તમારો ફોન હેંગ અને ગરમ થાય છે ? તો જાણો કેવી રીતે ફોનને હેંગ અને ગરમ થતો અટકાવવો….

તમારો ફોન હેંગ અને ગરમ થાય છે ? શું તમે કરો છો અ ભૂલો…. તો જાણો કેવી રીતે ફોનને હેંગ અને ગરમ થતો અટકાવવો….

મિત્રો તમે જોયું હશે કે આજકાલ આપણો મોબાઈલ એકથી દોઢ વર્ષ સુધી જ વ્યવસ્થિત ચાલે છે. મોંઘામાં મોંઘો મોબાઈલ તમારી પાસે હોય તો પણ બે વર્ષ થાય એ પહેલા જ હેંગ તેમજ ગરમ થવા લાગે છે અને આ સમસ્યા લગભગ દરેક મોબાઈલમાં જોવા મળે છે. જેના કારણે આપણે બે થી ત્રણ વર્ષમાં નવો મોબાઈલ ખરીદવો પડતો હોય છે. તો મિત્રો આપણે ઘણી એવી ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે આપણો મોબાઈલ થોડા સમય બાદ હેંગ થવા લાગે છે. તો આજે અમે તે ભૂલોના આધારે એવી ટીપ્સ જણાવશું કે જેને અનુસરીને તમે તમારા મોબાઈલને હેંગ તેમજ ગરમ થતા બચાવી શકો છો.

આપણા મોબાઈલમાં બિનજરૂરી વધારાની એપ્લીકેશનો, ફોટો, વિડીયો વગેરે સંગ્રહિત થયેલું હોય તો મોબાઈલ ફોનનું પ્રોસેસર ભલે ગમે તેટલું ઊંચું હોય છતાં તેમાં કોઈ વસ્તુ શોધવામાં અને અપ્લાય કરવામાં વધુ મહેનત કરવી પડે છે અને તે પ્રોસેસમાં વધારે સમય લાગે છે અને ફોન પણ ગરમ થવા લાગે છે. મતલબ કે તમારા મોબાઈલના સ્ટોરેજમાં બિનજરૂરી અનેક એપ અને ફોટો તેમજ વિડીયો હોય તો તમારા ફોનની પ્રોસેસ ધીમી પડી જાય છે અને તેના પરિણામે મોબાઈલ હેંગ થવા લાગે છે.

માટે આપણા ફોનમાં સમયે સમયે બિનજરૂરી ફોટો કે વિડીઓ ડીલીટ કરી દેવા જોઈએ. તેમજ જે એપ્લીકેશન ખુબ જ જરૂરી હોય તેવી જ એપ્લીકેશન રાખવી જોઈએ. આ ઉપરાંત મિત્રો ટોટલ ફોન સ્ટોરેજના 20% થી 30% સ્ટોરેજ ખાલી રાખવી જોઈએ. જેથી મોબાઈલ સારી રીતે વર્ક કરે. મતલબ જો તમારા મોબાઈલની સ્ટોરેજ 64 GB છે તો 15 થી 20 GB સ્ટોરેજ ખાલી રાખવું જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણે અમુક એપ ઇન્સ્ટોલ કરીએ છીએ પછી તેનો યુઝ પણ કરીએ છીએ. પરંતુ થોડા સમય બાદ તેને અનઇન્સ્ટોલ પણ કરી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે અનઇન્સ્ટોલ કર્યા બાદ પણ તેની ટેમ્પરરી ફાઈલો આપણા ઇન્ટરનલ સ્ટોરેજમાં પડી હોય છે. જે મોબાઈલમાં ઘણી બધી જગ્યાને રોકતી હોય છે અને તે આપણા મોબાઈલની સ્પીડને ધીમી પાડી દે છે. તો તેના માટે file manager માંથી  internal storage માં જઈ જેટલી ફાઈલો બિનજરૂરી હોય તેને ડીલીટ કરી નાખવી. તો સમય સમય પર આ રીતે ઇન્ટરનલ સ્ટોરેજ પણ મેન્ટેન કરવું જોઈએ.

ત્યાર બાદ તમારે મોબાઈલ હેંગ ન થાય તેના માટે સૌથી પહેલા play store માં જવું. ત્યાં ઉપર ત્રણ લાઈનો હશે તેના પર ક્લિક કરવું અને તેમાંથી setting માં જવું અને ત્યાર બાદ auto update apps ઓપ્શન પર ક્લિક કરવું. ત્યાં ક્લિક કરશો એટલે Over any network, Over Wi-Fi only, Don’t auto update apps આ ત્રણ ઓપ્શન ખુલશે.

તો મિત્રો અહીં Over any network સિલેક્ટ કરેલું હોય તો તમે ત્રીજો ઓપ્શન Don’t auto update apps ઓપ્શન સિલેક્ટ કરી લો. કારણ કે જો તમારો Over any network હોય તો ફોન કોઈ પણ નેટવર્કમાંથી એપને અપડેટ કરવાનું શરૂ કરી દે છે. જે બેકગ્રાઉન્ડમાં આખી પ્રોસેસને ધીમી કરી દે છે અને પરિણામે આપણો ફોન હેંગ થવા લાગે છે.

હવે પછીની ટીપ્સ માટે તમારે Setting માંથી About phone પર ક્લિક કરવું અને તેમાં Build number ઓપ્શન પર સાત વાર ક્લિક કરવું. એટલે Developer option સક્ષમ થશે. જો ત્યાં તે ઓપ્શન ન દેખાય તો તમે બેક જશો તો ત્યાં Developer option આવી ગયું હશે. હવે Developer option માં જવું અને Back ground process limit માં જવું અને તેમાં No background processes સિલેક્ટ કરી લેવું. આવું કરવાથી બેકગ્રાઉન્ડમાં કોઈ એપ પ્રોસેસ નહિ થાય જેના લીધે મોબાઈલ પણ હેંગ નહિ થાય.

આ ઉપરાંત જો તમારો મોબાઈલ અત્યારે વારંવાર હેંગ થઇ રહ્યો છે તો Developer option માં જઈ Window animation scale પર ક્લિક કરી Animation off સિલેક્ટ કરવું. તેમજ Transition animation scale ઓપ્શન પર ક્લિક કરીને Animation off સિલેક્ટ કરવું અને  Animator duration scale ઓપ્શન પર ક્લિક કરીને ત્યાં પણ Animation off સિલેક્ટ કરી દેવું. આ સેટિંગ કરવાથી ફોન હેંગ થતો બંધ થઇ જશે. પરંતુ આ સેટિંગ ફોન વધુ પડતો હેંગ થતો હોય તો જ કરવું જોઈએ.

આ ઉપરાંત મિત્રો તમારે જો અલગ અલગ જગ્યાએથી ગેલેરીને ફાઈલ વગેરેમાંથી સ્ટોરેજ ખાલી કરવામાં સમય લાગતો હોય તો  C cleaner app ડાઉનલોડ કરી લેવી જોઈએ. તેનાથી બિનજરૂરી એપની ફાઈલો, ફોટો તેમજ વિડીયો એક જ વારમાં ડીલીટ થઇ જશે. તો આ એપ ડાઉનલોડ કર્યા બાદ સમયાંતરે બિનજરૂરી વસ્તુઓ ડીલીટ કરી નાખવી. આ એપની મદદથી તમે એક જ સિલેક્ટથી બધી બિનજરૂરી વસ્તુ ડીલીટ કરી શકો.

આ ટીપ્સને અનુસરશો તો ક્યારેય તમારો ફોન હેંગ કે ગરમ થશે નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment