પાકિસ્તાનની વાત કરીએ તો તેની દરેક હરકતો ખુબ જ આશ્ચર્યજનક હોય છે. પોતાને સાચા સાબિત કરવા માટે તે અનેક પેંતરાઓ અપનાવે છે. ક્યારેક ખુદ પાકિસ્તાન પ્રમુખ ઈમરાન ખાન, તો ક્યારેક મૌલાના સાહેબ, તો ક્યારેક તેના મંત્રીઓ અજીબોગરીબ હરકતો કરી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આ બધામાં જે લોકો હેરાન થાય છે તેમાં ગરીબ અને લાચાર મહિલાઓ સામેલ છે.
અવારનવાર પાકિસ્તાન પોતાની અજીબ હરકતો દ્વારા ચર્ચામાં રહેવાનો ઢોંગ કરે છે. ત્યારે હાલ એવું સંભાળવા મળ્યું છે કે, પાકિસ્તાનના વિદેશમંત્રીએ પોતે ‘પીરબાબા’ છે એવું દર્શાવવા માટે પોતાના ઘરની મહિલાઓ અને છોકરીઓના વાળ કપાવ્યા હતા. જેનો વિડીયો આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો આજે આ લેખમાં તમને આ અંગે વિશેષ માહિતી જણાવશું.
પાકિસ્તાનના વિદેશમંત્રીનું નામ શાહ મહમુદ કુરેશી છે. જેણે હાલમાં જ પોતે ‘પીરબાબા’ બની ગયા છે એવું જાહેર કર્યું છે. તેની હરકત એટલી હદ સુધી નીચી થઈ ગઈ હતી કે તેણે પોતાના મુલ્તાનમાં રહેલ પોતાના ઘરની સ્ત્રીઓને વાળ કાપવા માટે મજબુર કર્યા હતા. જયારે વાળ કાપવાના બદલામાં સ્ત્રીઓને પોતાના સોના, ચાંદી પણ લઇ લીધા હતા. જયારે હાલ પાકિસ્તાનના વિદેશમંત્રીના પત્નીઓના વાળ કાપવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયોમાં એવું જોવા મળે છે કે, કુરેશીએ મહિલાઓ અને છોકરીઓના વાળ કપાવ્યા છે. જ્યારે આ વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, વિશ્વાસ અપાવવા માટે મહિલાઓને પોતાના વાળ કાપવા માટે મજબુર થવું પડે છે. એટલું જ નહિ, પરંતુ આ મહિલાઓને પોતાના વાળ કપાવવા માટે કુરેશીને પૈસા અને સોનું પણ અપાવું પડે છે. આમ કુરેશીનું ધર્મના નામે મહિલાઓને લુંટવી એ પાકિસ્તાનની વાત છે.
જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રીની આ રીતે ‘પીરબાબા’ બનવાની ખુબ આલોચના થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કુરેશી ઘણા સમયથી મુલ્તાનમાં પીર મુરીદી સિસ્ટમ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત કુરેશીએ મુલ્તાનના લોકો પ્રત્યે નિષ્ઠાની શપથ લીધી છે અને પોતાને પીરબાબા તરીકે ઓળખાવે છે.
આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, કુરેશી લોકોને પણ શપથ અપાવે છે. એવું કહેવામાં આવે છે કે, ‘વાળ કપાવવાથી આગળના બધા જ પાપોનું પશ્ચાત્તાપ થઈ જાય છે. આમ જો કોઈ માણસ એક વખત આ રીતે વાળ કપાવે છે, અને જો તે શપથ લે, તો એ શિષ્ય બની જાય છે.
આ સિવાય કહેવાય છે કે, ઉર્સના સમયે શાહ મહમૂદ જવાન છોકરીઓ અને મહિલાઓનો તેની પાર્ટીમાં સામેલ થવાનો વિશ્વાસ અપાવે છે. આ સિવાય પાકિસ્તાની મીડિયા દ્વારા એવું પણ બહાર આવ્યું છે કે, કુરેશીએ માત્ર મહિલાઓ અને છોકરીઓના માત્ર વાળ જ નથી કપાવ્યા પરંતુ કુરેશીએ વાળ કાપવાના બદલામાં પોતાના અનુયાયીઓ પાસે સોનું, ચાંદી અને પૈસા પણ વસુલ્યા હતા. આમ ધર્મના નામે લોકોને લુંટવા પર કુરેશીની ખુબ આલોચના કરવામાં આવી રહી છે.
આમ પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા આ રીતે લોકોને વિશ્વાસમાં લઈને મહિલાઓના વાળ કપાવે છે, સાથે સાથે તેના બદલામાં તેમની પાસે પૈસા પણ વસુલે છે. જે ખુબ જ શરમજનક બાબત છે.