કોહલી આટલી કંપનીઓમાંથી પણ કમાય છે કરોડો રૂપિયા, – જાણો તેના બધા બીઝનેસની માહિતી.

મિત્રો વિરાટ કોહલી એક સ્ટાર ક્રિકેટર જ નહિ, પરંતુ એક સ્ટાર બિઝનેસમેન પણ છે. . તો આજે આ લેખમાં તેના ક્રિકેટ સફરની સાથે બિઝનેસ સફર વિશે પણ જાણીશું. આ લેખ તમને ઘણી બધી પ્રેરણા આપશે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચજો. વિરાટ કોહલીને ક્યો બિઝનેસ છે, કંઈ કંઈ બ્રાન્ડ છે તેના વિશે પણ જાણીશું જ, વિરાટ કોહલી એક માત્ર એક ક્રિકેટર છે જેના ઇન્સ્ટાગ્રામ પર 50.5 મિલિયન કરતા વધારે ફોલોવર્સ છે. પરંતુ તમને ખુબ જ આશ્વર્ય છે કે, વિરાટ કોહલી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક પોસ્ટ મુકવાના 1 કરોડ 35 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તો આવી જ અમુક વસ્તુ અને તેની આવી ઇન્કમના કારણે જ વિરાટ કોહલી ભારતની હાઈએસ્ટ સેલિબ્રિટીમાં આવે છે.

તેની સાથે સાથે વિરાટ કોહલી ઘણી બધી બ્રાન્ડની એડ પણ કરે છે. જેમ કે ઔડી કાર્સ, રીચ ઓફ વોર્ચિસ, બુસ્ટ એનર્જી ડ્રિંક વગેરે ઘણી બધી બ્રાન્ડ. વિરાટ કોહલી આ બધી બ્રાન્ડની એડ કરવા માટે એક જ દિવસના 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જે લોકો ક્રિકેટના શોખીન હશે તમણે જોયું હશે કે, વિરાટ કોહલીના બેટ પર MRF નું એક સ્ટીકર લાગેલું હોય છે. તો વિરાટના બેટ પર MRF પોતાનું સ્ટીકર લગાવવા માટે વિરાટને વર્ષે 12 કરોડ રૂપિયા આપે છે. આ બધી વાતો તો તેના પ્રમાણમાં ખુબ જ સામાન્ય છે.

પરંતુ વિરાટ કોહલીની સૌથી મોટી ખબર તો ત્યારે સામે આવી, જ્યારે વિરાટ કોહલીએ પુમા કંપની સાથે 110 કરોડની ડિલ સાઈન કરી. ઉપર આપણે જે બ્રાન્ડ વિશે જાણ્યું તેને વિરાટ કોહલી માત્ર પ્રમોટ કરે છે, પરંતુ અમુક એવી બ્રાન્ડ પણ જે ખુદ વિરાટ કોહલીની છે. જેમાં પહેલા નંબર પર આવે ભારતની ટોપ ફેશન બ્રાન્ડ વ્રોંગ. 2014 માં વિરાટ કોહલીએ વ્રોંગના મેજોરિટી સ્ટેકસ ખરીદી લીધા. સચિન તેંડુલકરની સાથે વિરાટ કોહલી વ્રોંગ બ્રાન્ડને કોઓન કરે છે. વ્રોંગને એક્વાયર કર્યા બાદ 2014 માં વિરાટે સ્ટાર્ટઅપની સાથે મળીને સ્પોર્ટ કેનરું નામની એક એપ અને વેબસાઈટને લોન્ચ કરી. તેને વિરાટ કોહલી અને ફેમસ ફૂટબોલર કેરટ પેલેએ મળીને પ્રમોટ કરી. આ વેબસાઈટ અને એપનો એવો હેતુ હતો કે રમતગમતના ચાહકો એક સાથે એક પ્લેટફોર્મ પર મળી શકે.

ત્યાર બાદ વિરાટ કોહલીની ફિટનેસ વિશે પણ લોકોએ ઘણું સાંભળ્યું હશે કે, વિરાટ નોનવેજ નથી ખાતા, ગળપણ નથી ખાતા. પરંતુ તમને જણાવી દઈએ તો આ અઢી વાતો સાચી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં વિરાટ કોહલી જેવી ફિટનેસ કોઈ પણ ક્રિકેટરની નથી. તો ફિટનેસ પ્રત્યે પ્રેમ હોવાના કારણે વિરાટે ચિઝ્લ જીમ અને ફિટનેસ સેન્ટરને એક્સ્પેંડ કરવા માટે 90 કરોડનું રોકાણ કર્યું છે.

તો વિરાટ કોહલીને તેના બાળપણથી જ ક્રિકેટ મેચ રમવાની સાથે સાથે ફૂટબોલનો પણ અનહદ શોખ હતો. વિરાટ કોહલીએ તેના એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો હું એક ક્રિકેટર ન બની શક્યો હોત તો ફૂટબોલર અથવા તો બિઝનેસમેન જરૂર હોત. પરંતુ વિરાટના ફૂટબોલના શોખના કારણે જ વિરાટે ઇન્ડિયન સુપર લિગની FC ગોવા ટીમના સ્ટેગ્સ પણ ખરીદી લીધા. સાથે સાથે 2015 માં દુબઈ બેસ્ટ એલીસ્ટી UAE રોયલ્સના પણ સ્ટેગ્સ ખરીદી લીધા છે. તે ટીમમાં રોઝર ફ્રેડર જેવા ટેનિસ લિજેન્ડ પણ હતા. સાથે જ વિરાટ રેલ્સિંગ ટીમ બેંગલુરુ યોદ્ધાઝના પણ માલિક છે.

2017 માં વિરાટે ઝીબા ઈલેક્ટ્રોનિકની સાથે મળીને નવા મુવએકોસ્ટિક નામના વાયરલેસ હેડ ફોન બ્રાન્ડને શરૂ કરી. જેમાં વિરાટ કોહલી મેજેસ્ટેક હોલ્ડર છે. તમને જાણીને ખુબ જ હેરાની થશે કે, વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 237.5 મિલિયન ડોલર છે. તેને ભારતીય કિંમત અનુસાર આંકવામાં આવે તો 2100 કરોડ રૂપિયા કિંમત થાય. આ બધાની સાથે વિરાટ એક બીજી બ્રાન્ડને પણ કવર કરે છે, જેનું નામ છે ONE8 (વન8). તમને જણાવી દઈએ તો 2021 સુધીમાં આ બ્રાન્ડ એક મોબાઈલ ફોન પણ લોન્ચ કરી શકે છે. ONE8 ભારતની વેલ્યુએડેડ બ્રાન્ડ છે. તેની ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં જોવા મળે છે. જેમ કે પરફ્યૂમ, કપડાં, શુઝ વગેરે. માત્ર એક જ વર્ષની અંદર આ બ્રાન્ડે 100 કરોડનો આંકડો પર કરી લીધો છે. ONE8 ના વિકાસ માટે વિરાટે પુમા જેવી મોટી કંપની સાથે કોલોબ્રેશન કર્યું.

મિત્રો આ બધી શાન અને શોહરત, અને સફળતા ઘણી મહેનત અને લગનથી મળે છે. આપણે હંમેશા સફળ લોકોના નામ અને પૈસા સામે જ જોઈએ છીએ, પરંતુ તેની પાછળ ઘણી બધી મહેનત લગતી હોય છે. કોઈ વસ્તુ સરળતાથી નથી મળી જતી. સફળતા મળવી મુશ્કેલ છે પરંતુ તેનાથી વધારે કઠીન હોય છે સફળતા પર ટકી રહેવું. મિત્રો આ લેખ અને વિરાટ કોહલીની આ સ્ટોરી દ્વારા એક ઉદ્દેશ્ય સામે આવે છે કે, તમને જે ક્ષેત્રમાં રસ હોય, તમને જે કાર્ય કરવામાં આનંદ આવતો હોય તેમાં મહેનત કરો. દસ કામને એક સાથે કરવા કરતા કોઈ એક કામ પર વધારે ફોકસ કરો. તમારી સ્કીલને એટલી વિકસાવો તમે ખુદ એક બ્રાન્ડ બની જાવ.

Leave a Comment