મિત્રો શું તમે જાણો છો સુપરસ્ટાર કાજોલની એક અહેમ ઈચ્છા વિશે ? જો તમે નથી જાણતા તો આ લેખમાં જાણો સુપર એક્ટ્રેસ કાજોલ દેવગન વિશે. કેમ કે કાજોલ દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તે દર વર્ષે એક ફિલ્મ કરશે. પરંતુ મિત્રો કાજોલ છેલ્લે દિલવાલે ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં શાહરૂખ ખાન અને વરુણ ધવન જોવા મળ્યા હતા. તેની વિરુદ્ધમાં કાજોલ દ્વારા પણ આ ફિલ્માં ખુબ જ સારો અભિનય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું એક પણ ફિલ્મ નથી આવ્યું.
કાજોલે પોતાની કારકિર્દીની ટોચ પર પહોચ્યા બાદ અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. કાજોલ દ્વારા તેની પાછળનું કારણ જણાવતા કહેવામાં આવે છે કે, કાજોલ તેના જીવનમાં થોડો આરામ અને સ્થિર રહેવાની માંગતી હતી અને પોતાની ઝડપથી ભાગતી કારકિર્દીમાં થોડું સુકુન મેળવવા માંગતી હતી. માટે તેણે અજય દેવગન સાથે લગ્ન કરીને પોતાની લાઈફને થોડી ફિલ્મી દુનિયામાંથી દુર રાખી. કાજોલ અને અજય દેવગને 1999 માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે. જેનું નામ છે ન્યાસા અને યુગ. કાજોલે 2003 માં પુત્રી ન્યાસાના જન્મ પછી માત્ર થોડીક જ ફિલ્મોમાં અભિનય કર્યો. જેમ કે ‘ફના’, ‘યુ મી ઓર હમ’, ‘માય નેમ ઇઝ ખાન’, ‘વી આર ફેમિલી’, ‘રાજુ ચાચા’ અને ‘ટૂનપુર કા સુપરહીરો’. શાહરૂખ ખાન સાથેની તેની છેલ્લી ફિલ્મ ‘દિલવાલે’ હતી. આજે અજય દેવગન અને કાજોલ બંનેના લગ્ન 21 વર્ષ થયાં છે. કાજોલ આગળ જણાવે છે કે તે આ મામલે ખુબ જ સ્પષ્ટ હતી કે લગ્ન પછીના વર્ષે તેને એક ફિલ્મ કરવાની છે.
કાજોલે તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, “તે સમયે મારા માટે આ યોગ્ય નિર્ણય હતો. હું લગભગ આઠ-નવ વર્ષથી સતત કામ કરતી હતી. તેથી હું કામમાં શાંતિ અને મારી અનેક બાબતોને સરળ બનાવવા માટે તૈયાર હતી.” કાજોલના કહેવા પ્રમાણે, “હું એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરતી હતી. મારે હમણાં આવું કરવું ન હતું અને મારે આવું જીવવું નથી. એટલે તેમાંથી બહાર નીકળવા અને વધુ ખુશ થવા માટે મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. અને વર્ષમાં એક જ ફિલ્મ કરીશ એવો નિર્ણય કર્યો હતો.” કાજોલને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો ખુબ શોખ છે. કાજોલ બોલિવૂડમાં “બેખુદી” ફિલ્મથી પોતાનો પગ મૂક્યો હતો. પરંતુ તેને “બાઝીગર’ ફિલ્મથી ઓળખવામાં આવતી હતી.
શાહરૂખ સાથે કાજોલની જોડી બોલીવુડના સુપરહિટ કપલ્સમાંથી એક છે. તેઓએ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કરણ-અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ જેવી સફળ ફિલ્મો કરી છે. શાહરૂખ સાથેની તેની છેલ્લી ફિલ્મ ‘દિલવાલે’ હતી. પરંતુ લગ્ન બાદ કાજોલ ફિલ્મી દુનિયાથી દુર રહેવા લાગી હતી. તે પોતાની પર્સનલ લાઈફને ખુબ જ મહત્વ આપતી હતી. આજે પણ તે પોતાના ફેમેલીને ખુબ જ મહત્વ આપી રહી છે. આજે ફિલ્મો ન કરવા પાછળ કાજોલનું એક માત્ર કારણ છે તેનું ફેમેલી. કેમ કે કાજોલ ફેમેલીનું ખુબ જ કેર કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google