રોજ સવારે જો આ વસ્તુ દેખાય તો સમજો બદલશે તમારું ભાગ્ય… શું તમને પણ આવી વસ્તુ દેખાણી છે ક્યારેય.

કોઈ પણ વ્યક્તિની ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થશે, ક્યારે તેના પર માતા લક્ષ્મીની કૃપા થશે આ બધી બાબતો માટે જ્યોતિષમાં અમુક સંકેતો જણાવવામાં આવ્યા છે. એવી માન્યતાઓ પણ છે કે જ્યારે પણ આ સંકેતો વ્યક્તિને જીવનમાં મળે તો તેમણે સમજી લેવું જોઈએ કે તેના પર માતા લક્ષ્મીની કૃપા થવા જઇ રહી છે. આર્થીક સમસ્યાનો અંત આવવા જઇ રહ્યો છે. તો મિત્રો આજે અમે તેવા જ સંકેતો જણાવવા જઇ રહ્યા છીએ જે જણાવશે કે આવનારા સમયમાં તમારા ભાગ્યોદય થશે તેમજ થશે ધનલાભ.

જે વ્યક્તિને સવાર સાંજ શેરડી દેખાય તો તે દર્શાવે છે કે વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ધન સંબંધી સફળતાઓ પ્રાપ્ત થશે.

જો સવારે ઉઠતાની સાથે જ આપણી નજર દૂધ કે દહીંથી ભરેલા વાસણ પર પડે તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તે એ દર્શાવે છે કે હવે માતા લક્ષ્મીની કૃપા થવા જઇ રહી છે.

સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા જો તમને શંખ તેમજ મંદિરના ઘંટનો અવાજ સંભળાઈ તો તે પણ એક શુભ સંકેત મનાય છે અને તે તમારા જીવનમાં ધનનો વધારો કરે છે.

જો કોઈ વ્યક્તિને સપનામાં પાણી, હરિયાળી તેમજ ઘુવડ દેખાય તો સમજી લેવું કે તે વ્યક્તિને નજીકના ભવિષ્યમાં માતા લક્ષ્મીની કૃપા થશે તેમજ તેની દરેક આર્થિક સમસ્યાઓનું નિવારણ આવશે.

નારિયેળ, શંખ, મોર, ફૂલ વગેરે વસ્તુઓ સવારમાં દેખાતી હોય તો તે પણ ખુબ શુભ ફળ આપનાર સંકેત હોય છે. જો કોઈ વ્યક્તિ આવશ્યક કાર્ય માટે જતી હોય અને તેને રસ્તામાં લાલ સાડીમાં 16 શ્રીંગારથી સજ્જ સ્ત્રી જોવા મળે તો તે એક ખુબ જ શુભ સંકેત છે તેનાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ જો શુક્રવારના દિવસે કોઈ કન્યા કોઈ વ્યક્તિને સિક્કો આપે તો સમજવું કે માતા લક્ષ્મીની અસીમ કૃપા થવા જઇ રહી છે.

જો કોઈ વ્યક્તિ પોતાના કાર્ય માટે ઘરેથી નીકળે ત્યારે તેને ગાય દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેમજ જો ગાય સફેદ હોય તો તે તેનાથી પણ શુભ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને પોતાના સપનામાં સફેદ સાપ સોના જેવો થતો દેખાય તો તે પણ મહાલક્ષ્મીની કૃપાનો એક સંકેત મનાય છે. તેનો મતલબ છે કે ભવિષ્યમાં તે વ્યક્તિને વિશેષ ધન લાભ થશે. તેમજ રસ્તામાં ક્યાંય ચાલ્યા જતા હોવ અને સફેદ સાપ જોવા મળે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિના ઘર પાસે કે ઓફીસ પાસે ઘુવડ આવીને બેસે તો સમજવું કે ભવિષ્યમાં તમારું ભાગ્ય ચમકશે તેમજ ધનલાભ થશે. કારણ કે શાસ્ત્રો અનુસાર ઘુવડ માતા લક્ષ્મીનું વાહન હોય છે માટે તે ઘરમાં આવે તો શુભ મનાય છે.

કોઈ પણ શુક્રવારે ઘરની બહાર નીકળીએ ત્યારે કન્યા પાણીથી ભરેલા કળશ સાથે દેખાય તો તે એક શુભ સંકેત છે અને જો કાળાશ ભરેલો હોય તો ભવિષ્યમાં ભારે ધન લાભ થવાની સંભાવના રહે છે.

સવારે ઘરની બહાર નીકળીએ ત્યારે સૌથી પહેલા તમને કોઈ સફાઈ કરતી વ્યક્તિ દેખાય તો તે પણ ખુબ શુભ સંકેત માનવામાં આવે છે. તો મિત્રો તમને પણ આ સંકેતો મળી રહ્યા છે તો તેનો મતલબ છે કે આવનારો સમય તમારા માટે ખુબ શુભ ફળ આપનારો રહેશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment