મિત્રો આપણા ભારતના મસ્તક સમા કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવામાં આવી છે. જેને લઈને દેશમાં ખુબ જ ચર્ચા થવા પામી હતી. જેને લઈને દેશમાં ઘણા લોકોને સમસ્યા પણ હતી. પરંતુ લગભગ દેશના મોટાભાગના લોકો આ મુદ્દે સરકારના સમર્થનમાં ઉભા રહ્યા હતા. આપણા દેશની જનતા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પરંતુ તેની સાથે સાથે વિશ્વના અન્ય દેશો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વમાં મહાસત્તા ધરાવતા દેશોએ પણ ભારત દેશના સમર્થન જાહેર કર્યું હતું. પરંતુ આ મુદ્દે પાકિસ્તાનને ખુબ જ વિરોધ છે. જે આજે પણ ભારત સાથે આ મુદ્દે વિરુદ્ધમાં છે.
પરંતુ જ્યારે કાશ્મીરમાંથી 370 હટી ન હતી એ સમય પહેલા કાશ્મીરમાં ખુબ જ તણાવ ભર્યો રહેતો હતો. પરંતુ લગભગ કાશ્મીરમાં જ્યારથી અનુચ્છેદ 370 હટી ગઈ ત્યાર બાદથી લઈને આજ સુધી કોઈ પણ પ્રકારની હિંસા નથી થઇ. હાલ કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ સામાન્ય છે. તો આ બાબતને લઈને અમિત શાહ દ્વારા કંઈક કહેવામાં આવ્યું છે. જે આજે તમને આ લેખ દ્વારા અમે જણાવશું. તો ચાલો જાણીએ શું કહ્યું છે અમિત શાહે, હાલના કાશ્મીરને લઈને.
આપણા દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મંગળવારના દિવસે કહેવામાં આવ્યું હતું કે, હાલમાં કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે. કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ બનેલું છે. આગળ અમિત શાહ જણાવે છે કે, 5 ઓગસ્ટથી લઈને આજ સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની ગોળી નથી ચાલી. તેની સાથે સાથે કોઈ પણ કાશ્મીરના નાગરિકનું મોત આવી બાબતને કારણે નથી થયું. જેમાં આ બાબતને લઈને અમિત શાહ એ પણ જણાવે છે કે, ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર દેશની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજુતી નહિ કરે.
અમિત શાહ એક કાર્યક્રમમાં હજાર રહ્યા હતા અને તે કાર્યક્રમનું નામ છે ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન. તે કાર્યક્રમમાં અમિત શાહ જણાવે છે કે, ભારત દેશની સુરક્ષાની સાથે કોઈ પણ જાતની સમજુતી કરવામાં આવશે નહિ. અમારા દેશના વિસ્તારમાં અમે કોઈ પણ પ્રકારનું કોઈ પણ ઉલ્લંઘન અમે સહન નહિ કરીએ. અમારા દેશના સૈનિકોએ જે રક્ત વહાવ્યું છે તેનું એક પણ ટીપું અમે વ્યર્થ નહિ થવા દઈએ. આ કાર્યક્રમમાં અમિત શાહે એ પણ જણાવ્યું કે, આજે ભારત દેશ અન્ય દેશની નજરમાં તાકતવર દેશ છે તેવું પ્રતીત થઇ રહ્યું છે. આજે વિશ્વના બીજા દેશો ભારતના સામાન્ય તાકાત વાળો દેશ નથી માનતા. બધા દેશોની ભારત તરફ બદલાઈ ગઈ છે. સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આખી દુનિયામાં બધા જ દેશોએ ભારતને જોવાનો નજરીયો બદલી નાખ્યો છે. આજે વિશ્વના બીજા દેશો પણ ભારતની તાકાત જાણી ગયા છે.
તો કાશ્મીરને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા નોટીસ આપવામાં આવી હતી અને તે નોટીસનો જવાબ આપતા કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ બાદ આજ સુધી જમ્મુ અને કાશ્મીરમાં એક પણ ગોળી ચલાવવામાં નથી આવી. તેની સાથે સાથે કોઈનો જીવ પણ નથી ગયો. પરંતુ જો વાત કરીએ 1990 થી તો લગભગ 5 ઓગસ્ટ સુધીમાં 41,866 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 71,038 ઘટનાઓ માત્ર હિંસાની સામે આવેલી છે. ત્યાર બાદ આપણા 15,292 જવાનો શહીદ થયા છે.
આ બાબતને આપણા દેશના ગૃહમંત્રી દ્વારા ખુબ જ ગંભીરતા સાથે કહેવામાં આવી હતી. જે આપણા દેશની સુરક્ષાના હિત હેઠળ વાત કરવામાં આવી હતી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google