બોલીવુડની ઘણી એકટ્રેસો વિવાદમાં આવી જતી હોય છે. તેના કોઈને કોઈ બયાનને લઈને વિવાદમાં આવી જતી હોય છે. તો એક એવી ચર્ચિત એક્ટ્રેસ અને ખુબ જ બોલ્ડ મોડેલ તરીકે જાણીતી એક્ટ્રેસ વિવાદમાં આવી છે. લોકડાઉનનું પાલન ન કરવા અંગે પોલીસ દ્વારા બોલ્ડ એક્ટ્રેસ અને તેના 46 વર્ષીય સાથીને ગિરફ્તાર કર્યા છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતે.
અવારનવાર કોન્ટ્રોવર્સીમાં રહેતી એક્ટ્રેસ અને મોડેલ પુનમ પાંડે ફરીવાર એક નવી મુસીબતમાં ફસાતી નજર આવી રહી છે. પુનમ પાંડેને મુંબઈમાં મરીન ડ્રાઈવમાં તેના મિત્ર સાથે BMW કારમાં પકડવામાં આવી છે. બંનેએ લોકડાઉનના નિયમોને તોડવાના આરોપમાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. બંને વિરુદ્ધ FIR પણ દર્જ કરવામાં આવી છે.
રીપોર્ટસ અનુસાર જણાવીએ તો જે સમયે પોલીસે પુનમ પાંડેને પકડી તે તેના 46 વર્ષીય સાથે સેમ અહમદ સાથે કામમાં હતી. તેના પર કોઈ પણ કારણ વગર લોકડાઉનમાં બહાર નીકળવા અને લોકડાઉનના નિયમોનું પાલન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે. આખા દેશમાં કોરોના વાયરસને કાબુ કરવા માટે 17 મેં સુધી લોકડાઉન છે. સિનીયર પોલીસ ઇન્સ્પેકટર મૃત્યુંજય હિરેમઠે PTI ની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, પુનમ પાંડે (ઉ.વ. 29) અને સેમ અહમદ બોમ્બે (ઉ.વ.46) વિરુદ્ધ નેશનલ ડીઝાસ્ટર એક્ટ અંતર્ગતIPC ની ધારા 269 અને 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ધારા 269 ની હેઠળ કોઈ પણ શખ્સ બીમારી અને ઇન્ફેકશનને પોતાની ગેર જિમ્મેદારીના કારણે ફેલાવવાની અને અન્ય લોકોના જીવને ખતરામાં નાખવાનો આરોપ લાગે છે. જ્યારે ધારા 189 ની હેઠળ શખ્સ પર સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવાનો આરોપ લાગે છે અને આરોપી શખ્સ પર કાર્યવાહી કરવાની ફરજ પોલીસને લાગુ પડે છે. જણાવી દઈએ કે પુનમ પાંડે તેના બયાનો અને બોલ્ડ ફોટોના કારણે અક્સર ચર્ચામાં રહે છે. સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વર્ષ 2011 વર્લ્ડકપ દરમિયાન કહ્યું હતું કે, ભારતીય ટીમ ક્રિકેટ જીતી જશે તો હું ન્યુડ થઇ જઈશ. જો કે પુનમ પાંડે એ એવું કંઈ કર્યું ન હતું પરંતુ તેના બયાનથી ખુબ જ હલ્લો મચી ગયો હતો. આ સિવાય તેની ફિલ્મ નશામાં પણ ઈન્ટીમેન્ટ સીન્સ આપવાના કારણે ખુબ જ ચર્ચામાં આવી હતી.