વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.

વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ કેમકે થાય છે આ ફાયદાઓ, એ વાંચીને તમે પણ પગે લાગવા લાગશો. મિત્રો, આપણા વડીલોને પગે લાગવું તે આપણી સંસ્કૃતિ અને સભ્યતા છે. જે સદીઓથી આપણી પરંપરામાં ભળેલી છે. તેથી જ તો તમે જોયું હશે કે આપણા ઘરમાં કે કોઈ પ્રસંગો હોય ત્યારે દરેક સારા કાર્ય પહેલા માતા પિતાને પગે લાગીને જ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે. તેમજ કોઈ પણ જગ્યાએ વડીલો મળે તો પણ તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાનો રીવાજ આપણા સમાજમાં પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને હજુ પણ તેનું લોકો હોંશે હોંશે પાલન કરે છે. પરંતુ મિત્રો તમે જાણતા નહિ હોવ કે આપણા વડીલોને અથવા કોઈ પણ મોટી ઉમરના વ્યક્તિને પગે લાગવાથી વૈજ્ઞાનિક ફાયદાઓ થાય છે. જે કારણો ખુબ જ રોચક અને તથ્ય સભર છે.  આપણા ઋષિ મુનીઓ પાસે એ સમયે કોઈ પણ આધુનિક ટેકનોલોજી ન હતી. પરંતુ છતાં આજે તેના વિચારોને વૈજ્ઞાનિક કારણો જણાવવામાં આવે છે અને આજના વૈજ્ઞાનિકોને ટક્કર આપે છે.

તેવી જ રીતે તે સમયે આપણા ઋષિ મુનિઓએ પગે લાગવા પાછળના સુક્ષ્મ રહસ્યોને સમજ્યા છે અને તેના મહત્વની ઓળખ કરી અને તેને આપણી દિનચર્યા સાથે જોડીને સંસ્કારનું રૂપ આપ્યું છે. તો ચાલો જાણીએ પગે લાગવા પાછળનું તાર્કિક રહસ્ય શું છે. જેના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ થાય છે. વિજ્ઞાન પણ એ વાતને સિદ્ધ કરી ચુક્યું છે કે આપણા શરીરની ચારેય બાજુ એક આભા મંડળ હોય છે. વ્યક્તિની ઉર્જાના અંતર પ્રમાણે દરેક વ્યક્તિનું આભા મંડળ અલગ ઉર્જાની તીવ્રતાનું હોય છે અને તે અલગ રંગનું હોય છે. તમને જણાવી દઈએ કે આ આભા મંડળ આપણી ઉર્જા, માનસિક શક્તિ, ઈચ્છા શક્તિ અને આપણા વિચારોના પ્રકારો પર નિર્ભર કરે છે. આપણા વિચારો અને વ્યવહારમાં બદલાવ આવતા આપણા આભા મંડળમાં પણ પરિવર્તન આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સકારાત્મક અને આધ્યાત્મિક વિચારો ધરાવતા વ્યક્તિના આભા મંડળ કરતા કોઈ પાપી અને અંહકારી વ્યક્તિનું આભા મંડળ બિલકુલ વિપરીત અને તેનાથી વિરુદ્ધ હોય છે.આપણા મસ્તિષ્કમાંથી શરૂ થતી નસો આખા શરીરમાં ફેલાય જાય છે અને તે નસો આપણા હાથ અને પગની આંગળીઓના અંતમાં ખતમ થાય છે. જ્યારે તમે નીચે નમીને તમારા હાથની આંગળીઓ કોઈ અન્ય વ્યક્તિના પગને પગે લાગે ત્યારે તરત જ તમારી બંને વચ્ચે એક સર્કીટ બની જાય છે. સામેના વ્યક્તિનું શરીર અને તમારા શરીરની ઉર્જાનું જોડાણ થાય છે અને ત્યાર બાદ ઉર્જાનું આદાનપ્રદાન થાય છે. તેથી તેનામાં રહેલા સકારાત્મક અને સદ્દવિચારો આપણા મનમાં પણ આવે છે. આ સંપૂર્ણ સર્કીટ ઉર્જાના પ્રવાહને સક્ષમ કરે છે અને આપણી બ્રહ્માંડીય ઉર્જાને વધારે છે. બે મન અને હૃદય વચ્ચે ત્વરિત સંપર્ક ચાલુ કરે છે. જે આપણા માટે અનેક રીતે લાભકારી પણ હોય છે. જે માનસિક તાકાતમાં ખુબ જ વધારો કરે છે.

જ્યારે આપણે કોઈને પગે લાગીએ ત્યારે તરત જ તેના પર એક મનોવૈજ્ઞાનિક અસર પડે છે. તેના હૃદયમાંથી પ્રેમ, આશીર્વાદ, સંવેદના અને સહાનુભૂતિની ભાવનાઓ નીકળે છે. જે તેના આભા મંડળમાં પરિવર્તન લાવે છે. કોઈ વ્યક્તિના પગને આપણા હાથ વડે સ્પર્શવામાં આવે તો તે વ્યક્તિના આભા મંડળમાંથી આપણા આભા મંડળમાં એવી ઊર્જાઓ ગ્રહણ થાય છે જે આપણા મન પર સકારાત્મક ભાવો લાવે છે અને તે આપણા આભા મંડળને વધારે ઉર્જાવાન બનાવે છે. તેથી ચરણ સ્પર્શ કરવાથી આપણને નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે.આ ઉપરાંત આપણા વડીલોના આશીર્વાદ આપણું સૌભાગ્ય બને છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે વડીલોને નિયમિત પ્રણામ કરવાથી અને પગે લાગવાથી આપણું આયુષ્ય, વિદ્યા, યશ અને બળ વધે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે આપણાથી ઉંમરમાં મોટા વ્યક્તિઓને પગે લાગવાથી ઘણા આપણા ગ્રહો અને નક્ષત્રો આપણને અનુકુળ થઇ જાય છે.સાચી રીતે અને સારી ભાવનાથી આપણાથી મોટી વ્યક્તિને પગે લાગવામાં આવે તો તે વ્યક્તિ તમારા દ્વારા અપાયેલા સમ્માન અને આદરનો અનુભવ કરે છે અને તેના મનમાં આપણા પ્રત્યે આશીર્વાદ અને પ્રેમની ભાવના ઉત્પન્ન થાય છે. પરંતુ મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જેને તમે પગે લાગો છો તેનું આચરણ વ્યવહાર સારું હોવી જોઈએ. જો તમને એવું લાગે કે આ વ્યક્તિ ખરાબ પ્રકૃતિની છે તો તેને પગે ન લાગવું કારણ કે તેને પગે લાગવાથી આપણને કોઈ ફાયદો નથી થતો. તો મિત્રો તમે પણ તમારા વડીલ કે માતાપિતાને પગે લાગો છો ?

માતાપિતાના ચરણોની ધૂળ પણ સારી હોય છે એમ કહેવાય છે. ત્યાં સાચી ધૂળની વાત નથી પણ વાત એ છે કે માતાપિતાની સારી વાતો તમને હંમેશા યાદ રહેતી હોય છે. પણ ખરાબ વાતો તમને ગમતી નથી હોતી તો આ ખરાબ વાતો જ આપણને ધૂળ સમાન લાગે છે પણ આ ધૂળ સમાન વાતો જ આપણને ખુ કામ આવે છે. ક્યારેક મુશ્કેલીના સમય માં હોઈએ ત્યારે માતા પિતાની ધૂળ સમાન વાત જ ખુબ કામ આવે છે. માટે જ કહેવાયું છે કે માતાપિતા ને ગુરુ જનોની કોઈ પણ વાત ખાસ યાદ રાખવી જોઈએ ક્યારેય તેને આપણે અવગણવી ના જોઈએ. કોને ખબર ક્યારે એ ખરાબ સમય આવે અને એ વાત આપણને કામ આવું જાય.

2 thoughts on “વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.”

Leave a Comment