વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓએ અપનાવી લીધો હિંદુ ધર્મ. કોણ છે એ લોકો. મિત્રો સનાતન ધર્મ એટલું શું એ તો લગભગ બધા જ ભારતીય લોકો જાણે જ છે. પરંતુ તેની સાથે સાથે આજે વિદેશોમાં પણ આપણી સંસ્કૃતિ અને આપણા હિંદુ ધર્મ વિશે જાણવામાં લોકો રૂચી ધરાવે છે. જેને પગલે આજે ઘાણ બહારના દેશોમાં ભારતીય સંસ્કૃતિને સમ્માન મળ્યું છે. જે હિંદુ ધર્મ માટે એક ગર્વની વાત છે. આજે લગભગ દેશોમાં હિંદુઓ ઘણી જગ્યાઓ પર રહે છે. ત્યાંના લોકો હિંદુ પરિવારોને જોઇને ખુબ જ આશ્વર્ય પામ્યા કે આવું પણ હોય છે. પહેલા આપણા દેશના લોકોને વિદેશોમાં ખુબ જ તકલીફ પડતી હતી અને ત્યાંના લોકો દ્વારા પણ આપણને ધુત્કારી નાખવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં હિંદુ પરિવારોએ વિદેશોમાં ખુબ જ નામનાઓ મેળવી છે. જે ખરેખર એજ ભારતીય માટે ગર્વની વાત છે. તો આજે અમે તમને એવા પ્રસિદ્ધ લોકો વિશે જણાવશું જે વિદેશીઓ છે. પરંતુ તેમણે બધું જ છોડીને આજે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. પરંતુ તમને જણાવી દઈએ કે એ કોઈ સામાન્ય માણસ નથી. આજે તે બધા પ્રસિદ્ધ લોકોની નામના વિશ્વવિખ્યાત છે. તો ચાલો જાણીએ કોણ છે એ વિદેશોમાં રહેતી હસ્તીઓ જેમણે હિંદુ ધર્મ અપનાવ્યો.
Robert Downey Jr.(રોબર્ટ ડોની જુનિયર): રોબર્ટ ડોની જુનિયર એક અભિનેતા પણ છે અને ફિલ્મ નિર્માતા પણ છે. તેમને ઘણી ફિલ્મો માટે વિશ્વવિખ્યાત ઘણા પુરસ્કારો આપવામાં આવ્યા છે. તેમનો જન્મ 4 એપ્રિલ 1965 માં થયો હતો. રોબર્ટ એક અભિનેતા, ગાયક, કથનકાર અને ફિલ્મ નિર્માતા છે. તે હાલ અમેરિકામાં જ રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેવો એક ક્રિશ્યન કુટુંબમાં મોટા થયા હતા. પરંતુ આજે તેવો સંપૂર્ણ રીતે હિંદુ રીતિરિવાજ પ્રમાણે જીવન વ્યતીત કરે છે. જે સનાતન ધર્મને સંપૂર્ણ માને છે. Julia Roberts(જુલિયા રોબર્ટ): જુલિયા એક અભિનેત્રી પણ છે અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેનો જન્મ 28 ઓક્ટોબર 1967 માં થયો હતો. હાલ તેમની ઉંમર 51 વર્ષની છે. તેમને ફિલ્મોમાં 1987 કામ કરવાનું શરુ કર્યું હતું. તેમણે ઘણી બધી ફિલ્મો બનાવી છે જે ખુબ જ સફળ રહી છે. પરંતુ હાલ તેવો હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખે છે અને તેના પ્રમાણે ચાલવાનું પસંદ કરે છે. તેવો પણ એક ઈસાઈ ધર્મમાં જ જન્મ્યા હતા. પરંતુ આજે તેવો સનાતન ધર્મમાં માને છે.George Harrison (જાર્જ હરિસન): જાર્જ હરિસન એક વિશ્વવિખ્યાત બીટલ સંગીતકાર છે. જેને આજે આખી દુનિયા ઓળખે છે. જાર્જ એક બ્રિટીશ નેશનાલિટી ધરાવે છે. તેમનો જન્મ 1943 માં લીવરપુર, ઈંગ્લેંડમાંમાં થયો હતો. પરંતુ હાલ તેવો જીવંત નથી. તેમનું મૃત્યુ 2001 થયું. પરંતુ મિત્રો તેમને ભારતીય સંગીતનો ખુબ જ શોખ અને તેમણે ભારતીય ક્લાસિક સંગીત પણ શીખ્યા હતા. પરંતુ તેમણે જીવનના થોડ વર્ષ પહેલા જ તેમણે હિંદુ ધર્મને અપનાવ્ય્પો હતો.આજે તેમના મૃત્યુ બાદ પણ તેઅ લાખો ને કરોડો ફેન છે.
Miley Cyrus (માઈલી સાયરસ): માઈલી સાયરસ એક સિંગર, એક્ટર અને લેખક પણ છે. તેનો જન્મ 23 નવેમ્બર 1992 માં થયો હતો. આજે તેની ઉંમર માત્ર 26 વર્ષની છે પરંતુ આજે તેની નામના ખુબ જ ખ્યાતી પામી છે. તેમણે પણ આજે હિંદુધર્મને સ્વીકારી લીધો છે. જેમાં તે ખુબ જ શ્રદ્ધા ધરાવે છે. Elizabeth Gilbert(એલિઝાબેથ ગીલબર્ટ) એલિઝાબેથ એક અમેરિકન ખુબ જ ફેમસ લેખિકા છે. તેનો જન્મ US માં થયો હતો. તે અમેરિકાના ખુબ જ મોટા નવલકાર છે. હાલ તેનો કાર્યકાળ 1997 થી પ્રકાશમાં આવ્યો હતો. પરંતુ તેવો એક લેખક હોવાની સાથે સાથે સારા વાચક પણ છે. જેના કારણે તેમણે ગીતાનું અધ્યયન કર્યું અને તેમાંથી તેમને હિંદુધર્મ પ્રત્યે રૂચી વધી. જેને પગલે તે આજે હિદુ ધર્મ અને સનાતન ધર્મમાં અતુટ વિશ્વાસ ધરાવે છે. Will Smith(વિલ સ્મિથ): વિલ સ્મિથ એક અમેરિકન અભિનેતા છે અને ખુબ મોટા ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેને સૌથી શક્તિશાળી અભિનેતાનો પુરસ્કાર પણ લોકો દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે સંગીત, ફિલ્મ ટેલિવિઝન જેવા વ્યવસાયોમાં ખુબ જ સફળતા મેળવી છે. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1968 માં થયો હતો. તે પણ પોતાની રૂચીથી આજે સનાતન ધર્મના માનવા લાગ્યા છે. તેમણે પણ હિંદુધર્મ વિશે જાણ્યું ત્યાર બાદ તેને હિંદુધર્મ પ્રત્યે ખુબ જ રૂચી જાગી હતી. તો મિત્રો આવા ઘણા મોટો મોટા એક્ટરો અને ફિલ્મ નિર્માતાઓ જે હોલીવુડમાં કામ કરી રહ્યા છે તે આજે સનાતન ધર્મને જાણ્યા બાદ. હિંદુ ધર્મમાં રૂચી સાથે જીવન વિતાવે છે. અને તેમનું એવું કહેવું પણ છે કે એક હિંદુ ધર્મની શૈલી પ્રમાણે અમારું જીવન સ્વસ્થ અને નીરોગી બનતું જાય છે. વિશ્વમાં આજે પણ વિદેશી લોકો હિંદુ ધર્મ પ્રત્યે સજાગતા દર્શાવે છે. અને તે લોકો હિંદુ ધર્મ પ્રમાણે વર્તવાનું પસંદ કરે છે. હિંદુ ધર્મની પૂજા સંસ્કૃતિ, યોગ અભ્યાસ, આધ્યાત્મ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વગેરે બાબતો તમને વિશ્વની બદલે ભારતમાં વધુ મળે છે.એમ પણ કહેવાય છે કે વિશ્વ જયારે અંધારામાં હતું ત્યારે ભારત દેશમાં સંસ્કૃતિનો અને વિકાસનો સૂર્ય પતિ રહ્યો હતો.
આપણા ઋષિમુનીઓ એવું જ્ઞાન આપી ગયા છે કે જે આજના વિજ્ઞાન માટે પણ હજુ અશક્ય છે. પણ ભારતીય ઇતિહાસમાં ઘણા લોકોએ ભારત પર હુમલા કરીને તેની સંસ્કૃતિ અને એના વારસાને ઘણું નુકશાન કર્યું છે. તેના કારણે આજે ભારતીય લોકો તેની દુર્લભ અને વિશાલ સંસ્કૃતિ ભૂલીને અજ્ઞાનતાના દરિયામાં ગરકાવ થઇ ગયું છે. તો બીજી બાજુ આવા પ્રખ્યાત વિદેશી લોકો ભારતની સંસ્કૃતિ પર્ત્યે આકર્ષાય છે અને અહી આવીને પોતાની માનસિક શાંતિની ખોજ કરે છે અને ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ છે.