મિત્રો આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી ખુબ જ આગળ વધી રહી છે. તેવામાં દરેક સેક્ટરમાં આધુનિકતા જોવા મળે છે. તો મિત્રો મેડિકલ વિભાગમાં પણ ખુબ જ આધુનિકતા હાલ જોવા મળે છે. કેમ કે અત્યારે કોઈ પણ સર્જરી હોય તેમાં ખુબ જ અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવશું જેને જાણીને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જશે. માટે આજે આ લેખને અંત સુધી દરેક લોકોએ વાંચવો જોઈએ.
આજે આપણે જોઈએ છીએ કે ખોરાકની શુદ્ધિ ખુબ જ નહિવત પ્રમાણમાં છે. જેના કારણે આજકાલ લોકોને બાયપાસ સર્જરી પણ ખુબ જ કરાવવી પડે છે અને સ્ટેન્ડ પણ મુકવાની સ્થિતિ સર્જાય છે. પરંતુ હાલમાં જ અમેરિકામાં રીચર્સ થયું છે. જેમાં બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ સવાલો કરવામાં આવ્યા છે. આ રીચર્સમાં એવું સામે આવ્યું કે, બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ મુકાવ્યું હોય તેના કરતા જે લોકોએ દવાઓથી સારવાર લીધી હોય તેમને હાર્ટએટેકની સમસ્યા નથી થતી. પરંતુ તેના બદલામાં જો બાયપાસ સર્જરી અથવા સ્ટેન્ડ મુક્યું હોય તો તેને હાર્ટએટેક આવવાની શક્યતા રહે છે. આ તારણો, એ દર્દીને અનુલક્ષીને કાઢવામાં આવ્યા છે જેની ધમની વધારે પ્રમાણમાં બ્લોક હોય. બાયપાસ અને સ્ટેન્ડિંગ સર્જરી કરતા જે લોકોએ દવા લઈને તેની સારવાર કરી તેને વધારે ફાયદો થયો છે.
આ સંશોધન વિશેની માહિતી ‘અમેરિકન હાર્ટ એસોસિએશન’ વાર્ષિકમાં જણાવવામાં આવી હતી. બાયપાસ સર્જરી અને સ્ટેન્ડમાં કાર્ડિયાક કેયર સેન્ટરમાં ફરજ બજાવતા ડાયરેક્ટર ડો. ગ્લેન લેવાઈન દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર આ સંશોધન ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. પરંતુ આજના સમયમાં લોકો સૌથી વધારે મહત્વપૂર્ણ બાયપાસ સર્જરી અને સ્ટેન્ડને માને છે. પરંતુ સાચી રીતે જોવામાં આવે તો બાયપાસ સર્જરી કરવા કરતા દવાની સારવાર લેવામાં આવે તો વધારે ફાયદાકારક રહે છે. જે દર્દીને અન્ય અસરોથી બચાવે છે.
સર્જરી અને દવામાં હોય છે આ અંતર :
મિત્રો આ રીચર્સનું નામ છે ઈસ્કીમિયા. આ નવું રીચર્સ ખુબ જ વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે. કેમ કે આ રીચર્સમાં બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ પર જે સવાલો થયા છે, તેનું યોગ્ય સમાધાન કરવાનો હેતુ છે. આ રીચર્સમાં એવું સામે આવ્યું હતું કે, 5,179 લોકોની સાડા ત્રણ વર્ષ સુધી યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવી હતી. જેમાં બધા જ દર્દીની હૃદયની ધમની હળવીથી લઈને ખુબ જ ગંભીર રીતે બ્લોક થયેલી હતી. તેમાં જે લોકોએ બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ બેસાડ્યું હતું તેવા 145 લોકોનું મૃત્યુ થયું હતું. પરંતુ તેના બદલામાં જે લોકો માત્ર દવાની સારવાર લઇ રહ્યા હતા તેવા દર્દીમાં 144 લોકોના મૃત્યુ થયા હતા. દવાથી ધમનીને સંપૂર્ણ સ્વચ્છ કરી શકાય : સંશોધકો દ્વારા એવું જાણવામાં આવ્યું કે, કોઈ પણ દર્દી હોય તેની સંકુચિત ધમની એક જગ્યા પરથી બ્લોક નહિ થાય. તેના બદલામાં સંપૂર્ણ ધમની બ્લોક રહે. તેના કારણે હાર્ટએટેક આવ્યો હોય તો પણ કહી ન શકાય. બાયપાસ સર્જરી અને સ્ટેન્ડથી માત્ર તેની સારવાર થાય. પરંતુ જો દવાથી સારવાર કરવામાં આવે તો સંકુચિત ધમનીઓની પણ સંપૂર્ણ સારવાર કરી શકાય. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડો. ડેવિડ મેરોન દ્વારા જણાવ્યા અનુસાર અત્યારના સમયમાં ડોક્ટરને ધમની તેવો અંદાજ આવે એટલે જલ્દી રાહત મેળવવા માટે સ્ટેન્ડ અને બાયપાસ સર્જરીનો નિર્ણય લઇ લે છે. પરંતુ આ ઈલાજ દવા દ્વારા પણ સારો થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google