શુક્ર બદલી રહ્યો છે મેષ રાશિમાં….. આ સાત રાશિના જાતકોનું થશે પરિવર્તન અને ખુલી જશે ભાગ્યોદય.
મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અવારનવાર ગ્રહોનું પરીવર્તન થતું રહેતું હોય છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળતો હોય છે. કોઈ પણ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો શુભ અને અશુભ પ્રભાવ કંઈ રાશિનું કુંડળીમાં ગ્રહ સ્થાન પર ગોચર કરે છે તેના પર આધારિત હોય છે. જેથી અલગ અલગ રાશિઓના જીવનમાં અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. આ રીતે ગ્રહોના પરિવર્તનથી ઘણી વાર જીવનમાં ભાગ્યોદય થાય છે તો ઘણી વાર નુકશાની પણ વેઠવી પડતી હોય છે.
પરંતુ આવતા સમયમાં શુક્રના પરિવર્તનથી 7 રાશિઓ પ્રભાવિત થશે. આ પરિવર્તનના કારણે આ 7 રાશિઓમાં ખુબ જ સારું પરિણામ આવશે. જેનાથી જાતકોને શુભ ફળ મળે છે. શુક્ર ગ્રહનું પરિવર્તન મેષ રાશિમાં થવા જઈ રહ્યું છે. તેના કારણે બાર રાશિઓ માંથી કુલ 7 રાશિઓનો ભાગ્યોદયનો સમય આવશે. આ રાશિના જીવનમાં ખુબ જ સુખ અને સામર્થ્ય આવવા જઈ રહ્યું છે. પરંતુ જો શુક્ર દેવની કૃપા મેળવવી હોય તો આ રાશિના જાતકોએ ઉપાય કરવા જોઈએ. જે આજે અમે તમને લેખમાં જણાવશું. પરંતુ આ સાત રાશિના જાતકોને અવશ્ય ફાયદો થવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કંઈ છે એ રાશિઓ.
આ ભાગ્યશાળી રાશિમાંથી સૌથી પહેલી રાશિ છે મેષ. મેષ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ પહેલા સ્થાન પર ગોચર કરશે. જેથી મેષ રાશિના જાતકોને અત્યંત લાભો થશે, આ રાશિના જાતકોના પ્રેમ સંબંધો મજબુત બનશે અને માન સમ્માનમાં પણ વૃદ્ધિ થશે, આ રાશિના જાતકોએ કરેલી મહેનતનું ખુબ જ શુભ ફળ પ્રાપ્ત થશે, ભાગ્યનો પુરેપુરો સાથ મળશે, તેમજ સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહેશે, ભગવાનની કૃપા પણ ખુબ જ સારી રહેશે. આ ઉપરાંત શુક્ર દેવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સામર્થ્ય અનુસાર શુક્રવારના દિવસે મંદિરમાં દાન કરવામાં આવે તો ભાગ્યમાં વધારો થાય છે.
બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિની કુંડળીમાં શુક્ર 12 સ્થાનમાં ગોચર કરશે, જેનાથી જાતકોની લેખન ક્ષમતામાં ખુબ જ વૃદ્ધિ થશે, તેમજ લેખન કાર્યમાં રૂચી વધશે. આ ઉપરાંત પરિવાર અને સંતાન સુખ મળશે, ભાગ્યના સિતારાઓ બુલંદી પર છે, તેથી દરેક તરફથી સુખની પ્રાપ્તિ થશે. પરંતુ શુક્ર દેવની કૃપા મેળવવા માટે ગાયની સેવા કરવી અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી આપણી કુંડળીમાં ભાગ્યના દ્વારા ખુલવા લાગે છે.
ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા. કન્યા રાશિની કુંડળીમાં શુક્ર ગ્રહ આઠમાં સ્થાન પર ગોચર કરશે. જેના કારણે આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર આવશે અને લોકો તેમની વાતોથી સહેમત થશે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે, ભગવાનની કૃપાથી વેપાર, વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થશે, આ સમય કન્યા રાશિના જાતકો માટે ખુબ જ ઉત્તમ રહેશે. આ ઉપરાંત કન્યા રાશિના જાતકોએ શુક્ર દેવની ખાસ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારના દિવસે મીઠી અને સફેદ વસ્તુ દાનમાં આપવી, તેમજ શુક્રવારના દિવસે સફેદ કપડા પહેરવા. આવું કરવાથી લોકોમાં તમારું માન અને સમ્માન ખુબ જ વધશે.
ત્યાર બાદ છે વૃષિક રાશિ. વૃષિક રાશિની કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાન પર ગોચર કરશે. જેથી શુક્રના શુભ પ્રભાવથી જીવનમાં ધનલાભના અવસરો પ્રાપ્ત થશે, પારિવારિક સ્થિતિ ખુબ જ સારી રહેશે, નવા મિત્રો બનશે અને તેમનો સહયોગ મળશે, જે ખુબ લાભદાયી રહેશે. વેપાર, વ્યવસાય અને નોકરીમાં સફળતાઓ પ્રાપ્ત થશે. વૃષિક રાશિના જાતકોએ શુક્રની ખાસ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારના દિવસે સફેદ રંગના કપડા પહેરવા તેમજ સફેદ રંગની વસ્તુનું સેવન કરવું તેમજ દાન કરવું. તેનાથી માનસિક અને શારીરિક લાભો થાય છે.
શુક્રના રાશિ પરિવર્તનના કારણે ધન રાશિના જાતકોનો પણ ભાગ્યોદય થશે. ધન રાશિની કુંડળીમાં શુક્ર પાંચમાં સ્થાન પર ગોચર કરશે. જેથી ધન રાશિના જાતકોના જીવનમાં ખુબ જ ધનલાભ થશે, સંતાન સુખની પ્રાપ્તિ થશે, સબંધોમાં મધુરતા રહેશે. તેમજ પરિવારનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. આ ઉપરાંત ધન રાશિના જાતકોએ શુક્રદેવની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે ગાયમાતાની સેવા કરવી જોઈએ. તેમજ મંદિરમાં દહીંનું દાન કરવું. તેનાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થશે.છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે કુંભ. કુંભ રાશિની કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાન પર ગોચર કરશે. જેનાથી માતા પિતાનું સુખ પ્રાપ્ત થશે, પરિવારમાં દરેકનો સહયોગ મળશે, જે કાર્યમાં મહેનત કરશો તે બધા જ કાર્યો અવશ્ય સફળ થશે, કાર્યો પણ સમયસર પૂર્ણ થશે. આ ઉપરાંત કંઈક નવું કરવાનું વિચારશો. કુંભ રાશિના જાતકોએ શુક્ર દેવની ખાસ કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું તેમજ આંગળીમાં ચાંદીની છલ્લો પહેરવો.
શુક્રના રાશિ પરિવર્તનથી સાતમી ભાગ્યશાળી રાશિ છે મીન. મીન રાશિની કુંડળીમાં શુક્ર બીજા અથાણ પર ગોચર કરશે. જેથી મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબુત બનશે, દરેક ભૌતિક સુખની પ્રાપ્તિ થશે, તેમજ ગુરુજનોનો સાથ મળશે, વેપાર વ્યવસાય અને નોકરીમાં ખુબ જ પ્રગતિ થશે. શુક્ર ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે મીન રાશિના જાતકોએ શુક્રવારના દિવસે યથાશક્તિ ગાયનું ઘી દાન કરવું તેમજ સફેદ વસ્તુનું સેવન કરવું.
તો મિત્રો શુક્રના રાશિ પરિવર્તનના કારણે આ સાત રાશિનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.