મહિલાઓના આ અંગમાં છુપાયેલું હોય છે સૌથી મોટું રહસ્ય, જાણો આ અંગ કયું છે અને તેમાં કયું રહસ્ય છુપાયેલું છે?
મિત્રો સ્ત્રીને ઘરની લક્ષ્મી સમજવામાં આવે છે. હિંદુ સમાજમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપીને તેને આદ્યશક્તિનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પ્રકૃતિએ પણ તેનું સર્જન એવી રીતે કર્યું છે કે સ્ત્રી વગર સંસારની સંરચના જ અધુરી છે. જ્યારે પણ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યારે લક્ષ્મીજી આવ્યા તેવું કહેવાય છે. આ ઉપરાંત કોઈ પણ દીકરી લગ્ન બાદ પોતાના સાસરે જાય છે ત્યારે તેના પગલાઓને લક્ષ્મીજીનું આગમન માનવામાં આવે છે.
આપણા વેદોમાં પણ ઉલ્લેખ થયેલો છે કે “યત્ર નારયેસ્તુ પૂજયન્તે, તત્રે રમન્તે દેવતા” અર્થાત. “જે ઘરમાં નારીનું પૂજન થાય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે.” આ ઉપરાંત શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું પણ ભાગ્ય બદલી શકે છે.
મિત્રો વાલ્મીકી રામાયણના એક પ્રસંગ અનુસાર માતા સીતા જ્યારે અશોક વાટિકામાં હતા ત્યારે ત્રીજટાએ માતા સીતાને એવું કહ્યું હતું કે તેમના પતિ શ્રી રામ એક દિવસ રાજા જરૂર બનશે અને આગળ જણાવતા સીતાજીને કહ્યું કે, તમારા અંગલક્ષણો એવું કહે છે કે તમારા પતિ શ્રી રામ રાજા બનશે માટે તેમનો રાજ્યાભિષેક અવશ્ય થશે. આ ઘટના દરમિયાન સ્ત્રીના અમુક અંગોનું એવું વર્ણન જણાવેલું છે કે જે તેમના પતિના ભવિષ્ય અને સમૃદ્ધિનું રાજ બતાવે છે. તો મિત્રો આજે અમે સ્ત્રીઓના એ જ અંગ લક્ષણો વિશે જણાવશું .
સૌથી પહેલું અંગ લક્ષણ છે કે જે પણ મહિલાઓના પગના તળિયામાં કમળનું નિશાન બને છે તેમના પતિ રાજાઓની માફક જીવન પસાર કરે છે. આવી મહિલાઓના પતિને કોઈ ઉચ્ચ પદવી મળે છે. આ મહિલાઓના પતિ પાસે ધન અને સમૃદ્ધિની કમી નથી રહેતી.
ત્યાર બાદ જે મહિલાઓના વાળ કાળા પાતળા અને સુંદર હોય છે તેના પતિનું ભાગ્ય ખુબ જ પ્રબળ રહે છે. નસીબ હંમેશા આ મહિલાઓના પતિનો સાથ આપે છે.
ત્રીજુ લક્ષણ છે મહિલાઓનો આઇબ્રો. જે મહિલાઓનો આઇબ્રો ધનુષ આકારનો હોય છે તે મહિલા પોતાના પતિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા રાખે છે અને આવી મહિલાના પગલા જે પણ ઘરમાં પડે છે તે ઘરમાં ધનની બરકત વધવા લાગે છે.
જે મહિલાઓના દાંત મોતી સમાન સુંદર હોય છે તેમના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વના હોય છે. આ ઉપરાંત જે મહિલાઓના નખ ગોળ અને લીસ્સા હોય છે તેમના પતિ ઈજજતદાર, ધનવાન અને ખુશહાલ હોય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે જે મહિલાઓનો રંગ ગોરો અને મખમલી ત્વચા હોય છે તે મહિલાના પતિમાં કોઈ ખામી નથી હોતી. આવી મહિલાઓના પતિ દરેક રીતે સંપૂર્ણ હોય છે.
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાના પગના તળિયામાં ત્રિકોણનું નિશાન બનતું હોય તેવી મહિલાઓ બુદ્ધિશાળી હોય છે અને તે મહિલાઓ પોતાની સમજણ અને બુદ્ધિથી પોતાના પરિવારની દરેક સંભવ સહાય કરે છે અને પરિવારને પણ ખુશ રાખે છે.
જે મહિલાના માથા પર તલ હોય તેના પતિને ખુબ જ સૌભાગ્યવાન માનવામાં આવે છે. આવી મહિલાઓના પતિને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.
ત્યાર બાદ જે મહિલાઓની નાભી ઊંડી અને ગોળ હોય છે તે શારીરિક રીતે ખુબ જ સુંદર મહિલા હોય છે. આ સાથે જ આવી મહિલાઓ પોતાના પતિ માટે ખુબ જ સૌભાગ્યશાળી મનાય છે અને પોતાના સાસરિયામાં વધુ ધનલાભના યોગ બનાવનારી હોય છે.