રાખો ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર…. આ રીતે દુર કરશે તમારા ગંભીર દોષને… જાણો કોને કેવું ચિત્ર રાખવું જોઈએ.
વાસ્તુ દોષ એ એવી વસ્તુ છે કે સામાન્ય વ્યક્તિ તેનું નામ પડતા જ ડરી જતા હોય છે.કારણ કે વાસ્તુ દોષના કારણે ઘરમાં ઘણી વખત સતત મુશ્કેલીઓ આવતી હોય છે.તેનું નિવારણ લાવવામાં ક્યારેક ઘણો બધો ખર્ચો થતો હોય છે.અને મિત્રો જો તમે કોઈ પોકેટ બુક વાંચેલા વાસ્તુના જાણકાર પાસે જાઓ અને તે તમારા વાસ્તુ દોષનું નિવારણ લાવે તો ક્યારેક તેનું પરિણામ ઊંધું પણ આવી જતું હોય છે.તો આ વાસ્તુ દોષને દુર કરવા માટે આજે અમે ખુબ જ સરળ ઉપાય લઈને આવ્યા છીએ. અમે તમને આજના લેખમાં જણાવશું કે કંઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો અથવા મૂર્તિ તમારા જીવનમાં રહેલા મોટામાં મોટો વાસ્તુદોષ દુર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું દરેક સ્વરૂપ એટલું સુંદર છે કે તેનું સ્વરૂપ જોઇને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી જ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો ફોટો તેમજ મૂર્તિ રાખવાને ખુબ શુભ માનવામાં આવે છે. તો આજે અમે તમને એ જણાવશું કે કેવી રીતે તમે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરીને વાસ્તુ દોષને દુર કરી શકો છો.
ભગવાન શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય તેવો ફોટો રસોઈ ઘરમાં લગાવવો જોઈએ. તેનાથી રસોઈ ઘરના જે પણ નાના મોટા વાસ્તુ દોષ હોય તે દરેક દુર થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રસોડામાં માખણ ખાતા કૃષ્ણ ભગવાનનો ફોટો પૂર્વ દિશામાં લગાવવાનો છે.જે લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવું હોય તેમણે પોતાના બેડરૂમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો રાખવો જોઈએ. ફોટો એવી રીતે રાખવો કે પતિ પત્ની જ્યારે સવારે ઉઠે તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ફોટા પર નજર જવી જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ તો થશે પરંતુ તમારા બેડરૂમમાં જે પણ વાસ્તુ દોષ કે ગ્રહ દોષ હશે જેના કારણે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો તે વાસ્તુ દોષ દુર થાય છે.
સામાન્ય રીતે તો વાસ્તુ શાસ્ત્રમાં બેડરૂમમાં પૂજા ઘર તેમજ ભગવાનની મૂર્તિ રાખવા માટે નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ રાધા કૃષ્ણની મૂર્તિ બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો ખુબ સારા રહે છે. બંને વચ્ચે ખુબ પ્રેમ રહે છે. તેમજ વારંવાર થતા વાદ-વિવાદોથી પણ બચાવે છે. જે દંપતી વચ્ચે નાની નાની વાતે ઝગડો થતો હોય તેમજ વાદ-વિવાદો ઉભા થતા હોય અને બંને વચ્ચે પ્રેમની કમી હોય તો તેમણે પોતાના બેડરૂમમાં રાધા કૃષ્ણની મૂર્તિ અથવા ફોટો રાખવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થશે.ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાનો ફોટો જો ઘરમાં પૂર્વ દિશા તરફ રાખવામાં આવે તો ઘણી સમસ્યાઓ દુર થવા લાગે છે. તેના પરિવારની દરેક વ્યક્તિ પર ખુબ શુભ પ્રભાવ પડે છે.
આ ઉપરાંત વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને ટોકરીમાં લઇ જતા હોય તેવો ફોટો લગાવો તો તેનાથી પણ ઘરની ઘણી સમસ્યાઓ દુર થાય છે. તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે તેમજ ધનની કમી હોય તો તેનું પણ નિવારણ આવે છે. જો આ ફોટો ઘરમાં લગાવો તો તમારું ઘર દરેક રીતે પરિપૂર્ણ રહેશે એટલે કે ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરપુર રહેશે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી ઉદ્દભવતી.મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો ઘરે તેમજ કાર્ય સ્થળ બંને જગ્યાએ રાખવો જોઈએ. તેનાથી ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કે કાર્ય સ્થળ પર ક્યારેય યુદ્ધમાં સારથી બનેલ કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા હોય તેવો ફોટો ક્યારેય ન રાખવો.
જો તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનો આમાંથી કોઈ પણ પ્રકારનો એક ફોટો હોય તો નીચે કોમેન્ટ કરો અને જણાવો… જય શ્રી કૃષ્ણ….