મિત્રો ભારતમાં ઘણા લોકો કુંડળી અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે. તો એ અનુસાર જોઈએ તો કુંડળીમાં જ્યારે શનિદેવ યોગ્ય સ્થાન પર ન હોય એટલે કે અશુભ સ્થિતિમાં હોય તો આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી રહેતી હોય છે. પરંતુ તેવા સમયે જાતકે ધીરજ રાખીને શનિદેવ માટે ખાસ ઉપાય કરવા જોઈએ. કેમ કે જો કુંડળીમાં શનિદેવ મજબુત બને તો જીવનમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. તો શનિદેવને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે. માટે તેને ખાસ ઉપાય કરીને રીઝવવા જોઈએ.
પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક ઠંડો ગ્રહ કહેવામાં આવે છે, જે બીમારીઓ, શોક અને આળસમાંથી આપણને ઉગારે છે. પરંતુ જો શનિ શુભ સ્થાને હોય તો એ આપણને લાભ કરાવે છે, અને ધ્યાન થતા મોક્ષ પણ અપાવે છે. તેની સાથે સાથે આપણી સફળતાને પણ વધારે છે. પરંતુ લોકો દ્વારા શનિને લઈને અલગ અલગ મહત્વ અને માન્યતા ધરાવે છે. તેમાં ઘણા લોકો માત્ર એવું જ માનતા હોય છે કે શનિદેવ માત્ર સમસ્યાઓ અને બાધાઓ ઉભી કરે છે. તે લોકોના દરેક કામમાં વિઘ્ન જ ઉભું કરે છે.પરંતુ જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો શનિદેવ જાતકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરે છે પરંતુ તેની સાથે સાથે જાતક જો આ પરીક્ષામાં પાસ થઇ જાય તો શનિદેવ પોતાની કૃપા પણ વરસાવે છે.
પરંતુ આપણે પૌરાણિક કથાઓ અનુસાર જોઈએ તો, શનિદેવનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જ્યારે સમકક્ષમાં આવતા વૈશાખ વદ અને અમાસના થયો હતો. પરંતુ શનિદેવની પાપદ્રષ્ટિ જેના પર પડે અથવા તો જન્મની રાશિથી 4 અને 8 માં સ્થાનમાં શનિદેવનું ભ્રમણ અથવા તો પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે મોટી અથવા નાની પનોતી આપણા જીવનમાં આવે છે. ત્યારે જીવનમાં મહાદુઃખ, હાનિ, કષ્ટ અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે.
જેનું ઉદાહરણ સ્વરૂપ આપણે જોઈએ તો ભગવાન શ્રી રામને જ્યારે સાડાસાતીમાં આવ્યા એ દરમિયાન વનવાસમાં જવું પડ્યું હતું. ત્યાર બાદ રાવણ જ્યારે શનિનું ક્રૂર દ્રષ્ટિ પડી ત્યાર બાદ લંકાનો નાશ થયો. તેના બાદ રાજા હરિચંદ્રને પણ પુત્ર, સ્ત્રી અને રાજપાટનો વિયોગ સહન કરવો પડ્યો હતો. તેમના નળ રાજાનું પણ પતન થયું હતું, વિક્રમ રાજા પણ શનિદેવની ક્રૂસ દ્રષ્ટિનો ભોગ બન્યા હતા જેના કારણે તેની રાજગાદી ભ્રષ્ટ થઇ ગઈ હતી. પરંતુ આ જો શનિદેવની કૃપા મેળવવા માટે શ્રદ્ધા સાથે ઉપાય કરવામાં આવે તો તેની કૃપા દ્રષ્ટિ અવશ્ય આપણા પર પડે છે. તો આજે અમે તમને થોડા ઉપાય જણાવશું જેનાથી આપણા પર શનિદેવ પ્રસન્ન થાય અને તેની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે.
શનિદેવની કૃપા મેળવવા માટે સૌથી પહેલા તો સંધ્યા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ત્યાર બાદ હનુમાનજીને બેસનના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ, કાળી ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવી, શનિવારના દિવસે ગાયમાતાની સેવા કરો, ત્યાર બાદ ગાયને બુંદીના લાડુ ભોગ રૂપે આપો, શનિવારના દિવસે મહાબલી હનુમાનજીની પૂજા અને અર્ચના કરો.
સુર્યાસ્ત પહેલા વડ અથવા પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. છેલ્લો ઉપાય છે જ્યારે પણ જમવા બેસો ત્યારે જમતા પહેલા થાળીમાં રહેલું બધું ભોજન હોય તેમાંથી એક કોળીયો અલગ કાઢો અને જમ્યા બાદ તેને ગાય માતાને ખવડાવી દો. ત્યાર બાદ કાગડાને ગાંઠિયા પણ ભોગ રૂપે આપવા જોઈએ. જો આ ઉપાયો કરવામાં આવે તો આપણા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ અવશ્ય આવે છે. કેમ કે આ બધી જ વસ્તુ શનિદેવને પસંદ છે. માટે તેનો વિશેષ આપણને લાભ થાય તેવી સંભાવના રહે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google