છે. તુલા, મકર અને કુંભ રાશિના જાતકો માટે કાળો દોરો સૌથી વધારે શુભ રહે છે. કેમ કે તુલા શનિની ઉચ્ચ રાશિ છે, તો મકર અને કુંભ રાશિના માલિક છે શનિ. એવી પણ માન્યતા છે કે રોજગાર, બઢતી અને ગરીબીમાંથી છુટકારો મેળવવા માટે કાળા દોરાને પહેરવો આ રાશિના જાતકો માટે ખુબ જ સહાયરૂપ રહે છે.
કાળો દોરો ધારણ કરવાથી આ રાશિના જાતકોના જીવનમાંથી દરિદ્રતા દુર થઇ જાય છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ માણસ મંગળવારના દિવસે પોતાના હાથમાં કાળો દોરો પહેરી લે તો તેના ઘરમાં લક્ષ્મીજીનું આગમન શરૂ થઇ જાય છે. તેના પર માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. જો તમે પણ કોઈ પરેશાનીથી લડી રહ્યા છો, તો મંગળવારના દિવસે ડાબા હાથ પર અવશ્ય કાળો દોરો બાંધવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google