મિત્રો તમે જાણો જ છો કે હાલ કોરોનાનું મોટું સંકટ આખી દુનિયાપર છવાઈ ચુક્યું છે. કોરોનાના કેસોની સાથે અમેરિકામાં મૃત્યુનો ડર પણ વધી રહ્યો છે. આવા સમયે હવે 4 જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. ત્યારે એક મોટું સંકટ એ આવી રહ્યું છે કે, આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી કે ન કરવી. તો આ મુશ્કેલી ભર્યા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જુલાઈના રોજ ‘સેલ્યુટ ટુ અમેરિકા’ નો કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું છે. ચાલો તો આ અંગે વિગતે વાત કરીએ.
એવું જાણવા મળ્યું છે કે, 4 જુલાઈએ અમેરિકામાં ‘સેલ્યુટ ટુ અમેરિકા’ નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ કાર્યક્રમનું આયોજન પણ શરૂ કરી દીધું છે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે, દર વર્ષે 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવે છે અને તે કાર્યક્રમનું નામ ‘સેલ્યુટ ટુ અમેરિકા’ આપવામાં આવ્યું છે.
આ સિવાય અમે તમને જણાવી દઈએ કે આ ક્રર્યક્રામને લઈને જે ભીડ ભેગી થશે, તેની ચિંતાને લઈને દેશના ઘણા સાંસદોનો વિરોધ હોવા છતાં ટ્રમ્પ આ કાર્યક્રમ ઉજવવા માટે આગળ વધી રહ્યા છે. દશકોથી અમેરિકામાં સ્વતંત્રતા દિવસ સમારોહ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમમાં દર વર્ષે કેપિટલ લોનમાં સંગીતનો કાર્યક્રમ અને વોશિંગ્ટન સ્મારક પાસે આતશબાજી કરવામાં આવે છે.જ્યારે વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલ સુચન અનુસાર રાષ્ટ્રપતિ અને અમેરિકાની પહેલી મહિલા મેલેનિયા ટ્રમ્પ આ વર્ષે વ્હાઈટ હાઉસના સાઉથ લોનને એલેક્સેથી આ કાર્યક્રમની મેજબાની કરશે. ત્યાર પછી ટ્રમ્પ લોકોને સંબોધિત કરશે. આ સિવાય આ કાર્યક્રમમાં સંગીત અને સૈન્ય પ્રદર્શનનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે. આ સિવાય ગયા વર્ષે આ કાર્યક્રમ લિંકન મેમોરીયલમાં કરવામાં આવ્યો હતો.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ એમ પણ જણાવ્યું કે, જેમ કે તમે જાણો છો કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે અને આમાં ભાગ લેનારના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, આખા વિશ્વમાં અમેરિકા એક એવો દેશ છે, જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. હાલ ત્યાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા 21 લાખને પણ પાર કરી ચુકી છે. જ્યારે તેની સામે મરનારની સંખ્યા 1 લાખ 12 હજાર આસપાસ પહોંચી ચુકી છે. આવા સમયે આ વર્ષે 4 જુલાઈના રોજ થનાર સ્વતંત્રતા કાર્યક્રમમાં લોકોના સ્વાસ્થ્યને લઈ ખાસ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આમ અમેરિકામાં થનાર સ્વતંત્રતા કાર્યક્રમને લઈને જે ચિંતા થઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને લોકોના સ્વાસ્થ્યનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને કોરોનાનો ચેપ ઓછો લાગે અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.