ચહેરા પરથી ઓળખી શકો છો, મહિલા ભાગ્યશાળી છે કે નહી | ભાગ્યશાળી મહિલાઓના ચહેરામાં છુપાયેલા હોય છે આ રાજ…

ચહેરા પરથી ઓળખી શકો છો, મહિલા ભાગ્યશાળી છે કે નહીં… ભાગ્યશાળી મહિલાઓના ચહેરામાં છુપાયેલા હોય છે આ રાજ…

શાસ્ત્રોમાં દરેક સ્ત્રીને દેવી તથા માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેવી જ ર્રીતે શાસ્ત્રોમાં અમુક વિશેષ ગુણવાળી મહિલાઓને પણ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે છે કે વિશેષ ગુણ જે પણ મહિલાઓમાં હોય છે તે મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તેવી મહિલાઓના ભાગ્યથી તેમના પતિનું ભાગ્ય તો બદલાઈ જ છે પરંતુ તેની સાથે સાથે તેનું પરિવાર પણ ધનવાન અને ખુશીઓથી પરિપૂર્ણ રહે છે.

સામાન્ય રીતે તો દરેક ઘરની દીકરી પોતાના પરિવાર માટે ખુબ જ લક્કી હોય છે. પરંતુ સમુદ્રશાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની અમુક વિશેષતાઓને ખાસ જણાવેલી છે. આજે અમે તેની વિશેષતાઓ જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે સૌભાગ્યશાળી મહિલાઓના ચહેરામાં આખરે ક્યાં રહસ્ય છુપાયેલા હોય છે. જાણો તમારી પત્ની, ગર્લ ફ્રેન્ડ કે થનારી પત્નીનો સમાવેશ પણ આ સૌભાગ્યશાળી મહિલાઓમાં તો નથી થતો ને !

મિત્રો સૌથી પહેલા છે હરણ જેવી સુંદર આંખો. કોઈ પણ વ્યક્તિની આંખો જોઇને તેના વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે ઘણું બધું જાણી શકાય છે. શાસ્ત્રોમાં આંખના સ્વરૂપના આધારે મહિલાઓના ગુણો અને ભાગ્ય વિષે પણ જણાવેલું છે. જેમ કે કોઈ સ્ત્રીની આંખો હરણી સમાન હોય અને તેની આંખના સફેદ ભાગના અંતમાં થોડી લાલીમાં હોય તે સ્ત્રીઓ ખુબ જ ભાગ્યશાળી અને સુખ ભોગવનારી હોય છે.

બીજી વસ્તુ છે આઇબ્રો એટલે કે નેણ. સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિની આઇબ્રો તેના વ્યવહારનો અરીસો હોય છે. જે પણ મહિલાનો આઇબ્રો નાનો અને એક સમાન હોય તે મહિલા ભાગ્યશાળી હોય છે અને તેની સાથે સાથે તે ખુબ જ પ્રમાણિક પણ હોય છે.

ત્યાર બાદ છે કપાળ પર પડતી પાંચ રેખાઓ. જે મહિલાઓના કપાળ પર પાંચ રેખાઓ હોય છે તેવી મહિલાઓનું આયુષ્ય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખુબ જ વધારે હોય છે અને તે મહિલાઓ ભાગ્યશાળી પણ હોય છે. એટલું જ નહિ પરંતુ તે મહિલાઓની બુદ્ધિ  પણ તેજ હોય છે અને તેમના પરિવાર પ્રત્યે ખુબ જ લાગણીશીલ હોય છે.

મહિલાઓના ચહેરા પર નાકના આગળના ભાગમાં રહેલ તલ પણ ઘણા રાજ ખોલે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર જે મહિલાઓના નાકના આગળના ભાગમાં તલ હોય છે. તેવી મહિલાઓ ખુબ જ ભાવનાત્મક અને પરિશ્રમી હોય છે. આવી મહિલાઓ પોતાના ગુણોના કારણે પૂજનીય હોય છે. તેમનું જીવન એશોઆરામમાં પસાર થાય છે અને તે પોતાના પરિવાર માટે ખુબ જ લક્કી સાબિત થાય છે.

ત્યાર બાદ છે ડાબા ગાલ પર તલનું હોવું. તો મિત્રો તમને જણાવી દઈએ કે જે મહિલાઓના ડાબા ગાલ પર તલ હોય છે તે મહિલાઓ ધનવાન, વૈભવશાળી અને ચરિત્રવાન હોય છે. આવી મહિલાઓ પોતાની જરૂરીયાતને નિયંત્રણમાં રાખનાર હોય છે. પરંતુ તેને પોતાની જિંદગીમાં ભૌતિક વસ્તુઓનું સુખ પ્રાપ્ત થાય છે.

મહિલાના ગાલ પર પડતા ડીમ્પલ પાછળ પણ જ્યોતિષ રહસ્ય છુપાયેલું છે. મહિલાના ગાલ પર પડતા ડીમ્પલ મહિલાના ચહેરાને ખુબ જ સુંદર બનાવે છે પરંતુ તેની સાથે સાથે ખુબ જ શુભ મનાય છે. જે મહિલાના હસવાથી ગાલ પર ડીમ્પલ પડે છે તે મહિલા ખુબ જ તેજ અને વિવેકી હોય છે. તે પોતાની બુદ્ધિમતા અને વ્યવહારથી અન્ય લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લે છે. આ સાથે તે ખુબ જ ભાગ્યશાળી પણ હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment