ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને મિસાઈલ મેં તેરીકે આખી દુનિયા ઓળખે છે. કેમ કે કલામ સાહેબે ભારતીય સેના માટે ઘણી બધી મિસાઈલોમાં વિકાસ કર્યો છે અને દેશની સુરક્ષામાં ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. ત્યાર બાદ તેને Missile Man કહીને લોકો બોલાવવા લાગ્યા હતા. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતની એક એવું મહિલા વિશે, જેને આજે ભારતની ‘Missile woman’ કહેવામાં આવે છે. મિત્રો આ મિસાઈલ વુમન વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. ‘Missile woman’ નું નામ છે ડો. ટેસ્સી થોમસ.
ડો. ટેસ્સી થોમસ DRDO ની એક એવી મહિલા વૈજ્ઞાનિક છે, જેણે પોતાનું આખું જીવન ભારતની AGNI મિસાઈલોના વિકાસમાં લગાવી દીધું. ભારતની 3500 કિલોમીટર સુધી માર કરે તેવી અગ્નિ-4 મિસાઈલના સફળ પરીક્ષણ બાદ તરત જ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) ની આ મહિલા વૈજ્ઞાનિકને ડો. ટેસ્સી થોમસને “અગ્નિ પુત્રી” ના નામથી સંબોધન થવા લાગ્યું. પરંતુ મિત્રો સૌથી ખાસ વાત તો એ છે કે ડો. ટેસ્સી થોમસ અબ્દુલ કલામને પોતાના ગુરુ માને છે. જે ભારતના મિસાઈલ કાર્યક્રમ અને પરિયોજનાના જનક રહી ચુક્યા હતા. મિત્રો આખા વિશ્વએ ડો. થોમસને માત્ર ઓળખ્યા જ નહિ, પરંતુ તેની અખંડતાને પણ માની જ્યારે તેમણે 19 એપ્રિલ 2012 માં દેશની સામરિક દ્રષ્ટિથી વધારે મહત્વપૂર્ણ અને મહત્વકાંક્ષી મિસાઈલ પરિયોજનામાં અગ્નિ-5 ના પ્રોજેક્ટર ડાયરેક્ટરના રૂપમાં તેમણે અગ્નિ-5 ની સ્ટ્રાઈક રેંજ 5,000 કિલોમીટરની મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને બતાવ્યું. ત્યારે આખું વિશ્વ આ લોખંડી મહિલાને ઓળખવા લાગ્યું.
મિત્રો ભારત માટે એક મહાન ઉપલબ્ધિની સાથે સાથે, આપણા દેશની સામરિક શક્તિ અને રક્ષા કવચનો પરિચય આખા વિશ્વને આપવામાં આવ્યો છે. આજ ભારત ઇન્ટર કોન્ટીનેંટલ બેલિસ્ટિક મિસાઈલ પ્રણાલીની ક્ષમતાથી લેસ એવો પાંચમો દેશ છે, જે 5000 કિલોમીટર સુધી પોતાની મિસાઈલના મારથી કોઈ દુશ્મનમાં ઘરને ઢેર કરી શકે અને પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. જેનો સંપૂર્ણ શ્રેય ડો. ટેસ્સી થોમસને જ જાય છે. જેણે આ સફળ કરી બતાવ્યું. મિત્રો ડો. ટેસ્સીનો જન્મ એક કેથલિક પરિવારમાં થયો છે, ડો. થોમસનો જન્મ એપ્રિલ 1964 માં કેરળમાં થયો છે. ટેસ્સી થોમસનું નામ શાંતિ દૂત અને નોબેલ પ્રાઈઝ વિજેતા મધર ટેરેસા પરથી રાખવામાં આવ્યું હતું. જ્યારે ટેસ્સી સ્કુલમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે એ દિવસોમાં નાસાનું એપોલો ચંદ્ર પર ઉતારવાનું હતું. રોજ તેને એ યાન વિશે સાંભળીને તેને પ્રેરણા મળી રહી હતી કે, એક દિવસ એક એવું રોકેટ બનાવીશ જે આ રીતે આસમાનને આંબી જશે. ટેસ્સી થોમસનું આ સપનું તેના બાળપણથી જ હતું.
અગ્નિ-5 ની સફળતાએ તેની મહેનત, લગન અને પ્રતિભાથી માત્ર ટેસ્સી થોમસનું સપનું પૂરું નથી કર્યું, પરંતુ તેણે આખા દેશનું સપનું પૂરું કર્યું છે. કેમ કે દેશને સ્વદેશી રોકેટ અને મિસાઈલ ટેકનીકથી વૈજ્ઞાનિક અને સામરિક રૂપથી સક્ષમ હોવાનું સપનું ડો. વિક્રમ સારાભાઇ અને ડો. સતીશ ધવને જોયું હતું. જે હવે સાકાર કરી બતાવ્યું છે ડો. ટેસ્સી થોમેસે. તો મિત્રો આ મહાન મહિલા વિશે તમારું શું કહેવું હે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો અથવા જય હિન્દ જરૂર લખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google