લોકડાઉનમાં પ્રેમીને મળવા મહિલા વિદેશ ગઈ, ત્યાં પ્રેમીએ કર્યા આવા હાલ. જાણીને દંગ રહી જશો. 

હાલ કોરોના વાયરસના કારણે ઘણા લોકો દુનિયાના અન્ય દેશોમાં પણ અટવાય ગયા છે. તેવી જ રીતે એક મહિલા પણ અટવાય ગઈ છે અને તેણે પોતાની કહાની લોકો સાથે શેર કરી હતી. આ મહિલા થાઇલેન્ડથી મલેશિયા એક શખ્સને મળવા માટે ગઈ હતી. તે મહિલાની મુલાકાત એ યુવક સાથે ઓનલાઈન ડેટ એપ દ્વારા થઇ હતી. પરંતુ તે મળવા માટે ગઈ એ જ સમયે ત્યાં લોકડાઉન થઇ ગયું અને મહિલા મલેશિયામાં જ ફસાય ગઈ હતી. પરંતુ તે મહિલાને એવો અંદાઝો પણ ન હતો કે, આટલા દુરથી જે યુવકને મળવા માટે તે આવી છે, એ યુવક નર્કથી પણ ખરાબ હાલત કરી નાખશે. આ મહિલાની કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો.

આ કહાનીની શરૂઆત ઓનલાઈન ડેટિંગ એપ સ્કોટથી થઇ હતી. ડેટિંગ એપ પર વાતચીત દરમિયાન ઘણી વાર એ મહિલા માટે યુવકે ખાવાનું ઓર્ડર કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમનો એકરાર થઇ ગયો. ચેટિંગ દરમિયાન યુવકે મહિલાને ઘણી વાર પ્રેમ હોવાનો ભરોસો આપ્યો હતો અને લગ્નની વાત પણ કરી હતી. ત્યાર બાદ મહિલા શખ્સને મળવા માટે તૈયાર થઇ ગઈ. પરંતુ તે મહિલાને એ ખબર ન હતી કે આ જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થશે.

તે મહિલા હોલિડે વિઝા લઈને થાઇલેન્ડથી મલેશિયા આવી હતી. પરંતુ ત્યારે જ લોકડાઉન થઇ ગયું અને મહિલા ત્યાં ફસાય ગઈ. તે દરમિયાન એક દિવસ મહિલાને યુવકે તેના એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવી. યુવકે મહિલાને કહ્યું કે, ઘર પર પાર્ટી છે, અને ઘણા લોકો તેમાં શામિલ થવાના છે. તે યુવક કાર લઈને મહિલાને લેવા માટે આવ્યો અને તેની સાથે લઈ ગયો. જ્યારે મહિલા શખ્સના ઘરે પહોંચી તો ત્યાં કોઈ પાર્ટી ન હતી. મહિલાને સાથે ખોટું બોલીને લઈ આવ્યો હતો. ત્યાર બાદ મહિલાને ટોર્ચર કરવાની શરૂઆત થઇ. યુવકે મહિલાને એકલતાનો લાભ લઈને પરેશાન કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાને ગરમ રોડથી ઘણી વાર ડામ આપ્યા.

મહિલાએ જણાવ્યું કે, ‘તે શખ્સે મારી સાથે રેપ કર્યો, અને તે દરમિયાન દરેક પ્રકારના દર્દ મને આપ્યા. એટલું જ નહિ યુવકે તેના દીકરા સાથે ફોનમાં વાત કરવા માટે પણ ફોર્સ કર્યો હતો.’ યુવકે મહિલાને ઘણી પ્રકારના ડ્રગ્સ લેવા માટે પણ ફોર્સ કર્યો હતો. તે ખુદ પણ એક બાદ એક નવા નવા ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો. જ્યારે મહિલા ડ્રગ્સ લેવાની ના કહેતી તો માર મારવામાં આવતો.

થોડી વાર બાદ  યુવક ખાવાનું લેવા માટે બહાર ગયો. મોકો જોઇને એ સમયે મહિલાએ ભાગવાની કોશિશ કરી. ઘણી વાર સુધી મહિલા શખ્સના બિલ્ડીંગમાં રહેલ એક કચરાપેટીમાં છુપાય ગઈ અને જેવો મોકો મળ્યો કે તરત જ ત્યાંથી ભાગી ગઈ. મહિલાએ તેની સાથે થયેલા આ હાદસાને લોકલ મીડિયાની સાથે શેર કર્યો છે. પરંતુ હજુ પોલીસમાં કેસ કેસ ફાઈલ નથી થયો.

Leave a Comment