અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..
મિત્રો જ્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે તો સૌથી પહેલા લસણ ડુંગળીની જ વાત આવે કે આ સંપ્રદાયમાં લસણ ડુંગળીના સેવન પર નિષેધ કરવામાં આવ્યો છે. img source
સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે લસણ અને ડુંગળીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. તેમ છતાં પણ શા માટે તેના પર નિષેધ લગાવવામાં આવ્યો છે તેનું સાચું કારણ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવશું.
મિત્રો આપણને એ તો ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ છે. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે તે અધૂરું સત્ય છે. કારણ કે માત્ર સ્વામિનારાયણ નહિ પરંતુ લગભગ દરેક ધર્મના કોઈને કોઈ ગ્રંથમાં લખાયેલું છે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માને છે જ્યારે બીજા ધર્મમાં આવો કોઈ ચુસ્ત નિયમ નથી બનાવેલો.
img source
મિત્રો તમને જણાવી દઈએ કે વૈષ્ણવોમાં પણ લસણ ડુંગળીની મનાઈ હોય છે. કારણ કે શ્રી મદ્દ ભગવત ગીતામાં પણ ના પાડી છે. અને આગળ વાત કરીએ તો શિવપુરાણ અને જૈન ધર્મમાં પણ ડુંગળી લસણની મનાઈ છે.
મિત્રો કહેવાય છે કે ડુંગળી અને લસણ રાજસિક તેમજ તામસિક પ્રકૃતિના હોય છે. જેના કારણે પ્રમાદ, ક્રોધ, ઊંઘ, જૂનુન, આળસ અને અજ્ઞાનતામાં વૃદ્ધિ થાય છે. માટે સાત્વિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટે લસણ ડુંગળી પર નિષેધ કરવામાં આવ્યો છે.
img source
લસણ ડુંગળીના નિષેધ પર ઘણી ધાર્મિક માન્યતાઓ પણ પ્રચલિત છે તો કોઈ વૈજ્ઞાનિક કારણો પણ જણાવે છે. તો તે માન્યતાઓ પણ જાણી લઈએ. શાસ્ત્રો અનુસાર લસણ, ડુંગળી અને મશરૂમની ગણતરી અશુદ્ધ ખોરાકમાં કરવામાં આવે છે અને તેના સેવનથી વ્યવહારમાં બદલાવ આવે છે. માટે સારા વ્યવહાર તેમજ પવિત્રતા બનાવી રાખવા માટે ડુંગળી લસણ જેવા ખોરાક પર નિષેધ કરવામાં આવ્યો છે.
img source
સનાતન ધર્મના વેદ શાસ્ત્રો અનુસાર લસણ ડુંગળી જેવા શાકભાજી પ્રકૃતિ પ્રદત્ત ભાવનાઓમાંથી સૌથી નીચા દરજ્જાની ભાવનાઓ ઉત્પન્ન કરે છે. તેથી લસણ ડુંગળીનું સેવન જુનુન, ઉત્તેજના અને અજ્ઞાનતાને વધારે છે. આધ્યાત્મના માર્ગ પર ચાલવામાં વિઘ્નો ઉભા કરે છે વ્યક્તિની ચેતના પ્રભાવિત થાય છે માટે સેવન ન કરવું જોઈએ.
img source
મિત્રો જે લોકો સાત્વિક જીવન જીવવા માગે છે તેમજ ક્રોધ, આળસ, નિંદ્રા તેમજ અજ્ઞાનતાથી દુર રહેવા માંગે છે તો તેમણે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. પરંતુ આજના સમયમાં આ બધી ધાર્મિક માન્યતા તેમજ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી વાતો માનતા નથી. આજના મોર્ડન યુગમાં તેને એક અંધવિશ્વાસ માનવામાં આવે છે. અને નિષેધ કરેલી વસ્તુનું સેવન છોડવાનું તો દુર પરંતુ કરે છે તે લોકો પણ અને ખાસ કરીને યુવાનો તેનું સેવન જરૂરત કરતા વધારે કરવા લાગે છે. જેના કારણે વ્યક્તિમાં જૂનુન, ઉત્તેજના અને અજ્ઞાનતા જેવી ભાવનાઓનો વધારો થાય છે.
img source
આ જ ભાવના જેવી કે ક્રોધ,આળસ, ઊંઘ, પ્રમાદ અને અજ્ઞાનતા માત્ર આપણને સાત્વિક બનતા નથી અટકાવતી. પરંતુ આ એજ ભાવનાઓ છે જે આપણને આપણા જીવનના લક્ષ્યોથી પણ ભટકાવે છે. મિત્રો આપણી જીવન શૈલી બદલવાના કારણે આ નિયમનું પાલન કરવું આપણા માટે થોડું અઘરું છે. પરંતુ મિત્રો બની શકે તો ભોજનમાં તેની માત્ર ઘટાડી શકીએ આપણે.
તો મિત્રો તમારું શું કહેવું છે આપણે લસણ અને ડુંગળી ખાવું જોઈએ કે નહિ. જણાવો નીચે કોમેન્ટ કરીને….img source
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી