શનિદેવના આ મહામંત્રનો જાપ કરવાથી ઘરમાં સર્જાશે ધનયોગ… જાણો તે મહામંત્ર અને જાપની વિધિ…
મિત્રો કોઈ પણ મનુષ્યનું નસીબ અને ભવિષ્યના વિષયમાં શનિદેવને સૌથી બળવાન અને શક્તિશાળી માનવામાં આવ્યા છે. તેથી મિત્રો શનિદેવની પૂજા અને ઉપાસના એક ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ધનવાન બનાવી શકે છે. તો બીજી બાજુ શનિદેવ કોપાયમાન થાય તો તે વ્યક્તિનું જીવન પણ મુશ્કેલ બનાવી શકે છે. કારણ કે શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે.
જો આપણે શનિદેવને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ તો આપણું જીવન હંમેશા હંમેશા માટે સુખી અને સંપન્ન રહે છે. તેમજ આપણું જીવન સમૃદ્ધ અને વૈભવશાળી બને છે. આજે અમે તમને શનિદેવના અત્યંત વિશેષ મહામંત્ર જણાવીશું કે જેના દ્વારા તમે શનિદેવને ખુશ કરી શકો છો. જો તમે આ મહામંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાં શાંતિ અને લક્ષ્મીનું આગમન થશે.
મિત્રો આ મંત્રને સાંભળવા માત્રથી શુભ ફળ મળે છે તો વિચારો તેનો જાપ કરવાથી તેના કેટલા ચમત્કારી શુભ ફળ મળી શકે છે. મિત્રો આ મંત્રનો જાપ તમે કોઈ પણ શનિવારથી કરી શકો છો અને તે તમારે સતત 11 દિવસ સુધી મંત્ર જાપ કરવાનો છે. એક વાર આંખ બંધ કરી શનિદેવનું ધ્યાન ધરી ત્યાર બાદ આ મંત્રનો જાપ કરવો. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાયેથી તમે આ મંત્ર જાપ કરી શકો છો. તો ચાલો જાણીએ તે વિશેષ તાંત્રિક મંત્રો.મિત્રો પહેલા તમને એ મંત્ર જણાવી દઈએ જે સૌથી શક્તિશાળી છે અને તેનું સ્મરણ ખુબ જ શુભ ફળ આપે છે તે મંત્ર આ પ્રમાણે છે.“ૐ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનીયેય નમ:” ત્યાર બાદ છે તેમનો વૈદિક મંત્ર “ૐ શનો દેવીર ભીષ્ટડાપો ભવન્તુ પીતયે”. તેમનો એકાક્ષરી મંત્ર “ૐ સમ શનેસ્ચરાય નમ:” અને હજુ એક છે તેમનો વિશેષ ગાયત્રી મંત્ર “ૐ ભગ ભવાય વિઘ્નહેન મૃત્યુરુપાય ધીમહી તનો શનિ પ્રચોદયાત.”
ત્યાર બાદ હવે જે મંત્રો અમે જણાવશું તેના જાપથી તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી બચી શકો છે. “ૐ શ્રામ શ્રીવ શ્રોમ શનેસ્ચરાય નમ:”, “ૐ હલરીશમ શનીદેવાય નમ:”, “ૐ એમ હલરી શ્રીમ શનેસ્ચાય નમ:”, “ૐ મંદાય નમ:”, “ૐ સૂર્ય પૂત્રાય નામ:”.આ મંત્રનો જાપ કરશો તો દરેક સમસ્યાઓ ટળશે.કહેવાય છે કે શનિદેવની સાડેસાતી ઘરમાં અને જીવનમાં મહાદશા લાવે છે તો મિત્રો જો કોઈ તેનાથી બચવા માંગતું હોય તો તેમણે આ મંત્રોનો જાપ કરવો. સાડેસતીથી બચવા પ્રસન્ન કરવાના મંત્ર “ૐ ઓમ શનો દેવીર ભીષ્ટય આપો ભવન્તુ પીતયે સંયોર ભીશ્રવંતુ નહ ૐ શમ શનેશ્ચરાય નમ:”, “ૐ નીલાંજમ શમાભાષમ રવિપૂત્રમ યમાગ્રીજમ છાયામાર્તંડ સમભુજમ તમ નમામી શનેશ્ચરમ.”
મિત્રો શનિદેવ ન્યાયના દેવતા છે માટે તે પાપોનો હિસાબ કરે છે અને સજા પણ આપે છે. માટે જો તમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઇ ગઈ હોય તો તેનાથી બચવા માટે શનિદેવના ક્ષમા મંત્રોનો પણ જાપ કરી શકો છો. “અપરાધ સહસ્ત્રાની ક્રીયંતે હર્નીષમ મયા દાશો યમીતી મામત્વા શમસ: પરમેશ્વરમ” , “ગતં પાપમ ગતં દુખમ ગતં દારિદ્રયમેવ ચ આગતા સુખ સંપત્તિ પુન્યોમ તવ દર્શનાત.”શનિદેવના પ્રકોપને શાંત કરવા તેમજ રોગોને ભગાવવા માટે આ મંત્રોનો જાપ કરી શકો છો. “ધવજીની ધામીની ચેવ કંકાલી કલહપ્રિય કંકટી કલ્હી ચાઉંતુરંઘી મહિષી અજા શનેરનામાની પત્નીનામેતાની શંચપંપુમાન દુખાની નાશનેનિત્યં સૌભાગ્યમેવતે સુખમ.”
તો મિત્રો આ હતા શનિદેવના મંત્રો જેનો માત્ર જાપ કરીને સમસ્યાઓથી બચી શકાય છે.શનિદેવના આ મહામંત્રનો જાપ કરવાથી ઘરમાં સર્જાશે ધનયોગ… જાણો તે મહામંત્ર અને જાપની વિધિ…