સૌથી પહેલા સરકાર દ્વારા કરવામાં આવશે આ મુદ્દા પર કામો….. દરેક લોકોએ ખાસ જાણવું જોઈએ…

સૌથી પહેલા સરકાર દ્વારા કરવામાં આવશે આ મુદ્દા પર કામો….. દરેક લોકોએ ખાસ જાણવું જોઈએ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત ભારતીય જનતા પાર્ટીએ બહુમત પ્રાપ્ત કરીને વધારે સીટ મેળવીને ફરી એક વાર સત્તા પોતાના નામે કરી લીધી છે. આ પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા નરેન્દ્ર મોદી ફરી એક વાર પ્રધાનમંત્રી પદને સાંભળવાના છે. આ લોકસભામાં ભાજપની જીત બાદ સરકાર નવા એજન્ડાઓને લઈને ખુબ જ ચર્ચામાં આવી રહી છે. આ વખતે સરકાર સામે ઘણા બધા પ્રશ્નો હશે અને તેના નિવારણ લાવવા પડશે. જેના પગલે સરકાર ચલાવવા માટે નવા નવા એજન્ડાઓ ખુબ જ સામે આવી રહ્યા છે.

મિત્રો આ આગામી એજન્ડામાં ઘણી બધી યોજનાઓ જનતા માટે ચાલુ કરવામાં આવી શકે છે. જે દેશના દરેક વ્યક્તિ માટે ખુબ જ લાભદાયક હશે. જેનો સીધો લાભ જનતાને મળશે અને વચ્ચેથી કરપ્શન જેવી બાબતો પણ નહિ બને. જેના કારણે સામાન્ય વ્યક્તિ સુધી પણ આ યોજનાનો લાભ પહોંચી શકે. તો ચાલો જાણીએ કે કંઈ કંઈ યોજનાઓ પર સરકારનો એજન્ડા છે કામ કરવાનો.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા દેશના લાખો યુવાનો’ને રોજગારી પૂરી પડવાના અથાગ પ્રયાસો કર્યા છે અને જેમાં તે સફળ પણ રહ્યા છે. નરેન્દ્ર મોદી શપથ બાદ સૌથી પહેલા તો રોજગારી માટે જ પહેલું પગલું ઉઠાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કેમ કે કેન્દ્ર સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવવા જઈ રહી છે. જેના પગલે લગભગ દર વર્ષે 6.93 લાખ કરોડ રૂપિયા FDI દેશમાંઆવી શકે છે. ગયા વર્ષે તેના આંકડો 4.16 લાખ કરોડ રૂપિયા હતો. જેના પગલે સરકાર હજુ નવી રોજગારી માટેની તકો ઉભી કરવાનું વિચારી રહી છે અને તેના પર કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલા માટે સરકારનો સૌથી પહેલો મુદ્દો હશે કે યુવાનો માટે રોજગાર વધારવો.

ભારતમાં ખેડૂતોનો મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેણામાં ડૂબેલા ખેડૂતોને આ વર્ષે સરકારે 6000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી ખેડૂતો માટે પણ કોઈ મોટો નિર્ણય લઇ શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. ખેડૂતોની સમસ્યા દુર કરવા માટે કૃષિ એક્સપર્ટ નીતિમાં બદલાવ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે નવા નિયમો અનુસાર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ નિકાસ પર ઇન્સેન્ટીવ પણ વધારવામાં આવી શકે છે. એટલા માટે આવતા પાંચ વર્ષ ખેડૂતો માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેના ખેડૂતોને ઘણા લાભો થઇ શકે છે.

આ આવનારા સમયમાં સરકાર દ્વારા અને પાવર સેક્ટર દ્વારા દેશના દરેક ઘરમાં 24 કલાક વીજળી આપવાનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે સરકારનું લક્ષ્ય છે કે દરેક ઘરમાં 24 કલાક વીજળી મળી રહે. આ એજન્ડાનો ઉદ્દેશ વધારેમાં વધારે બધા જ લોકો સુધી સુવિધાઓને પહોંચાડવાનો છે. આ ઉપરાંત સરકાર વીજળીની વહેંચણીમાં આવતા નુકશાનને 15 % ઘટાડવાની ડેડલાઈન નક્કી કરશે. તેના માટે મંત્રી સમૂહના પ્રસ્તાવની સમીક્ષા કરવામાં આવશે. જનતાની નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવશે.

આ વખતે સરકાર દ્વારા બેંકોમાં પણ દેવા માટે નિયમો બદલી નાખવામાં આવશે. લોકો માટે કર્જના નિયમોમાં બદલાવ આવી શકે છે. ભાજપના એજન્ડામાં બેન્કિંગ સેક્ટર તેમજ દીવાલિયા કાનુનમાં પણ બદલાવ લાવી શકે છે. શપથ લીધા બાદ મોદી સરકાર ઇન્સોલ્વન્સી તેમજ બેંકરપ્સી કોડમાં પણ સંશોધન કરી શકે છે. સરકાર દ્વારા બેંકની સાથે જે છેડછાડ કરતા હોય અથવા મોટા મોટા કોભાંડ કરતા હોય તેમના માટે પણ ખુબ જ કડક પગલા લેવામાં આવશે. જેના કારણે બેન્કીંગ વ્યવસ્થાને પણ સુદ્રઢ બનાવામાં આવશે.

સૌથી વધારે મહત્વનું છે જનતા માટે સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવી એ. મિત્રો સુત્રોના આધારે એવું જાણવા મળી રહ્યું છે કે આ વખતે સરકાર દ્વારા લોકોની દરેક નાની નાની સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવશે અને તેનું નિવારણ પણ કરવામાં આવશે.

તો મિત્રો તમારું શું કહેવું છે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાચા જ હશે કે ખોટા હશે ? કોમેન્ટ કરો અને જવાબો જણાવો…

શું તમે મોદી સરકારથી ખુશ છો ? કોમેન્ટ કરો હા કે ના… જરૂર મંતવ્ય આપજો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment