આટલા પક્ષીઓ જો વારંવાર તમને પણ દેખાય છે? તો ક્યારે શુકન થશે અને ક્યારે અપશુકન. 

ભારતીય સમાજમાં શુકન અને અપશુકનમાં ઘણા લોકો વિશ્વાસ રાખે છે. તેથી જ દરેક લોકો પોતાનું શુભ કાર્ય શરૂ કરતા પહેલા ચોઘડિયાં જુવે છે અને ત્યાર બાદ જ શું કાર્યની શરૂઆત કરે છે. કેમ કે શુભ મુહુર્તમાં સારું કાર્ય કરવામાં આવે તો તે કાર્ય સફળ થાય છે. તેથી જ આપણા જ્યોતિષશાસ્ત્રમાં માણસની ગ્રહની સ્થિતિના આધાર પર જ કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે. તો ઘણી વાર સપનામાં અથવા તો કોઈ પક્ષી વારંવાર નજર સમક્ષ દેખાય તો એ આપણને એક સંદેશ અને સંકેત આપે છે. તે સંકેત અને સંદેશને આપણે ઘણી વાર સમજી નથી શકતા. તો અમે તમને જણાવશું કે સપનામાં અથવા નજર સમક્ષ દેખાય તો આપણને શું સંકેત આપ છે. માટે આ લેખ અંત સુધી વાંચો.

આજે અમે તમને પક્ષી સાથે જોડાયેલ શુકન-અપશુકન વિશે જણાવીશું અને તે પક્ષીઓ કંઈ રીતે તમારી લાઇફને પ્રભાવિત કરતા હોય છે. જો તમે કોઈ સારા કામ માટે બહાર જઈ રહ્યા છો, કોઈ લાંબી મુસાફરી કરી રહ્યા છો, અથવા તો કોઈ શુભ કાર્યનો પ્રારંભ કરી રહ્યા છો, તો ત્યારે નીચે પૈકી પક્ષી માંથી કોઈ પક્ષી તમને દેખાય તો શું સંકેત હોય છે એ જાણો આ લેખમાં.

ગરુડ : એવું કહેવામાં આવે છે કે, ગરુડનો સંબંધ આપણા મૃત પૂર્વજો સાથે જોડાયેલ છે. તેથી જો તમને ગરુડ અથવા તો તેનો કોઈ ફોટો વારંવાર જોવા મળે છે, તો સમજી લેવાનું કે તમારી સાથે તમારા વડીલોના આશીર્વાદ સાથે છે. સાપ : જો તમને સતત સપનામાં અથવા તો તમારી આજુબાજુ સાપ દેખાય છે તો સમજી લો કે તમારા પર કોઈ મુસીબત આવવાની છે. તેથી કોઈ પણ સાહસ કરતા પહેલા એકવાર અવશ્ય વિચારી લેવું જોઈએ.

બાજ : જો તમારી લાઈફ મુસીબતોથી  ભરેલી છે અને તેવા સમયે તમને વારંવાર રસ્તા પર બાજ અથવા તો બાજનો કોઈ ફોટો જોવા મળે છે તો, તમારા માટે ખુબ સારો સંકેત દર્શાવે છે. તેના દ્રારા તમારામાં સકારાત્મકતા આવશે.

કાગડો : તમે જોયું હશે કે કાગડાઓ મૃત શરીરો પાસે વધુ જોવા મળે છે. તેથી  કાગડાને અશુભ માનવામાં આવે છે અને જો તમને એકસાથે કાગડાઓનું જુંડ જોવા મળે છે તો તેનો મતલબ તમે કોઈ મુસીબતમાં પડવાના છો.

ઘુવડ : એવું કહેવાય છે કે, ઘુવડનો સંબંધ ધન દૌલત સાથે છે. તેથી ઘુવડનું દેખાવું શુભ માનવામાં આવે છે અને ઘુવડનું વારંવાર દેખાવું એ માત્ર સંયોગ નથી, પરંતુ જો તમારા પૈસા કોઈ જગ્યાએ લાંબા સમયથી ફસાયેલા હોય તો તમને જલ્દી મળવાની શક્યતા બતાવે છે. પોપટ : જો તમને વારંવાર કોઈ પણ જગ્યાએ પોપટ જોવા મળે છે તો તે તમને તમારા કાર્યમાં સફળતા મળવાનો સંકેત આપી જાય છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમને તેમાં સફળતા મળવાનું સૂચિત કરી જાય છે.

કાચિડો : જો તમે રસ્તા પર કાચિડો દેખાય તો તે તમારા કામમાં અડચણ આવવાનું સૂચિત કરી જાય છે. તમારું કામ અટકી શકે છે અથવા તો પૈસા મળવા વિલંબ થઈ શકે, પરંતુ તેના કારણે કામ કરવાનું ટાળવું નહિ.

Leave a Comment