ફ્રાંસની મશહુર ઓડિસી ડાન્સરે આપ્યો ડાંસ કરીને કોરોનાથી બચવા માટેનો સંદેશ. જુઓ વિડીઓ.

ફ્રાંસીસી મૂળનીની એક ડાંસ ટીચર અને કોરિયોગ્રાફરે કોરોના વાયરસને લઈને એક ખુબ જ સુંદર અને કલાત્મક સંદેશ આપ્યો છે. તેણે આ સંદેશને ખુબ જ અદ્દભુત રીતે પોતાની કલામાં ઢાળીને લોકો સમક્ષ રાખ્યો છે. આ ડાંસ ટીચર અને કોરિયોગ્રાફર મૂળ ફ્રાંસીસીની છે અને તેણે કોવિડ-19 થી બચવા માટે શું કરવું તે તેની નૃત્યુ અદાઓમાં જણાવ્યું છે. તેનું નામ છે મહિમા ખાનુમ. મહિમાએ જે ડાંસ પેશ કર્યો છે તે મૂળ ઓડિસી ડાંસ મુદ્રા છે. જેમાં કોરોનાથી બચવા માટેની સાવધાનીઓ વિશે નૃત્ય અને ભાવ દ્વારા વાત કરવામાં આવી છે. 

ભારતીય નૃત્ય કળા અને કલ્ચરને પ્રોત્સાહિત કરનારી ચલાવે છે, તે સંસ્થાનું નામ છે લિઝ આર્ટ્સ મીડિયા. તમને જણાવી દઈએ કે મહિમા તેની ડાયરેક્ટર છે. આશ્વર્યની વાત એ છે કે પેરિસમાં રહીને ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને વધુ મહત્વ આપે છે. મહિમા જણાવે છે કે, ‘નૃત્ય એક સુંદર ભાષા છે, તેમાં વિભિન્ન મુદ્રાઓનો ઉપયોગ કરીને પોતાની વાતને ખુબ જ સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે.’  

મિત્રો તમને જણાવી દઈએ કે મહિમાએ ઘણી વસ્તુમાં પોતાનું પ્રભુત્વ મેળવ્યું છે, તેણે ફ્રાંસમાં ઘણા પ્રોજેક્ટની શરૂઆત કરી છે, તે ઓડિસી ડાંસ અને કોમ્પ્યુટર એનિમેટેડઓલ્ડ પેન્ટિંગ, અને વર્ચ્યુઅલ રિયાલીટી સાથે લાઈટ પેન્ટિંગ ફોટોગ્રાફી પર પણ કામ કરી રહી છે. 

તમને જણાવી દઈએ કે મહિમાનો જન્મ ફ્રાંસમાં થયો હતો, તેની માટે ફ્રેંચ અને પિતા સ્પેનિશ હતા. મહિમા બાળપણથી નૃત્યકલાની શોખીન હતી, તેણે ત્રણ વર્ષની ઉંમરમાં જ બેલે ડાંસ શીખ્યો હતો. ત્યાર બાદ મહિમા 13 વર્ષની થઈ ત્યારે ઓડિસી નૃત્યકલાના આર્ટીસ્ટ શંકર બેહરાને મળી, અને તેની શિષ્ય બનીને તેમની પાસે નૃત્ય શીખવા લાગી, મહિમા એવું માને છે કે, શંકર બેહરાએ તેના જીવનને નવો માર્ગ આપ્યો છે. 

ત્યાર બાદ તે ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ એન્ડ ધ ફ્રેંચ ગવર્મેન્ટ તરફથી દિલ્લીમાં માધવી મુદગલ પાસેથી નૃત્ય શીખવાનો મોકો મળ્યો. ત્યાર બાદ તે પેરિસમાં જતી રહી. ત્યાં મહિમા લગભગ 12 વર્ષ સુધી નૃત્ય સાથે નવતર પ્રાયોગ કરતી રહી. 

આગળ હવે મહિમા જણાવે છે કે, મારા પતિ અવિશે એક ડિઝીટલ આર્ટીસ્ટ છે, લોકડાઉન પહેલા મેં ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે લોકોને જાગૃત કરવા માટેનું એક માધ્યમ ડાંસ પણ હોય શકે. તો 16 માર્ચના રોજ ફ્રાંસમાં લોકડાઉન લાગ્યા બાદ મેં ઘરમાં રહીને જ ડાંસ કરતા કરતા મેં પોઝિટીવિટી સાથે જોડીને નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ આ વિડીયો મેં બનાવ્યો. 

આ આખો વિડીયો વિભિન્ન મુદ્રાઓ પર આધારિત છે અને આ વિડીયો ત્રણ જ દિવસમાં બનીને તૈયાર થઈ ગયો હતો. મહિમા આગળ જણાવે છે કે, આ વિડીયો મેં કોઈ પણ ખાસ જગ્યા પર તૈયાર નથી કર્યો, મારા નાના એવા એપાર્ટમેન્ટમાં જ શૂટ કરી લીધો. કોઈ ખાસ લોકેશન નથી શોધ્યું. થોડા અઠવાડિયા બાદ આ નૃત્યને સંગીત આપવામાં આવ્યું, એ સંગીત મુંબઈના સંગીતકાર વિજય તાંબે દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. નીચે યુત્યુબના વિડીયોની લિંક પણ આપવામાં આવી જેમાં તમે જોઈ શકો છો એ ડાંસને.

Leave a Comment