શપત ગ્રહણ પહેલા ભાજપના નેતાએ આપ્યો એક પત્ર…. વાંચીને મોદી પણ ચોંકી ગયા હતા.. સૌથી મોટો ખુલાસો.

શપત ગ્રહણ પહેલા ભાજપના નેતાએ આપ્યો એક પત્ર…. વાંચીને મોદી પણ ચોંકી ગયા હતા.. સૌથી મોટો ખુલાસો.

મિત્રો નરેન્દ્ર મોદી ફરી વાર ભારતની લોકસભા ચુટની જીતી ગયા અને સત્તા પણ સંભાળવા જઈ રહ્યા છે. તો તેવામાં હવે કાર્ય રચના માટે પણ નવા મંત્રી પરિષદને ઉભું કરવામાં આવશે. જેમાં બધા જ મોટો રાજનેતાઓને અલગ અલગ વિભાગના મંત્રી બનાવવામાં આવશે. તો તેમાં ગત વર્ષોમાં ઘણા બધા મોટા દિગ્ગજ નેતાઓને અલગ અલગ મંત્રી પદો આપવામાં આવ્યા હતા. તો મિત્રો તેવી રીતે આ વખતે પણ મંત્રીગણને સિલેક્ટ કરવામાં આવશે.

પરંતુ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા જ એક નેતાએ ખુબ જ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તે નેતા પણ ભાજપના જ છે અને ખુબ જ દિગ્ગજ નેતા તરીકે તે પ્રખ્યાત છે. તેમણે આ ખુલાસો નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું તે વાંચીને નરેન્દ્ર મોદી પણ થોડા ચોંકી ગયા હતા. તો ચાલો જાણીએ કોણ છે એ નેતા, જેમણે નરેન્દ્ર મોદી અને આખા દેશની જનતાને ચોંકાવી દીધા.

તે નેતાનું નામ છે અરુણ જેટલી. નરેન્દ્ર મોદીના ગત પાંચ વર્ષના કાર્યકાળમાં અરુણ જેટલી વિત્તમંત્રી (નાણા મંત્રી ) રહ્યા હતા. બીજેપીના ખુબ જ વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ પ્રધાનમંત્રીને એક લેટર લખીને આગ્રહ કર્યો હતો. અને જણાવ્યું હતું કે હવે હું નવા મંત્રીમંડળમાં શામિલ થવા નથી માંગતો. જેને લઈને આખા મંત્રીમંડળમાં થોડી ચિંતા થવા પામી હતી. અરુણ જેટલીએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણને એક દિવસ પહેલા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું મારી તબિયતને ધ્યાનમાં રાખીને આ પત્ર લખું છું. આ પત્રમાં મંત્રી પદ ન સંભાળવામાં અપીલ કરે છે. તો ચાલો મિત્રો આપણે પણ જાણીએ શું લખ્યું છે એ પત્રમાં.

અરુણ જેટલીએ આ પત્રમાં લખ્યું છે કે, “પાછળના લગભગ દોઢ વર્ષથી મારી તબિયતે મને ઘણી બધી ગંભીર ગંભીર ચુનોતી આપી છે. પરંતુ ડોક્ટરોની મદદથી તે બધી બીમારીમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો છું. પરંતુ ચુંટણી અભિયાન પછી મેં તમને જણાવી દીધું હતું કે લોકસભા ચુંટણીમાં મારું દાયિત્વ નિભાવીને પછી હું ખુદને બધી જ જવાબદારીથી અલગ રાખવામાં માંગું છું.” પત્રમાં આગળ જણાવે છે.

“હું તમને હવે ઔપચારિક રૂપથી આગ્રહ કરું છું કે મને મારા માટે, મારા ઈલાજ માટે, મારા સ્વાસ્થ્ય માટે. આ બધી જરૂરીયાત માટે મારે નિશ્વિત રૂપથી સમય જોઈએ છે. અને એટલા માટે જ મને કોઈ નવી સરકારમાં હું આવી ન શકું તેની મને અનુમતી આપવામાં આવે.” આ પત્રમાં અરુણ જેટલી નરેન્દ્ર મોદીને અપીલ કરે છે કે, મને કોઈ પણ મોટું પદ ન આપવામાં આવે. કેમ કે હવે હું મારી તબિયતના કારણે કામ નહિ કસરી શકું.

સુત્રોના આધારે એવું પણ જાણવા મળ્યું છે કે પોતાના ઈલાજ માટે આ વર્ષે અરુણ જેટલી અમેરિકા પણ જવાના છે અને એટલા માટે જ આ વર્ષનું નરેન્દ્ર મોદી સરકારનું અંતિમ બજેટ પણ તે પેશ કરી શક્યા ન હતા. એટલા માટે આ વર્ષનું નરેન્દ્ર મોદી સરકારનું અંતિમ બજેટ રેલ્વે મંત્રી પીયુષ ગોયલે પેશ કર્યું હતું.

પરંતુ પાછળના વર્ષે એપ્રિલમાં વિત્તમંત્રી અરુણ જેટલીને કિડનીની સમસ્યાના કારણે દિલ્લીના એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે તેમણે ખુદે જ ટ્વીટર પર પોતાની કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જાણકારી લોકોને આપી હતી.

અરુણ જેટલીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “હું માનનીય પ્રધાનમંત્રીને આજે ચિઠ્ઠી લખી છે અને તેની કોપીને હું રીલીઝ કરું છું.” તો મિત્રો અરુણ જેટલી સંપૂર્ણ પણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગે છે અને કોઈ પણ મંત્રી પદનો મને હિસ્સેદાર ન બનાવતા. એવું જણાવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment