પતિએ ડીલીવરીનો ખર્ચ ન આપતા પત્નીના પિયરીયાએ બાળક સાથે કર્યું આ કૃત્ય..

મિત્રો આજના સમયમાં લોકો લોકો પોતાના પરિવાર માટે ખુબ જ સંઘર્ષ કરતા હોય છે. તો આજે અમે એવી એક દયનીય ઘટના વિશે અમે તમને જણાવશું. જેમાં માણસની વૃત્તિ જોઇને તમે પણ દંગતા પામી જશો. તો ચાલો જાણીએ શું છે આખી ઘટના .

પત્નીની ડીલીવરી પર ખર્ચ થયેલા દોઢ લાખ રૂપિયા ચૂકવી ન શકતા દોઢ વર્ષના બાળકને સસુરપક્ષના લોકો દ્વારા ગીરવે રાખી લેવામાં આવ્યો, તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. દીકરા માટે પિતા એસડીએમના દરવાજે ધરણામાં બેસી ગયા છે. આ કિસ્સો ખુબ જ અજીબ છે અને તે હરિયાણાના ફતેહાબાદમાં જીલ્લામાં બન્યો છે.

એસડીએમ ઓફીસના ગેટ પર બેઠેલા પિતાએ જણાવ્યું કે, પત્નીની ડીલીવરી સસુરપક્ષ ગંગાનગર (રાજસ્થાન) માં થઇ હતી. જેમાં સાસરિયાએ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે તે લોકોને દોઢ લાખ રૂપિયા ન આપું ત્યાં સુધી દીકરો નહિ આપે તેવું કહી રહ્યા છે અને દીકરાને પરત નથી કરતા. મારી પત્ની અને હું બંને એસસીએમના કહેવાથી દીકરાને લેવા માટે ગયા તો અમારી સાથે મારપીટ કરવામાં આવી. પરંતુ પોલીસ પણ કાર્યવાહી કરવા માટે દસ હજાર રૂપિયા માંગી રહી છે. એસડીએમને ફરિયાદ પણ કરી પરંતુ તેમ છતાં દીકરાને લાવવા માટે કોઈ મદદ નથી કરી રહ્યું.

તો બાબતને લઈને એસડીએમ ફતેહાબાદ બોલ્યા કે, અમારી પાસે આ મામલો આવ્યો છે, પરંતુ લગ્ન સમયે ફરિયાદી અને તેની પત્ની નાબાલિક હતા. એટલા માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં પરેશાની થઇ રહી છે. અમે હવે પોલીસ પાસેથી રીપોર્ટ માંગી લીધી છે. પોલીસની રીપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસાર આગામી કાર્યવાહી કરીને બાળકને અપાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ફતેહાબાદના શક્તિ નગરના નિવાસી સુરજે ફરિયાદ એસડીએમને આપી હતી. પરંતુ એસડીએમથી પણ સંતોષકારક જવાબ ન આપવાથી અને કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી મંગળવારે એસડીએમ ઓફીસના ગેટ પર સુરજ ધરણા કરવા બેસી ગયો હતો. ત્યારે સુરજે જણાવ્યું હતું કે મારી પત્નીની ડીલીવરી મારા સસરા પક્ષ દ્વારા કરાવવામાં આવી હતી. જે રાજસ્થાનમાં ગંગાનગરમાં થઇ હતી. સસુરપક્ષ દ્વારા ડીલીવરીમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ડીલીવરી બાદ હવે મારી દીકરો મને આપવાની મનાઈ કરી રહ્યા છે. પરંતુ હવે એ લોકો ડીલીવરી પર કરેલા દોઢ લાખ રૂપિયાની માંગ કરી રહ્યા છે. દોઢ લાખ રૂપિયા આપો તો દીકરો આપીએ.

સુરજે જણાવ્યું કે, ખોટી રીતે મારા સસુર પક્ષ દ્વારા  મારા દીકરાને કબ્જામાં લીધો છે. તેના વિરુદ્ધ મેં પોલીસને ફરિયાદ પણ કરી હતી.પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર બાદ એસડીએમને ફરિયાદ કરવામાં આવી પરંતુ તેમ છતાં કંઈ થયું નહિ. પોલીસ કાર્યવાહી કરવા માટે દસ હજાર રૂપિયાની માંગ કરી પરંતુ અમે ન આપી શક્યા.

આ આખા મામલાને લઈને ફતેહાબાદના એસડીએમ સુરજીત સિંહ નૈન દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારી સામે પણ આ મામલો આવ્યો હતો, તે સમયે સુરજ અને તેની પત્નીને તેના સંબંધીઓ સાથે બાળક લેવા જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમને બાળક ન આપવામાં આવ્યું. પરંતુ મને જે જાણકારી મળી છે તે અનુસાર ફરિયાદી અને તેની પત્ની નાબાલિક હતા. જેના કારણે કાનૂની રીતે અમારે કાર્યવાહી કરવામાં તકલીફ પડતી હતી. પરંતુ હાલ પોલીસ પાસેથી આખો રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રીપોર્ટ મળ્યા બાદ આખી કાર્યવાહી નિયમાનુસાર કરવામાં આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment