ચા પીધા બાદ ના કરો આ ભૂલો…. થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી… ખાસ વાંચો અને શેર જરૂર કરો.

ચા પીધા બાદ ના કરો આ ભૂલો…. થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી… ખાસ વાંચો અને શેર જરૂર કરો.

મિત્રો આજે આખી દુનિયામાં સૌથી વધારે જો કોઈ દેશ ચા પીવાનો શોખીન હોય તો એ છે ભારત. આપણા ભારત દેશમાં લગભગ બધા જ ઘરે સવારની પહેલી શરૂઆત ચા થી થતી હોય છે. લોકોના ઘણા અલગ અલગ શોખ હોય છે તેમાં એક શોખ છે ચા પીવાનો. ભારતમાં ખાસ કરીને લોકો સાંજના સમયે અને સવારના સમયે અચૂક ચાની ચૂસકી લઈને મજા માણતા હોય છે. મોટાભાગની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ ચા ના ખુબ જ શોખીન હોય છે અને ઓફિસમાં અનેક વાર કામનો મૂડ બનાવી રાખવા માટે ચાની મજા લેતા હોય છે.

પરંતુ ચા પીવાની જેટલી મજા હોય છે એટલા જ તેના ગેરફાયદા પણ હોય છે. જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેના નુકશાન પણ ખુબ જ ભારે માત્રામાં થાય છે. ચા એક પ્રકારનું વ્યસન છે. જે માણસને એક દિવસ તેનો આદિ બનાવી નાખે છે. ઘણા લોકોને એવી ટેવ પણ પડી ગઈ હોય છે કે જો તેને સમયસર ચા ન મળે તો માથું પણ દુઃખવા લાગતું હોય છે. પછી ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે ચા સાથે સુકો નાસ્તો અથવા અન્ય વસ્તુનું પણ સેવન કરતા હોય છે. ઘણા લોકો ચા સાથે સિગારેટનું પણ સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી જીવને પણ ગુમાવવાનો વારો આવી શકે છે. 

કેમ કે સિગારેટ પીવાથી આપણા શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશ કરે છે. જેની ક્યારેય કલ્પના પણ ન કરી શકાય તેવી. કેમ કે ચાના વધારે સેવનથી ખુબ જ ગંભીર રોગો થઇ શકે છે. ચા પીવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ જ્યારે નુકશાન આપણને ઘેરી વળે ત્યારે તે ખુબ જ કષ્ટદાયી નીવડે છે. એટલા માટે દિવસમાં બે કરતા વધારે વાર ચા ન પીવી જોઈએ. તો આજે અમે તમને ચા વિશેના અમુક નુકશાન જણાવશું. તો ચાલો જાણીએ તેના વિશે.

મોટાભાગે જે લોકો ચા વધારે પીતા હોય છે તેવા લોકોએ પેશાબ કરવા વધારે જવું પડતું હોય છે. તેનાથી આપણા શરીરમાં જરૂરી એવા પોટેશિયમ, સોડીયમ અને બીજા પણ જરૂરી હોય તેવા મિનરલ્સની ઉણપ થાય છે. જેના કારણે આપણા શરીરમાંથી ધીમે ધીમે પોષકતત્વ ઘટવા લાગે છે અને તેના કારણે અણશક્તિ આવવા લાગે છે. ચામાં અલ્યુમિનીયમ મળી આવે છે જે આપણા શરીરની ચામડી માટે ધીમું ઝેર સાબિત થાય છે. તેના કારણે મોઢા ઉપર પીમ્પલ્સ પણ થવા લાગે છે. વધારે ચા પીવાથી કીડનીને લગતા પણ ઘણા રોગો થવાની સંભાવના રહે છે. 

ઘણા લોકોને ચા બનીને તરત જ પીવાની ટેવ હોય છે. ચાને ખુબ જ ગરમ પીવાની ટેવ હોય છે. તેબા લોકો ક્યારેય પણ ચાને ખુબ જ ગરમ ન પીવી જોઈએ. કેમ કે તેનાથી આપણા મોંથી લઈને પેટને જોડતી બધી જ નળીઓ નુકશાન થાય છે. કેમ કે જો રોજ વધારે ગરમ ચા પીવામાં આવે તો તેનાથી આપણા શરીરની અંદર રહેલી નળીઓ પાતળી પડે છે. જે સમય રહેતા ડેમેજ પણ થઇ શકે છે. જો તે નળી ડેમેજ થઇ જાય તો વ્યક્તિનું જીવવું મુશ્કેલ થઇ જાય છે.

જે લોકો ચા સાથે સિગારેટનું સેવન કરતા હોય છે તેના માટે આ લેખ ખુબ જ ખાસ છે. ઘણા લોકો વ્યસનના આદિ હોય છે. તમે પણ અવારનવાર એવા લોકોને જાહેરમાં જોયા હશે કે તેવો ચા ની સાથે સાથે સિગારેટના ધુમાડા કાઢતા હોય છે. પરંતુ તેમની આ હોંશિયારી કરતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે તેનાથી ખુબ જ ગંભીર કેન્સર થાય છે. આ ટેવના કારણે કેન્સરની સંભાવના સામાન્ય કરતા લગભગ 30% વધી જાય છે. કેમ કે ચા માં પહેલેથી કેફી પદાર્થ રહેલો હોય છે અને ઉપરથી સિગારેટમાં પણ નશીલો પદાર્થ રહેલો હોય છે. જે શરીરમાં એક સાથે ભેગા થવાથી ઝેરી પદાર્થમાં પરિવર્તન પામે છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના વધવા લાગે છે. માટે ક્યારેય પણ ચા સાથે સિગારેટ ન પીવી જોઈએ. 

 

1 thought on “ચા પીધા બાદ ના કરો આ ભૂલો…. થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી… ખાસ વાંચો અને શેર જરૂર કરો.”

Leave a Comment