મિત્રો આજે અમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ અને ગીતામાં લખાયેલ એવી સાત વાતો જણાવવા જઇ રહ્યા છીએ જે આજના સમયમાં તમારું જીવન બદલી નાખશે અને તમને સફળતા અપાવશે.
સૌથી પહેલી વાત કે આપણે ક્યારેય જિંદગીમાં અન્ય લોકોની હંસી ન ઉડાવવી જોઈએ. મનુષ્ય પાસે જ્યારે પૈસા અને પાવર બંને આવી જાય છે ત્યારે તે અન્ય લોકોને નીચા સમજવા લાગે છે અને તેમનો આદર નથી કરતા. તેમજ અન્ય લોકોને કહે છે કે તમારું કંઈ નહિ થાય તમે ભવિષ્યમાં કંઈ નહિ કરી શકો. પરંતુ તે લોકો એ ભૂલી જાય છે કે સૌથી બળવાન કોઈ હોય તો તે સમય હોય છે. સમય પોતાનું ચક્ર ક્યારે બદલે છે તે કોઈ નથી જાણતું. સમય જતા કોલસા પણ હીરામાં પરિવર્તિત થઇ જાય છે. માટે ક્યારેય તેવું વિચારવું જોઈએ નહિ.
બીજી વાત છે ગર્વ, અભિમાન અને અહંકાર સંબંધી. આ ત્રણેય સાંભળવામાં તો એક સમાન લાગે છે. પરંતુ ત્રણેયનો અર્થ અને પરિણામ અલગ છે. મહેનત આપણા મનમાં ગર્વને જન્મ આપે છે અને સફળતા અભિમાનને જન્મ આપે છે. અહીં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે તે ભાવના અહંકાર બની જાય છે ત્યારે તે સમસ્યા બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી ખરાબ અંત અહંકારનો જ હોય છે. જ્યારે તમે ઉપર જાવ તે અહંકાર નથી પરંતુ જ્યારે તમે અન્યને નીચા સમજવા લાગો તે અંહકાર છે. જે તમને નુકશાન પહોંચાડે છે. માટે તેનું દમન કરવું ખુબ આવશ્યક બની જાય છે.
ત્રીજી આદત છે જે છોડવી જોઈએ, તે છે વધારે બોલવાની. આપણને ભગવાને સાંભળવા માટે બે કાન, જોવા માટે બે આંખ શ્વાસ લેવા માટે બે નસકોરા આપેલા છે પરંતુ બોલવા માટે એક જ જીભ આપેલી છે. એવું શા માટે તે તમે ક્યારેય વિચાર્યું છે ? એવું એટલા માટે કે શ્રી કૃષ્ણ કહે છે તમે સાંભળીને અને જોઇને વધારે જ્ઞાન પ્રાપ્ત કરો અને બોલવાનું ઓછું રાખો. કારણ કે વધારે બોલનાર વ્યક્તિ નાશને આમંત્રણ આપે છે માટે વધારે બોલવાનું ટાળો.
ત્યાર બાદ ચોથી વાત છે કે જો આપણે પ્રબળ રહેવા માંગતા હોય તો ક્યારેય આપણા રહસ્યો અન્ય વ્યક્તિને ન કહેવા જોઈએ. ન તો મિત્રોને જણાવવા જોઈએ ન તો શત્રુને. કારણ કે સંસારનો નિયમ છે કે સમય જતા ક્યારે મિત્ર શત્રુ બની જાય તે કહેવું સંભવ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ છે રામાયણમાં. વિભીષણને રાવણના અમૃતકુંડનું રહસ્ય ખબર હતું તેથી રામ રાવણનું મૃત્યુ કરવામાં સફળ રહ્યા. તેથી સૌથી ઉચિત વાત એ જ છે કે તમે તમારા રહસ્યોને પોતાના સુધી સીમિત રાખો.
પાંચમી વાત જણાવે છે કે જીવનમાં ક્યારેય કોઈની નકલ ન કરવી જોઈએ. જ્યારે આપણે શાળામાં ભણતા ત્યારે જોયું જ હશે કે કોઈક વિદ્યાર્થી બીજાના પેપરમાંથી નકલ કરીને પાસ થઇ જતો હોય છે. પરંતુ જીવનમાં ભગવાને દરેક વ્યક્તિને અલગ અલગ પ્રશ્ન પત્ર આપેલું છે જો તેમાં બીજાના જવાબની કોપી કરીશું તો ક્યારેય સફળતા નહિ મળે માટે આપણા જવાબો આપણે જાતે જ શોધવા જોઈએ તો સફળતા અવશ્ય મળશે.
સત્ય ક્યારેય ન છુપાવવું જોઈએ. સાગરના પાણીનું બાષ્પીભવન થઈને ઉપર વાદળ બને છે પરંતુ એક દિવસ સમય આવતા તેજ જળ વરસાદ બનીને ફરી સાગરમાં મળી જાય છે. સત્યનું પણ કંઈક આવું જ છે તમે તમારા મનરૂપી વાદળોમાં સત્ય ગમે તેટલું છુપાવો પરંતુ એક સમયે તે આપણી સમક્ષ આવીને ઉભું રહે જ છે અને ત્યારે તે એક ભય બનીને સામે આવે છે અને પછી વ્યક્તિ લાચાર બની જાય છે. માટે સત્યથી ભાગવું નહિ કે તેને છુપાવવું પણ નહિ પરંતુ તેનો સ્વીકાર કરવો જોઈએ.
સાતમી વાત ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે ક્યારેય અન્યાય સામે નમવું ન જોઈએ. ક્યારેય અનીતિ સામે નમવું ન જોઈએ પછી સામે અનીતિનું આચરણ કરનાર ભલે કોઈ શક્તિશાળી કેમ ન હોય. તેના શક્તિશાળી હોવાના કારણે ડરવું ન જોઈએ. ડર થોડા સમય માટે સુરક્ષા જરૂર આપશે પરંતુ તેની સામે એક પછી એક અન્યાયો સહન કરવા પડતા હોય છે માટે ડરને ભગાવી અન્યાય સામે લડવું જોઈએ.
જો આ સાત વાતનું જીવનમાં ધ્યાન રાખશો તો ક્યારેય પાછા નહિ પડો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી