શાસ્ત્રો અનુસાર છીંક આવવી એ શુકન કે અપશુકન…. બહાર જતી વખતે છીંક આવે તો શું થાય?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

છીંક આવવી એ શુકન કે અપશુકન……જાણો કંઈ રીતે તે નક્કી કરી શકાય….

મિત્રો આપણા હિન્દુ સમાજમાં અનેક પરંપરાઓ આવેલી છે અને દરેક પરંપરાઓ પાછળ કંઈકને કંઈક તથ્ય રહેલું જ છે. જેમ જેમ આ પરંપરાઓ જૂની થતી જાય છે તેમ તેમ આ પરંપરામાં લોકોનો અંધવિશ્વાસ  વધતો જાય છે. img source
આમ તો પરંપરાઓ વિશ્વાસના પાયા પર જ ટકેલી હોય છે. પરંતુ તેને અંધવિશ્વાસ વચ્ચે વધુ અંતર નથી. પરંપરામાં રહેલો વિશ્વાસ એ ક્યારેય અંધવિશ્વાસમાં બદલાઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. પરંતુ મિત્રો આજે અમે તમને એવી માન્યતા વિશે જણાવીશું કે જેમાં શુકન અને અપશુકન બંનેનો સમાવેશ થાય છે.

છીંક આવે તો તેના પર કોઈનો કાબુ હોતો નથી. છીંક એ કોઇ પણ સમયે, કોઇ પણ  વ્યક્તિને આવી શકે છે. તો મિત્રો ચાલો જાણીએ કે ક્યારે ક્યારે છીક આવવી શુભ મનાય છે અને ક્યારે અશુભ માનવામાં આવે છે.

img source
જો તમે કોઈ મહત્વના કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતા હોય ત્યારે કોઈ વ્યક્તિ તમારી સામે છીંક ખાઈ તો સમજવું કે તમારા કામમાં અડચણો આવશે. તમારું કાર્ય સફળતાથી પૂર્ણ થશે નહીં. પરંતુ મિત્રો શું તે જાણો છો કે  ઘરની બહાર નીકળતા સમયે જો કોઈ પણ વ્યક્તિ તમારી સામે એકથી વધુ વખત છીંક ખાય તો કાર્ય સફળતાથી પૂર્ણ થાય છે.

કોઈપણ વ્યક્તિ સવારના છ વાગ્યાથી લઇ દસ વાગ્યા સુધીમાં  પૂર્વ દિશામાં છીંકનો અવાજ સાંભળે છે તો તેના પર સમસ્યાઓ આવી શકે છે અને તેનો સંપૂર્ણ દિવસ અડચણોનો સામનો કરવામાં જ વિતે છે. ત્યારબાદ સવારના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધીમાં પૂર્વ દિશામાંથી અવાજ સંભળાય તો તેને શારીરિક કષ્ટનો  સામનો કરવો પડે છે.

img source
જો બપોરના ૧ થી ૩ વાગ્યા સુધીમાં છીંકનો અવાજ સંભળાય તો સ્વાદિષ્ટ ભોજન મળવાની સંભાવના હોય છે.

દિવસના ચોથા પ્રહર એટલે કે ૩ થી ૬ વાગ્યા સુધીમાં કોઈ વ્યક્તિને છીંકનો અવાજ સંભળાય તો તે વ્યક્તિને તેના મિત્ર સાથે મળવાની તક મળે છે.

જો તમે કોઈ મુસાફરી કરવા અથવા તો કોઈ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે  કોઈ વ્યક્તિ તમારી ડાબી બાજુએ છીંક ખાય તો તે અશુભ માનવામાં આવે છે. આવામાં તમારે ઘરની બહાર જવું ન જોઈએ. જો તમારું કાર્ય એટલું મહત્વનું હોય તો એક લવિંગ ખાઈને નીકળવું જોઈએ.

img source
જો તમે કોઈપણ વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે તમે અથવા તમારા સાથે રહેલ વ્યક્તિ છીંક ખાય તો તે વસ્તુ તમને લાભ આપવા જઈ રહી છે.

ઊંઘ આવતા પહેલાં અને ઊંઘ કર્યા પછી જો તમને છીંકનો અવાજ સંભળાય તો તમારા માટે અશુભ સાબિત થાય છે.

જો તમે નવુ મકાન ખરીદ્યું હોય અને ગૃહ પ્રવેશનું કાર્ય થતું હોય ત્યારે કોઈ વ્યક્તિ છીંક ખાય તો ગૃહ પ્રવેશનું કાર્ય ૪ કલાક માટે સ્થગિત કરવું જોઈએ અને ત્યારબાદ સૌ પ્રથમ ગણપતિજીને પ્રવેશ કરાવવો અને પછી તમારે પ્રવેશ કરવો જોઈએ.

img source
જો તમે કોઈ નવો ધંધો શરૂ કરી રહ્યા છો અને તેવામાં છીંક આવે તો ધંધામાં સફળતા મળવાનો સંકેત છે. કોઈ દર્દીને એ દવાખાને લઈ જતી વખતે અથવા તો દવા ખરીદતી વખતે જો છીંક આવે તો સમજવું કે તે  જલદી સાજો થઈ જશે.

ધાર્મિક કાર્યો કરતા સમયે છીંક આવે તો અપશુકન માનવામાં આવે છે. ભોજન કર્યા બાદ છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આજ સમયે જો કોઇ બીજો વ્યક્તિ છીંક ખાય તો તમે કરેલા ભોજનથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

img source
જો તમે વિદ્યાર્થી છો અને પરીક્ષા દેવા જઈ રહ્યા છો ત્યારે  કોઈ તમારી પાછળ છીંક ખાય તો તમને પરિક્ષામાં અસફળતા મળવાની સંભાવના રહે છે.

નાના બાળક અને રોગીને  છીંક આવતી હોય તો તેના વિશે કશું વિચારવું નહિ. તેનો સંબંધ શુભ અને અશુભને લાગતો નથી.

આ લેખમાં દર્શાવવામાં આવેલી કોઈ પણ બાબત તમારા સાથે બની હોય તો કોમેન્ટ કરીને જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment