આ છોકરો રમતો હતો સતત 6 કલાકથી PUBG ગેમ….. તરત જ મરી ગયો… કારણ જાણીને હોશ ઉડી જશે..
મિત્રો આજકાલ આપણે બધા જોઈએ છે કે આજના યુવાનોમાં મોબાઈલ કેટલો ક્રેઝ ચાલી રહ્યો છે. તેવામાં આજકાલ લોકો મોબાઈલથી એટલા નજીક આવી ગયા છે કે વ્યક્તિ આજે બીજા વ્યક્તિથી દુર થતો જાય છે. મિત્રો આજે અમે તમને એક એવી સત્ય ઘટના વિશે જણાવશું કે જેની વાત જાણીને તમે પણ કંપી ઉઠશો. આજકાલ મોબાઈલમાં રમવામાં આવતી એક ગેમના કારણે એક નાના એવા યુવાનનું મૃત્યુ થયું છે. એક 16 વર્ષનો યુવાન એક ગેમના કારણે મૃત્યુના મુખમાં જતો રહ્યો.
મિત્રો આજે બધા જ લોકો મોબાઈલમાં આવતી એક ગેમથી ખુબ જ પરિચિત છે. જી હા મિત્રો, અમે તમને PUBG ગેમ વિશે જણાવી રહ્યા છીએ. મિત્રો આ ગેમના કારણે એક 16 વર્ષના એક યુવાન છોકરાનું મૃત્યુ થયું હતું. તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કેવી રીતે થયું તેનું PUBG ગેમ રમતા મૃત્યુ.
આ ઘટના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા નીમચ ગામની છે. જે માત્ર 16 વર્ષનો છોકરો હતું તેનું નામ છે ફુરકાન કુરેશી. આ ઘટના તાજેતરમાં જ બનીને સામે આવી છે. ફુરકાન કુરેશી બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને PUBG રમવાનો ખુબ જ શોખીન હતો. પરંતુ તેને સમય રહેતા PUBG ગેમની લત લાગી ગઈ હતી.તે PUBG રમવાનો એટલો બધો શોખીન બની ગયો હતો કે કલાકો સુધી તે એક જ જગ્યા પર બેસીને PUBG રમ્યા કરતો હતો.
તે એક દિવસ PUBG ગેમ રમવા બેઠો. રમતા રમતા સમય સતત પસાર થવા લાગ્યો. તે સતત એક જ જગ્યા પર બેસીને 6 કલાકથી ગમે રમી રહ્યો હતો. તે ગેમ રમતા રમતા અચાનક જ બુમો પાડવા લાગ્યો જોર જોરથી. તે જોરથી બોલવા લાગ્યો બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર એવી બુમો પાડવા લાગ્યો. પરંતુ તે બુમો પાડતાની સાથે જ એકાએક બેહોશ થઇ ગયો. ત્યાર બાદ તેને બેહોશીની હાલતમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ દાખલ કરતાની સાથે જ ખબર પડી કે જ્યારે તે બેહોશ થયો ત્યારે તેનું મૃત્યુ થઇ ગયું હતું.
મૃત્યુ પામનાર બાળકના પિતાનું નામ હારુન કુરેશી છે. તેમણે પોતાના પુત્ર પર બયાન આપ્યું હતું કે તે આગળની રાત્રીએ સતત 2 વાગ્યા સુધી PUBG રમતો હતો. પરંતુ તે બીજે દિવસે સવારે ઉઠીને પણ ગેમ રમવા બેસી ગયો હતો. તે લગભગ 6 થી સતત ગેમ રમતો હતો. તે જ્યારે બેહોશ થયો ત્યારે એટલું બોલતો હતો કે બ્લાસ્ટ કર બ્લાસ્ટ.આ શબ્દને બોલીને તે તરત જ ઢળી ગયો હતો. ફુરકાન કુરેશીના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ખુબ જ સક્રિય રહેતો હતો. તે બધી જ બાબતમાં ખુબ જ હોંશિયાર હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેનો પુત્ર ફુરકાન કુરેશી અજમેર પાસે આવેલું નસીરાબાદમાં રહેતો હતો. આ સમયે તે એક ફેમીલી ફંક્શન માટે ગહરે આવ્યો હતો. જ્યાં આ ઘટના બની હતી.
ફુરકાન કુરેશીનું જે હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું ત્યાના ડોકટર કાર્ડિયોલોજિસ્ટ અશોકભાઈ જૈને જણાવ્યું હતું કે ફુરકાનને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની પ્લસ બંધ હતી. તેને ઇલેક્ટ્રિક શોક આપીને ફરીવાર ચાલુ કરવાની કોશિશ પણ કરવામાં આવી. પરંતુ બધા જ પ્રયાસો ખારીજ જ ગયા. અશોક જૈને જણાવ્યું હતું કે સતત ગમે રમવાના કારણે તેના હૃદયની ગતિ ખુબ જ વધી રહી હતી. જેના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવ્યું હતું. ડોકટરે જણાવ્યું હતું કે બાળકો ગેમ રમવાની સાથે પોતાનું સર્વસ્વ ગેમમાં લગાવી દેતા હોય છે. જેના કારણે તે આવેશમાં આવીને પછી હૃદયના હુમલાના શિકાર બનતા હોય છે. પરંતુ ફુરકાન કુરેશીના પિતાનું એવું કહેવું હતું કે ફુરકાનને કોઈ પણ હૃદય સંબંધિત સમસ્યાઓ નથી.
ફુરકાન કુરેશીના પરિવારે જણાવ્યું હતું કે ફુરકાન PUBG ગેમને ખુબ જ રમતો હતો અને છેલ્લા લગભગ દોઢ વર્ષથી તે આ ગેમનો આદિ બની ગયો હતો. તે એક દિવસમાં એક જગ્યા પર બેસીને સતત બે, ત્રણ, ચાર અને ક્યારેક તેનાથી પણ વધારે કલાકો તે PUBG ગમે રમ્યા કરતો હતો. પરંતુ મિત્રો દુઃખની બાબત એ પણ હતી કે તે દિવસે ફુરકાન કુરેશીની સગાઇ થવાની હતી અને એ જ દિવસે તે સતત છ કલાક ગેમ રહ્યો હતો. તે જ્યારે બેહોશ થયો તેની માત્ર ત્રણથી ચાર જ મિનીટમાં આખા શરીરનો રંગ બદલી ગયો હતો.
તો મિત્રો ફુરકાન કુરેશીનું મૃત્યુ ગેમમાં વધારે એક્સાઈટમેન્ટ ધરાવવાના કારણે થયું હતું. તે ગેમમાં એ હદ સુધી ખૂંચી ગયો હતો કે કાર્ડિયાક એરેસ્ટ થઇ ગયું અને તેનું ત્યાં જ મૃત્યુ થઇ ગયું હતું. તો મિત્રો આ ગેમ આપણને મૌત સુધી પણ લઇ જાય છે માટે જો કોઈ રમતા હોય તો મિત્રો આજે જ બંધ કરી દો. અને આ લેખને બધા સુધી પહોંચાડો અને બધા લોકોને જાગૃત કરો.
આ લેખને લાઈક કરી બને એટલો શેર જરૂર કરજો… જય હિન્દ..